Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

Previous | Next

Page 393
________________ રહી શકતી નથી અર્થાત્ આધ્યાત્મિક આત્મપ્રદેશોમાં જયારે પરિચાલન થાય છે અને સ્પંદન થાય છે ત્યારે પ્રત્યેક સમયે એક એક પર્યાય અંતઃસ્તલથી નિવૃત થયા પછી ધૂળ રૂપ ધારણ કરે છે અને ત્યારબાદ મનોયોગ, વચનયોગ કે પ્રવૃતિરુપે તે આંતરિક પર્યાયો પ્રગટ થાય છે. સામાન્ય સંજ્ઞામાં સંસારી જીવ છે જે સંસાર માટે જ જીવે છે તે આ બાબતમાં વધારે કશો વિચાર કરતો નથી. ધર્મને એક પુણ્ય પ્રવૃત્તિ રુપે સ્વીકારી સત્કર્મો કરે છે, જો કે તે પણ એક જીવનનું ઉજળું પાસું છે, પરંતુ તેનાથી તે આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધી શકતો નથી. અહીં જે સાધક સંસારથી નિવૃત્ત થયા પછી અથવા વ્યાવૃત્ત થવાની ઈચ્છાથી સાધના ક્ષેત્રમાં આવે છે, ત્યારે તે આત્મતત્ત્વના મૂળ સુધી જવા પ્રયાસ કરે છે. એક ખાસ વિશેષ વાત :- આત્મતત્ત્વમાં જયાં પર્યાયનું ઝરણું છે અને સર્વ પ્રથમ સમયે શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે કારણ કે લગભગ બધા શાસ્ત્રકારનું મંતવ્ય છે કે નાભિકમળમાં આત્મા દ્રવ્યના આઠ પ્રદેશો શુદ્ધ રૂપે અસ્તિત્ત્વ ધરાવે છે. ફકત આ પ્રદેશો જ કર્મથી સર્વથા અપ્રભાવિત છે. જે શુદ્ધ, શાશ્વત, નિરંજન, સિધ્ધ સમાન છે. મધ્યસ્થાને રહેલા આ શુદ્ધ પ્રદેશો જ તે ચૈતન્ય તત્ત્વોનો મૂળ આધાર છે. જો આઠ પ્રદેશો આવૃત્ત થાય તો સમગ્ર જીવ તત્ત્વ લુપ્ત થાય, પરંતુ અનંતકાળથી પ્રાકૃતિક રુપે આ અષ્ટમંગલ પ્રદેશ સર્વથા નિરાવરણ રહીને આત્મહત્ત્વના અસ્તિત્ત્વને કાયમી જાળવી રાખે છે. તે અષ્ટ પ્રદેશમાંથી જ્ઞાનની શુદ્ધ ધારા વહેતી રહે છે. તે જ્ઞાનધારા જયારે સામાન્યરુપે સમઅવસ્થામાં હોય ત્યારે તે વિશુદ્ધ ધ્યાનરુપે અનંત શાંતિની ધોતક છે. આ સૂક્ષ્મધારા સુધી પહોંચવું અને મનોયોગથી ઉપર જઈ મનોયોગના વિકારથી છૂટાં પડી, મનને પોતાની જગ્યાએ ઊભુ રાખી મનસા પરમ અર્થાત્ મનથી પર એવી જે અધ્યાત્મક શ્રેણી છે તેમનું અવલંબન લઈ શુદ્ધ પર્યાયમાં સ્નાન કરી શકે, તે જે અવસ્થા છે તે જીવનનો ઊંચામાં ઊંચો યોગ છે. હવે આપણે મૂળ ગાથા ઉપર આવીએ. “દશા ન એવી જયાં સુધી’ કવિરાજે જે દશાનું વર્ણન કર્યું છે, જેને આપણે ખૂબ ઊંડાઈથી વિવેચન કર્યું છે, તે દશા પ્રગટ થયા પછી જીવ સ્વયં આ અંતરાત્માનો જોગ પ્રાપ્ત કરે છે અને શુદ્ધ પર્યાય રુપ, મૂળ ધારા રુપ ચૈતન્યવૃત્તિને જ્ઞાનમાં સ્થાપિત કરે છે અને એક અદભૂત યોગનો લાભ પ્રાપ્ત કરે છે. પરંતુ અહીં કવિરાજે નિષેધ ભાવે કહ્યું છે કે જે દશાની જરુર છે તેવી દશા જયાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી આ જીવ આપણે જે અંતરજોગ કહ્યો છે તે જોગને મેળવી શકતો નથી. ગાથાનું તાત્પર્ય છે કે આ જોગ વિશેષ જ્ઞાનાત્મક, ભાવાત્મક અને આગળ વધીને કહો તો ધ્યાનાત્મક જોગ છે. સૂક્ષ્મ ભાવદષ્ટિએ નિશ્ચિત ૫ અંતરાત્માનો જોગ છે, પરંતુ બાહ્ય દષ્ટિએ આવા સદગુરુ જે આંતરશ્રેણીમાં પ્રવેશ કરાવી શકે છે તેવા વ્યકિતનો જોગ પણ જીવને પ્રાપ્ત થતો નથી. પ્રાપ્ત ન થવામાં દશાનો અભાવ છે અને તેવા પરમ પુણ્યનો પણ અભાવ છે. બન્ને કારણોના અભાવથી આ ઉત્તમ જોગનો પણ અભાવ બની રહે છે. જેમ વ્યકિતનો જોગ છે તેમ ઉત્તમ સ્થાન, ઉત્તમ સંગ અને ઉત્તમ પ્રવચન ઈત્યાદિનો પણ બાહ્ય જોગ અંતરજોગમાં કારણભૂત હોવાથી તે પણ બધા સુજોગના જ અંગ છે. ૩૮૦

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412