Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વિચારીએ ત્યારે તે યોગ બની જાય છે અને યોગ તે સમગ્ર ભારતવર્ષની સંસ્કૃતિ છે, ભારતમાં હજારો સંપ્રદાય છે પરંતુ બધા સંપ્રદાયોએ ઓછે વત્તે અંશે યોગ માર્ગનો સ્વીકાર કર્યો છે, જેને અષ્ટાંગયોગ કહેવાય છે. એ યોગ બધા ધર્મમાં વ્યાપક છે. આ અષ્ટાંગયોગનો જૈન પરંપરામાં પણ ઘણે અંશે સ્વીકાર કરેલો છે.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ અષ્ટાંગયોગમાં જૈનદર્શનમાં આસન સુધીના ત્રણેય યોગ પૂર્ણ રીતે સ્વીકારવામાં આવ્યા છે. પ્રાણાયામ ઉપર ઓછું વજન આપ્યું છે અને બાકીના ધ્યાન, ધારણા અને સમાધિ, એ તો જૈન ધર્મનું પરમ સાધ્ય છે. ખરું પૂછો તો જૈનધર્મમાં અષ્ટાંગયોગનો પૂરેપૂરો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશેષ રુપે તપશ્ચર્યા ઉપર અધિક ધ્યાન અપાયું છે. સ્વયં હેમચંદ્રાચાર્યજીએ યોગશાસ્ત્રની રચના કરી છે અને યોગનું વિધાન પણ કર્યુ છે અસ્તુ.
અહીં આપણે યોગમાર્ગ પર આટલો દષ્ટિપાત કર્યા પછી હકીકતમાં યોગ શું છે ? કવિરાજ અહીં જીવ લહે નહીં જોગ' એમ કહીને કયા જોગનો ઉલ્લેખ કરે છે તે સમજવા પ્રયાસ કરીએ.
અહીં થોડી સૂક્ષ્મ વાત આવે છે. જૈનદર્શન દ્રવ્ય, ગુણ અને પર્યાયનું વિધાન કરી સમગ્ર વિશ્વના પદાર્થો કઈ રીતે ગતિમાન છે તેનું દિગ્દર્શન કરે છે. દ્રવ્ય તે પદાર્થનો શાશ્વત અંશ છે અર્થાત્ પદાર્થની મૂળભૂત સંપત્તિ છે, પરંતુ આ બધા દ્રવ્યો પોતપોતાના સ્વતંત્ર ગુણોથી વ્યાપ્ત છે, ગુણો અલગ અલગ ક્રિયમણ હોવા છતાં ગુણોને દ્રવ્યોથી છૂટા પાડી શકાતા નથી અને દ્રવ્યને પણ ગુણથી છૂટું પાડી શકાતું નથી. પાંચે આંગળીઓ સ્વતંત્ર હોવા છતાં તે બધી આંગળીઓ હાથ છે, આંગળીઓમાં હાથ છે અને હાથમાં આંગળીઓ છે. વિવેચનને આધારે તેની વિવક્ષા થાય છે પરંતુ જૈનદર્શનનો અનેકાંતવાદ બન્નેને એક અને અનેક રીતે જાણે છે. આ આખો દાર્શનિક સિધ્ધાંત છે, તે સુપ્રસિધ્ધ છે એટલે અહીં ટૂંકો ઉલ્લેખ કરી પદાર્થનું જે ત્રીજું અંગ પર્યાય છે, તેને પણ જાણી લઈએ. દ્રવ્ય અને ગુણ તે પદાર્થની સ્થાયી સંપતિ છે, શાશ્વત સંપત્તિ છે, અખંડ, અવિનાશી, ધ્રુવ અંશ છે. દ્રવ્ય ધ્રુવ હોવાં છતાં શાંત નથી પરંતુ ક્રિયમાણ છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રાકૃતિક ક્રિયા સંચાલિત છે. જૈન ધર્મમાં તેને વિસ્રસા તથા પ્રયોગશા પરિણામ કહેવામાં આવે છે અર્થાત્ આ ક્રિયા સ્વતઃ પણ થાય છે અને પ્રયોગથી પણ થાય છે. સમગ્ર દ્રવ્ય ચેતન અને અચેતન છે, જડ અને ચેતન એવા બે ભાગમાં વિભકત છે. જડ પોતાના ગુણધર્મોથી કે પોતાની ક્રિયમાણ પર્યાયથી પ્રચાલિત થયા કરે છે. જયારે જીવ દ્રવ્ય પોતાની જ્ઞાનાત્મક પર્યાયોથી એક વિશિષ્ટતા ધરાવે છે જે જ્ઞાનતત્ત્વ છે, તે જ ચેતનતત્ત્વ છે. ખરા અર્થમાં તે ફકત જ્ઞાનસ્વરુપ જ છે ભકતામરમાં પણ કહ્યું છે કે, 'જ્ઞાનસ્વરૂપમમત પ્રવત્તિ સન્તઃ સંતોએ આ આત્મતત્ત્વને નિર્મળજ્ઞાન સ્વરુપ બતાવ્યું છે.
અહીં હવે આપણે થોડી ઊંડાઈમાં ડૂબકી મારીએ. જીવ દ્રવ્ય અનાદિકાળથી સર્વથા સ્વતંત્ર નથી, કર્મથી આબધ્ધ છે. કર્મ એ પણ જીવની પોતાની જ કૃતિ છે જેને ભાવકર્મ કહી શકાય છે
અસ્તુ.
અહીં મૂળ વાત પર આવીએ. કર્મની આ ઉદયમાન સ્થિતિમાં જીવની જે પર્યાય છે, તે શુધ્ધ
૩૭૯