________________
માળાને તો શોભાવે છે જ પરંતુ પ્રત્યેક મોતી પોત પોતાની રીતે એક શોભા પણ ધારણ કરે છે. એ રીતે મણકો દ્વિવિધ પ્રકારનું ભાજન બને છે. આ જ રીતે ૩૬ મી ગાથાના એક એક મણકા અને સમગ્ર ૩૬ મી ગાથાની એક માળા ત્રિવિધ બોધપાઠ ઊભો કરી પરમાર્થ અને વ્યવહાર બને ઉપર ઉત્તમ પ્રકાશ પાથરી સાધકને પ્રકાશના ક્ષેત્રમાં લાવી મૂકે છે. અંધકારમાં ભટકેલો જીવ જેમ પ્રકાશમાં આવે તેમ આ ગાથા પ્રકાશમાં લાવી તેના સકળ વ્યવહારને સંમત માની એક ઉત્તમ બોધપાઠ આપી જાય છે.
અહીં આ ગાથા પૂરી કરી ગાથાનો ઉપસંહાર જણાવી ૩૭ મી ગાથામાં પ્રવેશ કરશું.
ઉપસંહાર : આખી ગાથાનો સારાંશ એ છે કે સત્ય ત્રણકાળમાં એક જ હોય છે અને પરમાર્થનો પંથ પણ સત્ય આધારિત છે. જેથી આ સિદ્ધાંત પણ સદા માટે એક સરખો અસ્તિત્વ ધરાવે છે. મનુષ્ય કલ્પેલા નિયમોમાં કે બનાવેલા કાયદા કાનુનોમાં ફેરફાર થતો રહે છે, થઈ શકે છે, પરંતુ પ્રકૃતિના કે વિશ્વ જગતના જે કાયદા કાનુન છે તે શાશ્વત અને સૈકાલિક છે, તેમાં બાંધછોડ થતી નથી, તેનો જે સ્પર્શ કરે તેને તે નિશ્ચિત પરિણામ એટલે કે ફળ આપે છે. આ પ્રાકૃતિક સિધ્ધાંતોને આધારે જીવનનું જે ઘડતર કરે છે તેનો સકળ વ્યવહાર શાસ્ત્ર-સંમત થઈ જાય છે, અથવા બીજી રીતે કહો, તો એમનો વ્યવહાર માન્ય થઈ જાય છે, માન્ય રાખવા જેવો બની જાય છે. પ્રકૃતિના કે દ્રવ્ય જગતના કે આધ્યાત્મિક તત્ત્વોના નિશ્ચયાત્મક સિધ્ધાંતો તે શાશ્ર્વત સિધ્ધાંત છે અને શાશ્વત કહેતા નિત્ય સ્થિતિને પ્રાપ્ત કરાવી શકે તેવા સમર્થ છે. જો આટલું સમજાય તો મનુષ્ય આ દુનિયાદારીના કહેવાતા આલાપ સંતાપ કે માન અપમાનના ભાવોથી નીકળીને ઈશ્વરની ગોદમાં પહોંચી જાય છે.
ઉપોદ્દાત : આ પદમાં ખાસ બે વાત પર લક્ષ દોરવામાં આવ્યું છે. જો સત્યને પ્રાપ્ત કરવું હોય તો તેના અધિષ્ઠાતા, તેના જાણકાર જેઓ સાક્ષાત્ અનુભવી છે. આત્માનુભૂતિમાં રમણ કરી રહ્યા છે, તેવા શ્રી ચરણોની શોધ કરે, અર્થાત્ તેને ઓળખવાની કોશિષ કરે અને આ બાબત સંશોધન કરી યોગ્ય અધિકારી પાસે પહોંચવાની તમન્ના રાખે. સાથે સાથે ગાથામાં એક મૂળભૂત ચેતવણી આપી છે અને તે એ છે કે બીજા કોઈ સાંસારિક ધ્યેય સામે ન રાખે અને કોઈ ખોટા હેતુસર આવી ઉપાસનામાં ભાગ ન લે, કારણ કે મનુષ્યના મનમાં આવા બધા હિતાહિતના સ્વાર્થ ભરેલા, રાગ-દ્વેષ યુકત ઘણા વિભાગ તત્ત્વો કામ કરતાં હોય છે. તેને અહીં ગુરુદેવ એક પ્રકારે માનસિક રોગ બતાવે છે અને આવા ધ્યેયથી સરુ પાસે જવાથી કલ્યાણ તો દૂર રહ્યું પરંતુ અપકલ્યાણની સંભાવના છે. શુધ્ધ હેતુ અને લક્ષ રાખીને જ આગળ વધવાની ચેતવણી આપે છે તથા બન્ને પક્ષપર ઊંડેથી વિચાર કરવાનું પણ સમજાવ્યું છે. હવે મૂળ ગાથામાં સ્પર્શ કરીએ.
&&&&&&&&&&&& ૩પ૩