Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda

Previous | Next

Page 370
________________ આગળ વધીને કહીએ તો અંતઃકરણમાં કે અધ્યવસાયમાં એવો અર્થ પણ નીકળી શકે છે અસ્તુ. - યોગ–ઉપયોગની જોડી : અહીં “અંતરે' શબ્દની વાસ્તવિક વ્યાખ્યા પ્રત્યે ધ્યાન દઈએ. વિચાર કર્યા પછી “અંતરે” એમ શબ્દ શા માટે મૂકવામાં આવ્યો છે? ગુજરાતી ભાષામાં અંતરનો અર્થ મન થાય છે. વ્યાકરણની દૃષ્ટિએ અંતર એટલે વિભાજન પણ થાય છે. અંતરનો અર્થ એક સીમા સુધી તેનો અર્થ પણ પ્રચલિત છે. સર્વ પ્રથમ આપણે અંતર શબ્દનો ભાવ અર્થ લઈએ. શાસ્ત્ર એમ કહે છે કે મનપર્યાપ્તિ આદિ યોગ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પ્રાપ્ત થાય છે પરંતુ મનની પૂર્વે એક જ્ઞાનવરણીય કર્મના સામાન્ય ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલો જે ભાવ છે તે અંતર છે, અંતઃકરણ છે. અંતર એટલે અંદરનું ઉપકરણ. જૈન દર્શનમાં યોગ અને ઉપયોગ એવા બે શબ્દો આવે છે. યોગ તે દ્રવ્યાત્મક હોવાથી ઉદયભાવજન્ય છે. જયારે ઉપયોગ તે ક્ષયોપશમભાવજન્ય હોવાથી સ્વભાવ પર્યાય છે. ઉપયોગ તે એક પ્રકારે ઉપકરણરુપે પ્રયોગમાં આવે છે અને ત્યારબાદ જો મનોયોગ હોય તો યોગનું પણ સંચાલન થાય છે. આ ઘણી જ ઝીણવટ ભરેલી વાત છે શાસ્ત્રોમાં પણ આને મળતા શબ્દો મળે છે. મલ્વિા , ચિંતિપ, નાવ મળોઈ અર્થાત્ અધ્યવસાયમાંથી પ્રગટ થયેલા ભાવો ચિંતનની શ્રેણીમાંથી પાર થઈ મનોયોગમાં ઉતરી આવે છે. ફરી તે થયું કે અંતર અથવા અંતઃકરણ તે અધ્યાત્મનિષ્ઠ એક પ્રકારનું એવું સાધન છે જે પ્રકાશની રેખા ઉત્પન્ન કરી જીવને દર્શન કરાવે છે. અંતરમાં જે પ્રગટ થાય છે તે મનમાં વિચારેલા ભાવો કરતાં પણ વધારે નિર્મળ અને સૂક્ષ્મ હોય છે, જેથી અંતરના ભાવોનું મૂલ્ય વધારે છે. અહીં એટલે જ ગુરુદેવે “એમ વિચારી અંતરે એમ કહ્યું છે અર્થાતુ વિચાર કર્યા પછી પણ અંતઃકરણની બધી વૃત્તિઓને અનુકૂળ કરી અને શુધ્ધવૃત્તિમાં વિચારોને ભેળવી, જેમ દૂધમાં સાકર નાંખે તો માધુર્ય વધે તેમ અહીં અંતરની વૃત્તિ ભળવાથી વિચારનું માધુર્ય અથવા વિચારની નિર્મળ તામાં વધારો થાય છે. એમ કહો કે વિચાર અને અંતઃકરણ બંને એક થઈ જાય છે. આવી એકરૂપ બનેલી શુધ્ધ ભાવના. હવે તંત્રની બધી આડી અવળી વાતોને મૂકી પરમ અર્થ માટે તેણે જે કાંઈ સાંભળ્યું હતું તેવા પરમાર્થને આપી શકે તેવા સદ્ગુરુની શોધમાં છે. જેમ સાચું સોનું હાથ આવ્યા પછી તે સોના ઉપર ઉત્તમ કારીગરી કરી શકે તેવા કલાકારની શોધ કરવામાં આવે છે. જયારે અહીં તો હજુ પરમાર્થ વિષે સાંભળ્યું છે, એટલે સાચું સોનું કોણ આપી શકે તેમ છે, તેવા સોદાગરની જરૂર છે. કહ્યું પણ છે કે જ્ઞાની ગુરુ તે તત્ત્વના સાચા સોદાગર હોય અર્થાત્ સદ્ગુરુ ભગવંતો પણ ઉચ્ચકોટિના મોટા સોદાગર છે. જેઓ પરમ અર્થ રૂપી મોતીની વહેંચણી કરે છે. આ સોદાગર તો એવા છે કે કશું લીધા વિના પણ સાચા મોતી આપી શકે છે. હવે આવા તત્ત્વચિંતક પરમ અર્થને પામેલા ગુરુની પ્રાપ્તિ કરવા માટે તાલાવેલી છે. એટલે અહીં ગાથાના બીજા પદમાં “શોધે સદ્ગુરુ યોગ” તેમ કહ્યું છે. શોધે સદ્ગશ્યોગ ઃ અહીં “શોધ” શબ્દ ઉપયુકતભાવે મૂક્યો હોય તેવું જણાય છે. શોધ શબ્દ ન્યાયસૂચક છે. જેનો મનોયોગ અથવા મનરુપી કાંટાની સોઈ બરાબર સમતુલ હોય ત્યારે જ માણસ શોધ કરી શકે છે. રાગદ્વેષથી ઘેરાયેલો વ્યકિત સાચો ન્યાય આપી શકતો નથી, સાચી શોધ કરી શકતો નથી. “શોધ' તે બહુ જ માર્મિક અને બુધ્ધિમત્તાને પ્રગટ કરે તેવો શબ્દ છે. ગામ ૩પ૭.

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412