________________
ક
;
; ;
; ;
;
;
; ; ;
છે અને આ ક્રિયાની એક પૂર્વભૂમિકા પણ હોય છે. પૂર્વભૂમિકાનો અભાવ હોય તો ક્રિયા ઘટિત થતી નથી અને ક્રિયા ઘટિત ન થાય તો દ્રવ્યનો કે તેના ગુણધર્મનો યોગ પણ થતો નથી. આ રીતે ક્રિયાની પૂર્વભૂમિકા એક, ક્રિયાત્મક ભાવ બે અને તેનાથી પ્રગટ થતો ગુણાત્મક યોગ, આમ ત્રિવિધ સાંકળ બની જાય છે. જેમ કોઈ વ્યાપારી વેપાર કરવા માંગે, તો પૂર્વમાં સંપતિનું સંકલન કરે છે, ત્યારબાદ વ્યાપારી ક્રિયાનો આરંભ કરે છે અને ત્યાર બાદ અર્થપ્રગતિનો યોગ બને છે. આ રીતે એક સાંકળ જોડાયેલી છે.
અહીં પણ જે દશાનું વર્ણન કર્યું છે તે દશાની પૂર્વભૂમિકામાં કષાયનો ઉપશમ ઈત્યાદિ ઘણાં ભાવો બતાવ્યા હતા અર્થાત્ દશા સ્વયં પૂર્વભૂમિકા છે પરંતુ તે જેવી તેવી દશા નથી. દશા એવી એમ કહીને ખાસ દશાનો નિર્દેશ કર્યો છે અને ત્યારબાદ ક્રિયાત્મક ભાવોની અવસ્થા આવે છે. દશાના અભાવમાં ક્રિયાનો પણ અભાવ છે અને ક્રિયાના અભાવમાં જોગનો પણ અભાવ છે. આમ આ ગાથામાં અભાવાત્મક સાંકળનું વર્ણન કર્યું છે. હવે આપણે તેને વિધેય ભાવમાં પણ મૂકીએ તો પૂર્ણ તાત્પર્ય દષ્ટિગત થાય.
(૧) જેવી કહી છે તેવી દશા પ્રગટ થાય (૨) દશા પ્રગટ થયા પછી જોગ કહે એટલે તથા પ્રકારનો યોગ પ્રાપ્ત કરવાનો ઉદ્યોગ
જેમાં સદ્દગુરુની ભકિત, સતશ્રવણ ઈત્યાદિ ક્રિયાત્મક ભાવો છે અને ત્યાર બાદ જે યોગની જરૂર હતી અર્થાત્ આત્માના જે ઉજ્જવળ પર્યાયોની આવશ્યકતા હતી તેવી ઉજ્જવળ પર્યાયોનો જોગ થાય છે. જે રીતે ભાવ તત્ત્વનો જોગ થાય છે તે રીતે નિમિત્ત કારણોનો પણ યોગ બને છે. અર્થાત્ સશાસ્ત્ર હાથ લાગે છે. સદગુરુના ચરણોનો યોગ બને છે, જે કાંઈ જરુરી છે તે સ્વતઃ ઉદ્દભવે છે, ભકિતશાસ્ત્રમાં જેમ કહ્યું છે કે ભકત જયારે પ્રભુ પરાયણ બની ભકિતયોગમાં જોડાય છે, ત્યારે પરમાત્મા સ્વયં આવીને ઉપસ્થિત થાય છે કે દર્શન આપે છે. સાધના કર્યા વિના ભગવાનના દર્શન માટે જે દોડે છે, તે સફળ થઈ શકતો નથી પરંતુ સાધનાની આરાધના પછી સ્વતઃ જીવ તેવા યોગને અર્થાત્ સાક્ષાત્ પરમાત્માને પણ પ્રાપ્ત કરે છે. “ન લહે' એમ કહ્યું છે. હવે આપણે તેને પલટાવીને લહે તે યોગ' તેની વિધિ રુપ વ્યાખ્યા કરી રહ્યા છીએ.
અહીં કહેવાનું તાત્પર્ય છે કે ફકત ઈચ્છા માત્રથી કશું થતું નથી પરંતુ ઈચ્છાની સાથે સપ્રયાસ જોડાય અને તેમાં નિષ્કામ નિષ્ઠા બની રહે તેવી અડોલ અવસ્થામાં સ્વયં પરમાત્માનો યોગ પ્રાપ્ત થાય છે. અથવા જે જોગ વાંચ્છિત છે, તે યોગ સ્વતઃ બની જાય છે. એક પ્રકારે ભાવાત્મક ચમત્કાર રચાય છે.
જીવ લહે નહીં જોગ : આ “જોગ” શબ્દ વસ્તુતઃ યોગનો બોધક છે. સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં જોગનો અર્થ અવસર થાય છે, મેળાપ થાય છે, કોઈ વસ્તુની તક મળે છે અથવા કોઈ મહાપુરુષનું મિલન થાય છે, ત્યારે વ્યાવહારિક ભાષામાં બહુ સારો જોગ થયો છે તેમ બોલાય છે. વિપરીત અવસ્થામાં કોઈ હાનિકારક સંયોગ ઊભો થાય ત્યારે હકીકતમાં તે કુજોગ ગણાય છે. જોગ શબ્દ સીધી રીતે સુજોગનો જ વાચક છે પરંતુ આ જોગનો અર્થ જયારે આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ
&
૩૭૮