Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે, પાછળ ગાથાઓના અર્થને તે તો વિચારે જ, ઉપરાંત પોતે દુનિયાદારીના જે કડવા અનુભવ લીધેલા છે, સંસારના જે મિથ્યા ફેરાથી થાકયો છે અને અત્યાર સુધી જે પાણી વલોવ્યું છે તેનો પણ વિચાર કરે.
એમાં વિચારે અર્થાત્ મેં જે જાણ્યું છે તે કેટલું અપૂર્ણ છે અને આ જ્ઞાનની ગાથાઓમાં જે કહ્યું છે તે કેટલું પરમાર્થમૂલક છે એમ વિચારે. પોતાના અનુભવોના આધારે અને આ ઉપદેશથી બીજાનો તાલમેલ કરી એમ વિચારે કે હવે મારે કોઈ સાચા વિજ્ઞાતા પાસે પહોંચવાની આવશ્યકતા છે.
શાસ્ત્રમાં જીવને વિચાર કરવા માટે બાર ભાવનાઓ આપેલી છે. જેમાં અનિત્યભાવના, અશરણભાવના, સંસારભાવના અને એકત્વભાવના ઈત્યાદિ. બધી ભાવનાઓ સંસારનું સ્વરુપ ઉઘાડું કરે છે. જીવ એમ વિચારે કે આ બધું કેટલું ખોટું છે, એમ વિચારે કે હું રણપ્રદેશમાં યાત્રા કરી રહ્યો છું. પાણીનું એક બિંદુ મળી શકવાની શક્યતા નથી, આવા અવસરે એમ વિચારે કે અત્યારે મને તત્ત્વ સાંભળવાનો યોગ મળ્યો, ૩૬ ગાથાઓના ભાવ મારા કાને પડ્યા અને જગતમાં કોઈ પરમાર્થનો સાચો માર્ગ છે, તે જાણવાની જરુર છે એમ વિચારે. અહીં શાસ્ત્રકારે એમ વિચારે' કહીને એક અદ્ભુત પ્રેરણા આપી છે. ભૂતકાળના અસંખ્ય જન્મોમાં જીવ કશો પરષાર્થ કરી શકયો નથી અને અત્યારે અવસર મળ્યો છે એમ વિચારે, વાહ ! ગુરુદેવ એમ વિચારવાનું કહીને જીવની જે કાંઈ વિચારશકિત છે, જે કાંઈ બધ્ધિમત્તા છે, તેને જાગૃત કરી સાચી રીતે વિચારવા માટે ઉત્તેજના આપે છે. જીવ એમ વિચારે એમ કહીને અત્યાર સુધી જે નથી વિચાર્યું અને જે નથી જાણ્યું કે નથી સાંભળ્યું તેવા અહોભાવ પ્રગટ કરવા માટે એમ વિચારે કે હવે મારે અપૂર્વવાણી અને અપૂર્વભાવ પ્રાપ્ત કરવા છે. એક રીતે પૂર્વે વિચારેલું વમન કરી એમ વિચારે હવે મારે સત્ય ગ્રહણ કરવું છે તો કયાં જવું અને શું કરવું ? આમ તો જૂઓ એમ કહીને અનંતકાળની જીવની દર્દશાનો આભાસ આપી સાચું વિચારે અને ભવિષ્ય કાળ સ્વર્ણમય બને એમ વિચારે. અહીં વિચાર એવો શબ્દ વાપર્યો છે. વિચારશકિત તે બધી ક્રિયાઓનું બીજ છે. જયાં સુધી સાચું વિચારે નહીં, સાચા જ્ઞાતાને શરણે જાય નહીં ત્યાં સુધી પરમાર્થ પંથને ઓળખવાના બીજ અંકુરિત ન થાય. વિચાર એ બીજશકિત છે. જીવને મનોયોગની પ્રાપ્તિ થયા પછી અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થયા પછી વિચારશકિતનું ઉદ્ઘાટન થાય છે. શું કરવું અને શું ન કરવું એમ વિચારવાની યોગ્યતા આવે છે. આ યોગ્યતા જ્યાં સુધી પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી જીવ ઓઘસંજ્ઞાથી કર્મ કરે છે, જીવન ધારણ કરે છે અને પ્રાપ્ત થયેલા વિષયોમાં રમણ કરી સુખ દુઃખનો અનુભવ કરતા જન્મ મૃત્યુના ચકકરમાં રહે છે. એકેન્દ્રિયથી લઈ સંજ્ઞી તિર્યંચ પચેન્દ્રિય અને દેવતા સુધી પણ ઓઘસંજ્ઞા કામ કરતી હોય છે. ઓઘસંજ્ઞાનો જયાં સુધી પ્રભાવ હોય ત્યાં સુધી કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય કરવાની જીવમાં શકિત હોતી નથી, પરંતુ જયારે ઓઘસંજ્ઞાની તંદ્રા તૂટે છે, પુણ્યનો પ્રભાવ વધે છે, ક્ષયોપશમની માત્રામાં વધારો થાય છે, મોહનીય કર્મના ઉદયભાવો પાતળા પડે છે ત્યારે વિચાર શકિતના બીજ અંકુરિત થાય છે.
વિચાર તે વાહન છે, એક વહન છે, એક પ્રવાહ છે અને એક પ્રકારે તે એક દર્પણ પણ છે. ચર એટલે ચાલવું. ચાલવું એટલે સંચલન થવું. યોગોમાં ક્રિયાત્મક ભાવો આવવા. તેનાથી ચર
૩પપ