Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

Previous | Next

Page 386
________________ * : " ગાથા૩૯, 'દશા ન એવી જયાં સુધી, જીવ લહે નહીં જોગ, 'મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ | પ્રથમ પદમાં જ પ્રશ્ન ઉદ્ભવે છે “દશા ન એવી” અર્થાત્ કેવી દશા? અહીં દશાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? “જયાં સુધી એ બીજો પ્રશ્ન છે. આ બન્ને પ્રશ્નોમાં એકમાં સ્વરૂપકથા છે અને એકમાં સીમાકથા છે, પ્રથમ પ્રશ્ન દશા કેવી છે તે સમજવાનું છે અને બીજા પ્રશ્નમાં જયાં સુધી એટલે કયાં સુધી ? કઈ સીમા સુધી ? કઈ હદ સુધી ? આ સીમા તે સ્થાનવાચી પણ હોય છે અને કાળવાચી પણ હોય છે. ઝીણવટથી વિચારીએ તો દ્રવ્ય સીમા અને ભાવ સીમા, આ સીમાઓ તેમાં ગર્ભિત છે અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારે બોલથી જયાં સુધી નિર્ણય ન થાય અને આ ચારે ભાવોની સીમા સુધી જે દશાનું વર્ણન કરે છે તે દશા વિસ્તાર ન પામે તો પરિણામ શું આવે તે સ્વયં શાસ્ત્રકાર આગળના પદોમાં કહે છે. આપણે દશાના સ્વરૂપની અને તેની સીમાની બધી રીતે નાડી તપાસી શું મંતવ્ય છે તે જાણવા માટે તત્ત્વસરિતામાં એક ડૂબકી મારશું. | દશા ન એવી જ્યાં સુધી : બીજા પદમાં “જીવ લહે નહીં જોગ” અર્થાતુ જે યોગની જરૂર છે, જીવ માટે જે આવશ્યક યોગ છે, જે સ્થાનની પ્રાપ્તિની જરૂર છે, તેવા સ્થાન સુધી પહોંચી શકતો નથી અને તેના કારણરુપ પ્રથમ પદમાં જ શાસ્ત્રકાર કહે છે કે જયાં સુધી આવી ઉત્તમ દશા પ્રાપ્ત ન થાય અથવા અમે જે દશાનું વર્ણન કરી ગયા છીએ તે દશા ન આવે, જીવની તેવી અવસ્થા ન થાય અને જે પર્યાયો ખીલવી જોઈએ તે પર્યાયો જયાં સુધી ન ખીલે ઈત્યાદિ કારણો બતાવી સ્પષ્ટ કર્યું છે કે જીવની કોઈ એક દશા છે જે દશા પ્રગટ થવાથી જીવ ઉત્તમ યોગ પામે અહીં જયાં સુધી' શબ્દ કહ્યો છે તે આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે કારણકે દશા એક સાથે પ્રગટ થતી નથી. દશા પ્રગટ થવામાં કોઈ એક નિશ્ચિત ક્રમે છે, કોઈ એક નીચેના બિંદુથી લઈ ઉપરના બિંદુ સુધી ક્રમિક પર્યાયો વિશીસ પામતી જાય છે. શૂન્યથી લઈને જેટલા અંકની જરૂર છે તેટલા અંત સુધી એક પછી એક ઉજ્જવળ પર્યાયોનો વિકાસ ન થાય ત્યાં સુધી તે દશા સોળ આના પ્રગટ થતી નથી. ઉદાહરણઃ જેમ કોઈ કહે કે જયાં સુધી ચંદ્રની પૂરી કળાઓ ન ખીલે ત્યાં સુધી તે પુનમ કહેવાતી નથી, જયાં સુધી બાળક યૌવન અવસ્થાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે કોઈ વિશેષ કામ માટે યોગ્ય બનતો નથી, જયાં સુધી વાછરડો પૂરો બળદ ન બને ત્યાં સુધી તે ખેતીને લાયક નથી. આવા બધા ઉદાહરણથી સમજી શકાય છે કે જ્યાં સુધી જે શબ્દ મૂકયો છે તે ક્રમિક વિકાસને સૂચવે છે. એક પછી એક યોગ્ય પર્યાયો પ્રગટ થતી જાય અને તેમાં મોહાદિક અથવા મોહજન્ય પર્યાયોની બાધા ન ઉદ્ભવે અથવા સ્વયં અન્ય મિથ્યાત્વ આદિ પરિણામોથી કુતર્ક કે

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412