Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
::
:
::
::
:
:::
::
:
:
::::::
:::
જાય છે.
- સામાન્ય રીતે આજ્ઞા એ જેટલો સમજવાનો વિષય નથી તેનાથી વધારે ક્રિયાત્મક એટલે આચરવાનો વિષય છે. આજ્ઞા શિરોધાર્ય કર્યા પછી માણસ તર્ક કતર્ક અને માનસિક વિચારોની પ્રચંડ જાળમાંથી મુકત થઈ એક સરળ માર્ગ પર આવી શકે છે. અહીંથી તેનો ભકિતયોગ આરંભ થાય છે તેથી જ ગુરુદેવે કહ્યું છે, “વર્તે આજ્ઞાધાર” અને તે પણ, ત્રણે યોગને એકરૂપ કરીને આજ્ઞાનું પાલન કરે છે. અર્થાત્ હવે તેને કોઈ તર્ક કુતર્ક કરવાનો અવકાશ રહેતો નથી. અને આત્મતત્ત્વને છોડી અન્ય લક્ષના વિચારો કરવાનો પણ અવકાશ રહેતો નથી. અત્યારે સદ્ગુરુ તે જ શુદ્ધ આત્માનું જાણે પ્રતિબિંબ હોય તે રીતે સદ્ગુરુને જ શુધ્ધ આત્મા સમજી ઉપાસના કરે છે. હકીકતમાં સરુ સ્વયં પણ એક શુધ્ધ પર્યાયને ભજતા આત્મા જ છે. આત્મા જયારે પરમભાવનો સ્પર્શ કરે ત્યારે પરમાત્મા બને છે અને પરમાત્માઓને સ્પર્શ કરતા સદગુરુ પણ શિષ્ય માટે પરમાત્મા સમ હોવાથી ત્રિયોગે તેની આજ્ઞાધારણ કરવાથી સ્વયં આજ્ઞાનો ધારક પણ આત્માર્થી બને છે. આ રીતે આખી ગાથાની એક વાકયતા એ છે કે કપટ રહિત વક્રભાવ છોડી શુધ્ધ ભાવે સદ્ગુરુની ભકિત કરવાનો આદેશ છે. આટલો વિચાર કહો કે સારાંશ કહો તે સમજીને અહીં આપણે ૩પમી ગાથા સમાપ્ત કરી થોડો સારાંશ આપી ૩૬મી ગાથાનો વિચાર કરીએ.
ઉપસંહાર : સારાંશ એ છે કે મનુષ્ય એકલો સ્વયં પોતાના માર્ગનો કે ભાગ્યનો નિર્ણય કરી શકતો નથી. તેમને સદ્ગુરુના અવલંબનની ખાસ આવશ્યકતા છે અને તે ગુરુ પણ પરમાર્થના સાધક હોવા જોઈએ, જે શિષ્યને આત્મજ્ઞાનના રસ્તે ચડાવે છે. શિષ્યમાં પણ ત્રણે યોગની સરળતા હોવી જોઈએ. શિષ્ય જો બરાબર આજ્ઞાનું પાલન કરે તો આત્માર્થની ઉપલબ્ધિ થાય અને આત્માર્થી બનવાના લક્ષણ પણ તેમાં પ્રગટ થાય. હવે આગળ ચાલીને તેમને એક નકકરમાર્ગ હાથમાં આવે છે. તેનું ચિત્ર ૩૬મી ગાથામાં જોવા મળે છે. ટૂંકમાં આ ગાથાનો સાર કહ્યા પછી મહત્ત્વપૂર્ણ એવા વ્યવહાર નિશ્ચયનો પ્રતિભાસ આપતી ૩૬મી ગાથાની સરિતામાં સ્નાન કરીએ.
ઉપર્યુકત ગાથામાં જે શંકા છે કે જીવ સંપૂર્ણ આજ્ઞાધારી બને તો શું તે એક રીતે પરાધીન દશાનો સ્વીકાર કરતો નથી ? અને જેને રાજનીતિ કે સમાજશાસ્ત્રમાં પણ માનસિક ગુલામી કહેવામાં આવે છેશું તે દૂષણ તો નથી ને ? જવાહરલાલ નહેરૂએ લખ્યું છે કે કોઈપણ રાષ્ટ્રની પ્રજા શાસકની માનસિક ગુલામીનો સ્વીકાર કરે છે ત્યારે આખું રાષ્ટ્ર પરાધીન થઈ જાય છે. અસ્તુ
અહીં આ શંકા અસ્થાને છે. કારણ કે જ્ઞાનપૂર્વક સ્વીકારેલી આજ્ઞા અને આજ્ઞાનું ઔચિત્ય જે સાધક સમજે છે તે સ્વતા, સ્વયં, સ્વ ઉન્નતિને આધારે તે ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરે છે, એ આજ્ઞાનો ધારક બને છે. અહીં પણ કવિરાજે આજ્ઞા આધીન તેવો શબ્દ વાપર્યો નથી, પરંતુ આજ્ઞાધાર એવો શબ્દ લખ્યો છે. આ શબ્દ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે અને તે આજ્ઞાનો ધારક બને છે. ધર્મને અનુકુળ જે સિધ્ધાંત હોય તેને આજ્ઞા કહેવામાં આવે છે. ધર્મથી વિપરીત આચરણ તે આજ્ઞા કોટિમાં આવતી નથી. અને આવી પ્રતિકુળ અયોગ્ય આજ્ઞા આ આજ્ઞાધાર સ્વીકાર પણ કરતો નથી. માનસિક ગુલામીમાં જીવ આજ્ઞાની યોગ્યતા કે અયોગ્યતાનો વિચાર કરી શકતો નથી. ગમે તે પાપાચારણ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. હકીકતમાં તે આજ્ઞાધાર બનતો નથી.
: 000000ee8 ૩૪૩ :