Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

Previous | Next

Page 398
________________ કે , ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ; ગાથા-૪૦ આવે જયાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; 'તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય II આવે જ્યાં એવી દશા : ૩૯ મી ગાથામાં જે અભાવ ભરેલી સાંકળ હતી તેને પલટાવીને ૪૦ મી ગાથામાં સદ્ભાવ સાંકળનો ઉલ્લેખ કરે છે. તે ફકત આત્માર્થીનું લક્ષણ છે. એટલું જ નહીં પરંતુ આ સાંકળ દ્રવ્ય અને ભાવ, બન્ને રીતે સુખદાયી છે. જો જીવ આત્માર્થી હોય તો જ આવી સાંકળને વરેલો હોય. અહીં એવી દશા એમ લખ્યું છે. “એવી દશા” અર્થાત્ કેવી દશા ? પૂર્વમાં આપણે એવી શબ્દનો ઘણો જ વિસ્તારથી અર્થ કહેલો છે. “એવી દશા' એટલે જીવને જે વાંચ્છિત છે એવી દશા. અર્થાત્ પૂર્વ ભૂમિકામાં જે દશા હોવી જોઈએ તેવી દશા'. બીજી રીતે કહીએ તો ગુરુને માન્ય હોય તેવી ભકિતમય દશા, અધ્યાત્મ દ્રષ્ટિએ કહો તો હવે મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા નથી, ફકત શુદ્ધ આત્મતત્ત્વને વરવાની ઈચ્છા છે. તેને અનુકુળ જ જીવ જે સુંદર યોગ ઉપચારોની પ્રવૃતિ કરે છે, તેવી દશા પરંતુ અહીં શાસ્ત્રકારે “આવે તેમ લખ્યું છે. “આવે’ નો અર્થ એવો છે કે સ્વાભાવિક રીતે પ્રગટ થાય. અહંકારપૂર્વક કોઈ કષાયને જીતવા માગે અથવા પોતાની વૃત્તિઓને દબાવીને કઠોર તપ કરે તો બાહ્યમાં ત્યાગ અવસ્થા દેખાય છે, પરંતુ જે દશાની જરુર છે તે દશા આવતી નથી અર્થાત્ પ્રગટ થતી નથી. આવે એવી દશા એમ કહીને શાસ્ત્રકારે એક મહત્ત્વપૂર્ણ વાત કહી છે. આ કથન છે. ક્રમિક વિકાસનું જ્ઞાન, દર્શન કે ચારિત્રની પર્યાયો ક્રમબધ્ધ પ્રગટ થતી હોય છે. ઈચ્છાથી નહીં, કર્તવ્ય પૂરું થયા પછી સ્વતઃ સ્કૂલરુપ ઉદ્ભવે છે. જેમ કોઈ કહે કે આંબામાં મોર આવ્યો છે. ફૂલમાં સુગંધ ઉદ્ભવી છે, આ બધી સ્વતઃ આવનારી ક્રિયાઓ છે. માળી પોતાનો પુરુષાર્થ કરે છે, બાગવાની કરે છે, કર્તવ્ય પૂર્ણ થાય, કારણ સામગ્રી નિર્દોષભાવે એકત્ર થઈ હોય, ઉપાદાન અને નિમિત્ત, અને કારણ શુધ્ધ હોય તો માળી ઈચ્છા કરે કે ન કરે સ્વતઃ સુંદર ફળ આવે છે, સ્વતઃ સૌરભ ફેલાય છે. કર્તવ્ય પરાયણ ન હોય અને કારણ સામગ્રીનો સંયોગ ન હોય, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવનો પરિપાક ન થયો હોય તો ઈચ્છા માત્રથી ફળ આવતા નથી. એટલે અહીં કવિરાજ આવે જ્યાં એવી દશા” એમ કહ્યું છે, અર્થાત્ તેની પૂર્વમાં જે આ ઉત્તમદશાનો ધારક જીવ છે, તે કર્તવ્યનિષ્ઠ હોય, મોહનીય આદિ ઘાતકર્મોના ક્ષયોપશમાદિ થયા હોય અને તેના નિર્દોષ પુણ્યનો ઉદય હોય, અર્થાત્ નિર્મળ પુણ્યની પ્રકૃતિ ખીલી હોય, ત્યારે આવી દશા આવે છે, જે દશાની અપેક્ષા છે. તે દશા કારણભૂત છે. દશાનો અર્થ અવસ્થા છે. અવસ્થા એટલે એક પ્રકારની પર્યાય કે સમરુપ ઘણી પર્યાયોનો સમૂહ છે અને ક્રમિક વિકાસથી એક પછી એક ક્રમથી ઉત્તરોઉત્તર વર્ધમાન પરિણામોથી આ દશા પ્રગટ થઈ હોય છે. સામાન્યપણે તે ક્રમબધ્ધ પર્યાય પણ કહેવાય છે. આ દશા તે એક અપૂર્વ ઉપલબ્ધિ છે. માટે કહે છે કે “આવે એવી દશા” “એવી” અર્થાત કેવી? ફરીથી આ પ્રશ્ન પૂછીએ છીએ. જે પૂર્વમાં નથી આવી તેવી અપૂર્વ દશા. જૈનશાસ્ત્રોમાં તેને અપૂર્વકરણ કહે છે. આ અપૂર્વ સ્થિતિ સામાન્ય ક્રમમાં પ્રથમ ગુણસ્થાનથી સમ્યગુદર્શન તરફ છે. ૩૮૫મા

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412