Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
છે. અહીં કષાયનો ઉપશમભાવ કહ્યો છે તે હકીકતમાં એક સૈદ્ધાત્ત્વિક સત્ય છે. મોહનીય કર્મનો ઉપશમ થાય અથવા જીવ ઉપશમ કરે તો તે તેના પુરુષાર્થ ક્ષેત્રમાં આવે છે, સાધનાપૂર્વક કષાયનો પ્રતિરોધ કરી મનોયોગ દ્વારા કે સ્વ પુરુષાર્થ વડે જીવ ઉપશમભાવોને પ્રાપ્ત કરી શકે છે, જેથી અહીં કષાયની ઉપશાંતતા એમ કહ્યું છે. મતલબ છે કષાયને ખંખેરો અને ઉપશમને વરો. જે વ્યકિત કષાયને ખંખેરી ઉપશમભાવને વરે છે, તે આત્માર્થી છે. આત્માર્થને પ્રાપ્ત કરવાનો એક માર્ગ છે અને તેથી આ ઉપશમરસ તેનું એક લક્ષણ બની જાય છે. આ ૩૮ મી ગાથાનું પ્રથમ પદ જીવ માટે પુરુષાર્થનો એક દરવાજો ખોલે છે, એક તાળ ઉઘાડે છે. આ પુરુષાર્થ કરવામાં ખરેખર જે જીવે સાંસારિક અભિલાષાઓ સંકેલી લીધી હોય અને માત્ર એક મોક્ષ અભિલાષા તે સાધ્ય માન્યું હોય તો જ આવો પુરુષાર્થ કરી શકે છે. માત્ર મોક્ષની એક અભિલાષા અને કષાયની ઉપશાંતતા તે બન્નેમાં પણ કારણ કાર્યનો સંબંધ છે અર્થાત્ સાધન સાધ્યનો સંબંધ છે.
અભિલાષાની શ્રેષ્ઠ ભૂમિકા : મોક્ષ અભિલાષા એટલે શું? સાધારણ રીતે માણસ એમ માને છે કે મોક્ષ તે પ્રાપ્ત કરવાની વસ્તુ છે. પરંતુ હકીકતમાં મોક્ષ કે મુકિત, તે એક છૂટકારાવાચી શબ્દ છે અર્થાત્ છૂટવાનું છે. વસ્તુતઃ સિધ્ધત્વદશા તે અભિલાષાનો વિષય નથી. જયારે બધી અભિલાષાઓ સમાપ્ત થાય, ઈચ્છા માત્ર શેષ થઈ જાય ત્યારે સિદ્ધત્વ પ્રગટ થાય છે. અહીં માત્ર “એક મોક્ષ અભિલાષ' એમ કહ્યું છે, તેનો ખરો અર્થ જાણીએ. હકીકતમાં બધા સાંસારિક ભાવોથી છૂટવાની અભિલાષા અને કર્મબંધનથી પણ છૂટો થાય તેવી અભિલાષા, તે મોક્ષની અભિલાષા છે. જેલમાં રહેલો કેદી છૂટવાની અભિલાષા કરે છે. છૂટયા પછી બહારની સ્વાધીનદશા તો સ્વતઃ પ્રાપ્ત છે. અભિલાષા તે એક રાગનો પરિણામ છે, પરંતુ સાંસારિક બધી અભિલાષાઓ કરતાં આ મુકિતની અભિલાષા તે પ્રશસ્તરાગ છે અને સંસારથી મુકિત થાય, તેની સાથે સાથે આ રાગથી મુકિત થવાની છે, જેથી આ અભિલાષા તે મુકિતનું નિમિત્ત કારણ છે. અભિલાષા તે શું છે ? તે પણ એક અધ્યાત્મ વિષય છે. વ્યાકરણ શાસ્ત્રોમાં પ્રથમ વિભકિતની વ્યાખ્યા કરતા વ્યાકરણ કર્તા પૂછે છે ‘કિમ્ તાવત્ કર્તુત્વ ? અર્થાત્ પ્રથમ વિભકિત કર્તા અર્થે હોય છે. તેથી કતૃત્ત્વ શું છે? તેની વ્યાખ્યા કરવામાં આવે છે. જ્ઞાનેચ્છા યત્વવત્ કર્તુત્વ' અર્થાત્ કર્તૃત્ત્વના ત્રણ અંશ છે જ્ઞાન, ઈચ્છા અને યત્ન. જ્ઞાન તે જીવનો પરિણામ છે. ઈચ્છા તે અયોગિક વિકારી પરિણામ છે. કેટલાક આચાર્યો ઈચ્છાને માનસિક પ્રવૃત્તિ પણ માને છે. જયારે જૈન દર્શનમાં મનોયોગનો પ્રયોગ થયા પહેલા જે ઉદયમાન પરિણામો છે તેમાં ઈચ્છાનો સમાવેશ કર્યો છે. ઈચ્છાને સંજ્ઞા, અભિલાષા, સ્પૃહા, તૃષ્ણા, લોભ, ઈત્યાદિ શબ્દોથી સમજાવવામાં આવે છે અર્થાત તે આધ્યાત્મિક વિકાર છે. આ આધ્યાત્મિક વિકાર જયારે યોગનો સ્પર્શ કરે ત્યારે તે યત્ન બને , છે, પ્રયોગાત્મક થાય છે. તેમાં ક્રિયાશીલતા આવે છે, હવે આપણે અભિલાષા ઉપર વિશેષ ધ્યાન - આપી શાસ્ત્રકારનું મંતવ્ય સ્પર્શ કરશું. - અભિલાષા શબ્દનો અર્થ થાય છે દૃષ્ટિની સામે જે દ્રશ્યવાન જગત છે અને તે દ્રશ્યમાન. જગતથી મનુષ્યના ચિત્તપર એક પ્રકારે પ્રભાવ પણ પડે છે. લાષ” કહેતા ચમકતા પદાર્થો. સામા પક્ષમાં નજરની સામે માયા ભરેલું વિશ્વ છે અને સ્વપક્ષમાં મોહાદિગુણો રહેલા છે. આ બન્નેનો
શssed ૩૬૫ ;