________________
પોતામાં રમણ કરે છે. આત્મા જેમ જ્ઞાનનો ખજાનો છે તેમ નિરામય સુખનો પણ ખજાનો છે. દુઃખ આપ્યા વગરનું નિર્દોષ સુખ આપે છે. માટે અહીં કહ્યું છે ત્યાં પ્રગટે સુખદાય, અર્થાત્ સુખદાય તત્ત્વો સ્વયં પ્રગટે છે. જેમ ઉપરનો કચરો હટી જતાં વર્ષાકાળે જમીન લીલાછમ થઈ જાય છે. તેમ અહીં કુવિચારણાનો કચરો હટી જતાં અને સુવિચારણાની વર્ષા થતાં સ્વતઃ આત્માની ભૂમિ લીલીછમ અર્થાત્ સુખદાયી બની જાય છે, પ્રગટે છે, પ્રકાશિત થાય છે.
પ્રગટ થવાની જે ક્રિયા છે તે પ્રતિયોગીના અભાવની સૂચક છે. કેટલાક ગુણ અને ક્રિયાઓ સ્વયં પોતાના ઉપાદાનથી તૈયાર હોય છે પરંતુ પ્રતિયોગીના સદ્ભાવથી તેનું પ્રાગટય અટકી જાય છે. પ્રતિયોગીનો અભાવ થતાં સ્વતઃ તે પ્રગટ થાય છે. એટલે કવિરાજે અહીં પ્રગટ શબ્દ મૂકીને સુખશાંતિ તે આત્માની પોતાની સંપતિ છે અને તેનો પ્રકાશ પણ સ્વતંત્ર છે જેમ પેટીમાં હીરા ચમકી રહ્યા છે. પેટી ખોલવાથી જ તે દ્રષ્ટિગત થાય છે. પેટીનું ઢાંકણુ તેના દર્શનમાં પ્રતિયોગી છે. પ્રતિયોગીનો અભાવ તે પ્રાગટય થવામાં અભાવાત્મક કારણ છે અસ્તુ.
' અહીં સુખશાંતિનું પ્રાગટય તે કોઈ બનાવટી વસ્તુ નથી પરંતુ સ્વગુણોનું શાંતિમય રુપ છે અને તે સુવિચારણાનો યોગ થતાં પ્રગટ થઈ જાય છે.
આત્માના અધિષ્ઠિત ગુણો તો પ્રગટ થવા માટે તલપાપડ હોય છે, પરંતુ પ્રતિયોગીના જાળા, વિકલ્પનો સંભાર અને તર્ક કુતર્કના જાળા આડા આવે છે. આ બધાનો લય થતાં શાસ્ત્રકાર સ્વયં કહે છે કે “ત્યાં પ્રગટે સુખદાય”.
જે સાંકળની આપણે વ્યાખ્યા કરી છે. તે સાંકળની આ અંતિમ કડીનો ઉમેરો થયા પછી આ ગાથા હકીકતમાં પૂર્ણ થતી નથી, પરંતુ ૪૧મી ગાથાનો આગળનો ભાગ દર્શાવ્યો છે અને સદ્ગણની સાંકળ નિર્વાણ સુધી સંબંધ સ્થાપિત કરે છે, જેથી આ ગાથાની વ્યાખ્યા ચાલુ રાખી ૪૧ મી ગાથાનો સ્પર્શ કરીએ. સારાંશ એ થયો કે આ ગાથામાં ઉત્તમ દશા, તેને પરિણામે સદ્ગુરુ બોધની સુરુચિ અને બોધ થયા પછીની સુવિચારણા અને તેનાથી ઉપજતી સુખશાંતિ. આમ આ સાંકળમાં ચાર પદની, ચાર ભાવોની વ્યાખ્યા કરી ૪૧મી ગાથામાં પ્રથમ પદમાં કહેવામાં આવ્યું છે કે સુવિચારણાના કારણે જયાં પ્રગટે સુવિચારણા અર્થાત્ જે સુવિચારણા સુખ શાંતિને દેનારી હતી તે સુવિચારણા બીજું પણ એક ઉત્તમ ફળ આપે છે, જેથી શાસ્ત્રકાર સ્વયં સુવિચારણનો ફરીથી ઉલ્લેખ કરે છે. જયાં સુવિચારણ હતી ત્યાં સુખદાયી પ્રગટ થઈ છે અને એ જ રીતે જયાં સુવિચારણા છે ત્યાં નિજ જ્ઞાન પણ પ્રગટ થાય છે. આમ સુવિચારણા નિજજ્ઞાનને પણ પ્રગટ કરવામાં સહાયભૂત છે.
મનુષ્યને સુખશાંતિ અને સાચું જ્ઞાન અથવા પોતા વિષેનું જ્ઞાન પરમ આવશ્યક છે. જેથી કવિરાજે અહીં બને ભાવોને પ્રગટ થવામાં સુવિચારણા ઉપર વજન મૂકયું છે. ૪૦ મી ગાથામાં કથિત સુવિચારણાનું જે કાર્ય હતું તે ચાલુ રાખી ૪૧ મી ગાથામાં ફરીથી સુવિચારણાનો ઉલ્લેખ કરી તેનું કાર્ય પુનઃ પ્રગટ કર્યું છે. સુવિચારણા સુખ શાંતિની સાથે નિજજ્ઞાનને પણ પ્રગટ કરે છે. જેમ કોઈ કવિતામાં કહે કે ફૂલ ખીલ્યા છે તો મનોરમ દૃશ્ય દેખાય છે અને ફૂલ ખીલ્યા છે તો ચારે તરફ સૌરભનો અનુભવ થાય છે. આમ બે વખત ફૂલ ખીલવાનો ઉલ્લેખ છે, તેમાં એક જ
ના : ૩૯૦ .