Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અસ્તુઃ આટલું સમાધાન આપવાથી આજ્ઞાધાર પરાધીન બને છે તે શંકાનો લય થઈ જાય છે.
ઉપોદ્દાતઃ અહીં આ પદોમાં જેમ આત્મતત્ત્વ શાશ્વત છે તેમ તેનો માર્ગ પણ સૈકાલિક શાશ્વત છે, તેમ શાસ્ત્રકાર જણાવે છે. ઉદ્ઘોષ એ જાતનો છે કે જેમ કાળતત્ત્વ શાશ્વત છે તેમ આ માર્ગ પણ શાશ્વત છે. ત્રણે કાળ તેનું અધિકરણ બને છે. આમ ત્રણે કાળના ઉદરમાં બરાબર પરમાર્થ માર્ગના દર્શન થાય છે. આમ કાળને અને પરમાર્થ માર્ગને પરસ્પર જોડવામાં આવ્યા છે, પરંતુ બીજી રીતે વિચારતાં તે સૈદ્ધાંતિક સત્ય સામે આવે છે કે કાળનો પ્રવાહ શાશ્વત અને સ્વતંત્ર છે. આમ બને ધારાઓ એક સાથે વહે છે તેનું ઉદ્દબોધન કરવા માટે આ ગાથામાં કાળનું અવલંબન કરવામાં આવ્યું છે અને આવા નિશ્ચિત સિધ્ધાંત ઉપર બાકીના વ્યવહાર માર્ગે સ્થાપિત થયા છે. આધ્યાત્મિક તત્ત્વ સમાનરૂપે હોવા છતાં તેના વ્યવહારિક રૂપો પણ પ્રગટ થાય છે. જેમ કોઈ કલાકાર ભવન નિર્માણની કળાને જાણતો હોય અને કળાના બધા સિધ્ધાંત કળાશાસ્ત્રમાં
સ્થાપિત થયા હોય તો આ આખી કળા અને કળાનું જ્ઞાન સમાન રૂપે શાશ્ર્વત હોય છે પરંતુ તે કળાના આધારે જુદા જુદા પ્રકારના ભવનના નિર્માણ થતાં હોય છે, તે તેનું બાહ્ય ક્રિયાત્મક રૂપ છે. બીજની શકિત સમાન હોવા છતાં નિમિત્ત કારણોના સહયોગથી તેની ગુણધર્મિતામાં હાનિ વૃધ્ધિ થાય છે.
આ આખી ગાથા નિશ્ચય અને વ્યવહાર સ્પર્શ કરી એક મહત્ત્વપૂર્ણ પાયાની વાતને ઉજાગર કરે છે. જે ઉપર આપણે ગાથાથી જ સમજવા પ્રયાસ કરીએ.
૩જ