Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વળેલા જીવને પ્રાપ્ત થાય છે. ફરીથી અપૂર્વકરણની સ્થિતિ આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. અહીં જે દશા છે તે પ્રથમ ઉદ્ભવેલી અપૂર્વદશા છે. અપૂર્વદશામાં ઘાતી કર્મોની સ્થિતિ અને અનુભાગ મંદ પડી જાય છે. ઉદય પ્રવાહ ખંડિત થવાથી વચમાં જ્ઞાન પ્રકાશ ઝબકારા કરે છે. આ છે એક અલૌકિક દશા.
સુહાય શબ્દની મીમાંસા : આ દશાની ઉપલબ્ધિ થયા પછી સ્વયં કવિરાજ તેના સુફળ નું વર્ણન કરે છે. સુફળમાં સદ્દગુરુનો બોધ સુહાય તેમ લખ્યું છે, પરંતુ વાસ્તવિક રીતે આ ભાવ બન્નેને લાગુ પડે છે. સદ્ગ પણ ગમે છે અને તેનો બોધ પણ ગમે છે. સદ્ગુરુ વ્યકિતરુપે છે અને તેનો બોધ તેમના જ્ઞાનરુપે છે. દ્રવ્યભાવે વચનરૂપ પણ છે, અને અણકથ્થા ઈગિત ભાવો પણ છે. આમ આ અવસ્થાના એક જ વાકયમાં ત્રણે ફળનું ઉદ્ઘોધન કર્યું છે. ફકત કેરી ગમે છે એમ નહીં, પણ આંબો પણ ગમે છે. અને આંબાની સુરક્ષા પણ ગ્રાહ્ય છે. આમ ત્રિવિધ પ્રકારનો ભકિતમય અનુરાગ થાય તેમ એક જ શબ્દમાં ત્રણેય ભાવ એક સાથે વ્યકત કર્યા છે. અલગ કરીને આ રીતે બોલી શકાય.
(૧) સદ્ગુરુ સુહાય (૨) બોધ સુહાય (૩) અણકથ્થા ઈગિત ભાવો પણ સુહાય.
“સદ્ગુરુ તે બોધનું અધિષ્ઠાન છે, ઉગાતા છે. વેદમાં કહ્યું છે કે જેટલા વેદ આદરણીય છે તેટલા તેના ઉદ્ગાતાપણ આદરણીય છે કારણ કે તેઓ વેદને કહી શકે છે, વેદના ભાવોને પ્રગટ કરે છે. અહીં પણ બોધ તો ગમે જ છે પરંતુ તેના ઉદ્ગાતા એવા સદ્ગુરુ પણ ગમે છે. સદ્ગુરુ અને બોધ બને રુચિકર થયા પછી તેનું કહેવાનું તાત્પર્ય છે, જે ભાવ છે, જે વાણીમાં ઊતર્યા નથી પરંતુ તે બધા ભાવો સુખપ લાગે છે. સુહાય શબ્દના અને અર્થ થાય છે ગમે છે, અને સુખરુપ થાય છે, આ વિષયને એક ચૌભંગીથી સમજી શકાય છે.
(૧) ગમે છે પણ અંતે દુઃખરૂપ છે. (૨) ગમતું પણ નથી અને દુઃખરુપ છે. (૩) ગમતું નથી પણ સુખરૂપ છે. (૪) ગમે છે અને સુખરૂપ છે.
આ ચૌભંગીમાં ચોથો ભાંગો સર્વોત્તમ છે. જે ગમે પણ છે અને સુખરૂપ પણ છે. અહીં કવિરાજે સુહાય શબ્દ મૂકીને આ ચોથા ભંગનો ઉપયોગ કર્યો છે. સરુનો બોધ ગમે પણ છે અને સુખદાઈ પણ છે. સુહાય શબ્દમાં ક્રિયા અને પરિણામ બન્નેનો એક સાથે ઉલ્લેખ છે. કેવી છે આ સુંદર સુગમ્ય વાણી ! અસ્તુ. - સદ્ગુરુ બોધ : અહીં “સરુ બોધ સુહાય” એ શબ્દની સામાન્ય ભૂમિકાનું તથા પૂર્વની આવશ્યકદશાનું વર્ણન કર્યા પછી હવે આપણે થોડા વધારે ઊંડા ઊતરીએ. સરુનો બોધ શું છે? જે બોધ સુહાય છે તે બોધનું સ્વરુપ શું છે? બોધનું ભાવાત્મક રુપ શું છે? અને ગુણાત્મક મૂલ્ય શું છે ? બોધ ઉદ્દબોધન, બોધપાઠ એ બધા વ્યવહારમાં સામાન્ય શબ્દો છે પરંતુ અધ્યાત્મશાસ્ત્રોમાં બોધ શબ્દ એક વિલક્ષણ ભાવ ધારણ કરે છે. જેમ સાધારણ ખોટા ઘરેણાને પણ
૩૮૬