________________
પર્યાયશીલ છે અને સ્વયં પણ એક શાશ્વત દ્રવ્ય છે તેવા નિર્મળ જ્ઞાનભાવને વાગોળી આ અદ્ભૂત માર્ગનો સ્પર્શ કરે છે. જેમ પદાર્થ એક છે, તેમ આ તેનો માર્ગ પણ એક જ છે તેમ નિહાળી જેમ યોગીરાજે કહ્યું છે તેમ “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ” તે શબ્દને પોકારી ઉઠે છે. તેના અંતરાત્મામાંથી આ ધ્વનિ પ્રગટ થાય છે.
અહીં ત્રણ કાળ એમ કહ્યું છે, તે પણ બાહ્ય દ્રષ્ટિએ કહેલું છે. કાળ તો એક જ છે. તેના ભૂત-ભવિષ્ય–વર્તમાન, એવા ત્રણ પાસા હોવાથી સ્થૂળ રીતે ત્રણ કાળ એવો શબ્દ બોલાય છે. નિશ્ચય દ્રષ્ટિએ તો કોઈપણ પદાર્થની સંખ્યાનું સાચુ વિશેષણ એકત્ત્વ છે. પરંતુ બૌધ્ધિક રીતે સમજવા માટે કાળની આ અવસ્થાઓને માટે ત્રણકાળ એમ બોલાય છે. અહીં આપણે એક શબ્દ ઉપર ગંભીરભાવે વિવેચન કર્યું છે અને અદ્વૈતના દર્શન કરી આગળ વિચારીએ. “એક હોય” આમાં “હોય” શબ્દ સંભાવના સૂચક છે અને નિશ્ચયભાવ સૂચક પણ છે. પ્રથમ સંભાવના રૂપે વિચારીએ. અર્થાત્ અહીં અનુમાન કરવામાં આવે છે કે સત્યના સિધ્ધાંતોમાં એકપણું હોવું જોઈએ. સિધ્ધાંત શબ્દ સત્ય સાથે સંબંધ ધરાવે છે. જો સત્ય એક હોય તો સિધ્ધાંત પણ એક જ હોવો જોઈએ. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સત્ય શું છે ? સત્ય કોને કહેવાય ? બધા શાસ્ત્ર કે સંપ્રદાયોમાં સત્યની ઉપાસના કરવામાં આવી છે. અને સત્યને સર્વોપરી માનવામાં આવ્યું છે. સત્ય ન હોય તો ધર્મ, વ્રત નિયમો કે શાસ્ત્રો ખોટા સિકકા જેવા બની જાય છે. સત્ય તે સાર છે, આમ સત્યનું આટલું બધુ મહત્ત્વ હોવા છતાં સત્યની સ્પષ્ટ વ્યાખ્યા જોવા મળતી નથી.
મહાત્મા ગાંધી પોતે પોતાને સત્યના પરમ ઉપાસક માનતા હતા, પરંતુ જયારે તેને પૂછવામાં આવ્યું કે સત્ય શું છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે સત્ય મને સમજાય છે, પરંતુ તેની વ્યાખ્યા શું કરી શકતો નથી. સત્યની વ્યાખ્યા કરતા મારી નજર સામે અંધારું છવાઈ જાય છે. છતાં કોઈ મને પૂછે તો એટલું જ કહી શકું છે તે સત્ય. તેણે અંગ્રેજીમાં કહ્યું છે એ સત્ય છે. પરંતુ આ વ્યાખ્યા પણ અપૂર્ણ છે કારણ કે “છે' શબ્દ વર્તમાનકાળનો સૂચક છે જયારે સત્ય તે સૈકાલિક
છે. અસ્તુ.
આપણે મૂળ વાત પર આવીએ કે સત્યની વ્યાખ્યા શું છે ? દર્શનશાસ્ત્રના પરમ ધારક આદ્ય શંકરાચાર્યજીએ ઉપનિષદની ટીકામાં સત્યની સચોટ વ્યાખ્યા આપી છે અને લખ્યું છે કે “કલા વ્યભિચારીત્વમ્ સત્યમ્” અર્થાત્ જે પરિણામે ઠોસ રૂપ હોતું નથી, જેના પરિણામમાં દોષ આવતો નથી, નિશ્ચિત પરિણામ પ્રગટ કરતું હોય, તે સત્ય છે. આ નિશ્ચિત પરિણામ આપવાનો ગુણધર્મ બધા કાળમાં સમાન છે. તેથી અખંડ રૂપે આ સિધ્ધાંત જળવાઈ રહે છે. આ પરમ સત્યનો "એક હોય ત્રણ કાળમાં" એ વાકયમાં ઉદ્ઘોષ છે અથવા પૂર્ણ સંભાવના છે. આ અનુમાન કેવળ બૌદ્ધિક અનુમાન નથી, પણ પ્રમાણભૂત અનુમાન છે. અનુમાનને પણ એક પ્રમાણ માનવામાં આવ્યું, તો અહીં એક હોય એમ જે કહ્યું છે, તેમાં સંભાવના સૂચક જે અનુમાનનો ભાવ છે તે અનુમાન પ્રમાણભૂત છે. એમ કહીં શાસ્ત્રકાર સ્વયં કહે છે કે પરમાર્થનો પંથ ત્રણે કાળ માં એક હોવો જોઈએ, એક છે અને આ પરંપરાથી જળવાયેલો પંથ આદિકાળથી એક રૂપે જ ચાલ્યો આવે છે. તેનું રૂપાંતર થતું નથી. રૂપાંતર થયું નથી, રૂપાંતર થવાની શક્યતા નથી. સત્ય