________________
સમજાય છે કે માર્ગનું અવલંબન કરવું તે જીવ માટે પ્રાથમિક આવશ્યકતા છે, માર્ગ પર આરુઢ થવું તે ત્યાર પછીની આવશ્યકતા છે અને ક્રમશઃ મોક્ષમાર્ગમાં ગતિ કરવી, ઉતરોત્તર એક એક ભૂમિકા પાર કરવી અને મોક્ષ માર્ગની સીડીના બધા પગથિયાનું અવલંબન કરી મોક્ષમાં પહોંચવાનું છે પરંતુ જો આ મોક્ષ માર્ગ મળે જ નહીં, મોક્ષમાર્ગના આ સોપાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રથમ પગથિયે જ અટકેલો જીવ મોક્ષ પામી શકતો નથી.
મોક્ષ માર્ગ ન પામવામાં ઉપર્યુકત જોગની અપ્રાપ્તિ છે. જ્યાં સુધી એવી દશા ન હોય ત્યાં સુધી જોગ પ્રાપ્ત થતો નથી, અને આવી દશા પણ પૂર્વની ગાથામાં કહેલા ઉતમ લક્ષણો ન આવ્યા હોય તો પ્રગટ થતી નથી. આ રીતે ૩૯ ગાથા સુધી એક સળંગ સાંકળનો બોધ આપ્યો છે.
૧) કષાયની ઉપશમતા આદિ ગુણોનું ન હોવું. ૨) આવા ગુણોના અભાવમાં ઉત્તમ દશા પ્રગટ ન થવી. ૩) જોગ ન મળે તો જીવ મોક્ષ માર્ગ પામતો નથી.
૪) અને જો મોક્ષ માર્ગ ન પામે તો મોક્ષ પ્રાપ્તિ થતી નથી. અર્થાત્ જીવ મુકત થતો નથી. આ રીતે શાસ્ત્રકારે કારણ કાર્યની એક સળંગ સાંકળનો બોધ આપીને જીવ આત્માર્થી કયારે બને અને કયારે તે મોક્ષમાર્ગનો સ્પર્શ કરે તેની ઉતમ કવિતા રજૂ કરી છે. બહુ જ થોડા શબ્દોમાં જ્ઞાનગંગા વહાવી છે.
હજી સાંકળની એક કડી બાકી છે. અને તે છે અંતર રોગ મટવાની વાત. પૂર્વની ગાથામાં શાસ્ત્રકારે મનરોગ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આપણે ખૂબ જ સૂક્ષ્મ વિવરણ કરી ગયા છીએ. જયારે આ ગાથામાં અંતરરોગ શબ્દનો ઉપયોગ કર્યો છે. મનરોગ તે માનસિક અને મનયોગ સુધી પહોંચેલા વિભાવનું વર્ણન કરે છે. જયારે અંતરરોગ શબ્દ મનરોગના મૂળિયા સમાન છે.
અંતરરોગ તે બહુ જ ઊંડો કાંટો છે. કાંટો અંદરમાં છે અને પીડા ઉપર છે. આધિવ્યાધિ-ઉપાધિ, બાહ્ય જંજાળ વગેરે જે કાંઈ કલેશ ઉત્પન્ન થાય છે અને રાગ-દ્વેષના નિમિત્ત બને છે. તે બધી બિમારીનું મૂળ કોઈ આંતરરોગ છે. વિષપાન કર્યા પછી મનુષ્યનું મૃત્યુ થાય છે. પરંતુ વિષ ની ઉત્પતિ કયાં થઈ છે? વિષાકત ભાવો કેવી રીતે ઉત્પન્ન થયા? તે એક અગમ્ય વિષય છે. જીવ વાસનાથી કે આશા વૃષણાથી દુઃખી થાય છે અથવા અહંકાર કે ક્રોધાદિ કષાયનું નિમિત્ત બને છે. તો તે વાસનાનું મૂળ કયાં છે ?
અહીં શાસ્ત્રકાર આ બધા મૌલિક ભાવોને ઉજાગર કરવા માટે અંતરરોગ શબ્દનો પ્રયોગ કરે છે. અંતરરોગ એટલે મૂળમાં ઊંડાઈમાં રહેલી બિમારી, જેમ રોગ છે તેમ રોગના કારણો પણ છે. ભગવાન બુધ્ધ સાધના માર્ગમાં ચાર આર્ય સત્યો મેળવ્યા. તેમાં તેમણે પ્રથમ આર્ય સત્યમાં દુઃખ છે એમ માન્યું. અને બીજા આર્ય સત્યમાં દુઃખનું કારણ શું છે? તે પ્રશ્નના જવાબમાં કહે છે કે દુઃખનું કારણ વાસના છે. વાસના કહીને બૌધ્ધદર્શન ત્યાં અટકી ગયું છે. જ્યારે અહીં આગળ વધીને પૂછવામાં આવે છે કે વાસનાનું મૂળ શું છે ? આત્મસિધ્ધિમાં આ ગાથાનો અંતરયોગ શબ્દ ઘણો જ તત્ત્વપૂર્ણ અને તથ્યપૂર્ણ છે. હકીકતમાં અંતરરોગ તે જ બધી વાસનાનું મૂળ છે અને
તા : ૩૮૨