Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સાધકનું આ મન ગુરુચરણમાં અર્પિત થવાથી, તેમને જ લક્ષ બનાવી તેમના ગુણોનું રટણ કરે છે. આ રીતે જયાં મન તૈયાર થયું, ત્યાં વચનયોગ અને કાયયોગ તો સહજભાવે તેની સાથે જોડાય છે અને ત્રણે યોગ ગુણાત્મક રીતે એકતા પામે છે. ત્રણે યોગનું સમપરિણમન થાય ત્યારે ગુરુનો પડયો બોલ ઝીલાય છે. તેના શબ્દ શબ્દ સમજવા માટે સાધક તન્મય થાય છે. તેને જ “ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર' કહે છે. ઉત્તરાર્ધમાં આપણે વિસ્તાર પૂર્વક ત્રણે યોગના એકત્વનું વર્ણન કરી હવે બીજા પ્રશ્નને સ્પર્શ કરશું.
વર્તે આજ્ઞાધાર’ શાસ્ત્રોમાં આજ્ઞા શબ્દ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. પૂર્વમાં આપણે કહી ગયા તેમ વ્યવહાર જગતમાં આશા, હુકમ ઈત્યાદિ શબ્દોનો સામાન્ય રીતે પ્રયોગ થાય છે. પરંતુ ધર્મશાસ્ત્રોમાં આજ્ઞા શબ્દ ખૂબ જ વિશાળભાવે ગ્રહણ કરવામાં આવ્યો છે. આજ્ઞામાં બે ભાગ છે, જ્ઞા અને પરી જ્ઞા. જ્ઞ ભાવે જ્ઞાનાત્મક આજ્ઞા થાય છે અને પરીણાભાવે ક્રિયાત્મક આજ્ઞા થાય છે. જૈનદર્શનનું પ્રથમ શાસ્ત્ર આચારાંગસૂત્ર છે તેમાં પણ આજ્ઞાનો ઉચ્ચકોટિનો પ્રભાવ જોવા મળે છે અને તેનું વિરાટ વર્ણન પણ છે. જેનદર્શનમાં સમગ્ર શાસ્ત્રો લખ્યા પછી ગણધરોએ અને આચાર્યોએ એક શબ્દમાં સમગ્ર શાસ્ત્રોનો સમાવેશ કર્યો છે અને તે છે "બાપ ઘો" આજ્ઞા એ જ ધર્મ છે. આજ્ઞા કોની? એ પ્રશ્ન અહીં અનુકત છે. પરંતુ શાસ્ત્રીય રીતે ભગવાનની આજ્ઞા તે જ આજ્ઞા મનાય છે. ભગવાનની ગેરહાજરીમાં શાસ્ત્રની આજ્ઞા તે આજ્ઞા છે અને આ રીતે પ્રભુ કહો કે શાસ્ત્ર કહો બન્નેની આજ્ઞાનો જે કાંઈ સાર છે તે ધર્મ છે. શાસ્ત્રો જયાં અગમ્ય હોય, ત્યાં આચાર્યો અને મુનિ ભગવંતો સ્વયં આજ્ઞાના ધારક પણ છે અને આજ્ઞાધારક પણ છે. આ રીતે આજ્ઞા તે ધર્મનો પ્રાણ છે.
વૈદિક મીમાંસા : કુમારીલભટ્ટ જેઓ વેદોના પ્રકાંડ જ્ઞાતા હતા અને જેમણે વેદશાસ્ત્ર ઉપર મીમાંસા લખીને એક આશ્ચર્યચકિત કાર્ય કર્યું. શાસ્ત્રોની વ્યાખ્યા કઈ રીતે કરવી જોઈએ તેનું નિરાકરણ કરવા માટે એક અભૂત બુધ્ધિ વૈભવનો વિલાસ કર્યો. વેદોના બધા વાકયોને પાંચ ખંડોમાં વિભાજિત કરી જે વિધિ વાકય છે તેને જ પ્રધાનતા આપી. વિધિ વાકયનો અર્થ છે જેમાં સાક્ષાત્ આજ્ઞા આપવામાં આવી હોય, શું કરવું જોઈએ તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોય, તે વાકયને વિધિ વાકય કહે છે અને શું ન કરવું જોઈએ તે માટે જે વાકય હોય તેને નિષેધ આજ્ઞા ગણે છે. આમ માર્ગના બન્ને પાસા વિધિ અને નિષેધ તે આજ્ઞાનો જ પ્રકાર છે. આખા વેદશાસ્ત્રને આજ્ઞામૂલક બતાવી આજ્ઞાનું જ પ્રાધાન્ય સ્થાપિત કર્યું છે. એ જ રીતે જૈન શાસ્ત્રોમાં પણ "માળTV ઘમ્પો" કહીને આજ્ઞાનું પ્રાધાન્ય સ્થાપિત કરેલું છે અને વિધિ અને નિષેધરૂપે બન્ને પ્રકારે આજ્ઞા પાલન કરવાની હોય છે. સત્ય બોલવું તે આજ્ઞાનું વિધિરૂપ છે અને અસત્ય ન બોલો, ખોટું ન બોલો, તે આજ્ઞાનું નિષેધરૂપ છે. વિધિ અને નિષેધ બને આજ્ઞા સંભવિત થાય, ત્યારે જ આજ્ઞા પરિપૂર્ણ થાય છે. અન્યથા તે અર્ધ સત્ય કે અર્ધી આજ્ઞા બની જાય છે. અસ્તુ. અહીં આપણે આજ્ઞા શાસ્ત્રનું પુરું વિવેચન નહિ કરતા ટૂંકમાં જ ઉલ્લેખ કરીએ છીએ. આજ્ઞા વિશે વિશાળ ગ્રંથો નિષ્પન્ન થયા છે. અહીં શાસ્ત્રકારે “વર્તે આજ્ઞા ધાર” એમ કહીને ગુરુ આજ્ઞાનું મહત્ત્વ સ્થાપિત કર્યું છે તે પણ એક પ્રકારનું માપ ઘોનું રૂપ છે. ગુરુની આજ્ઞા એ શિષ્ય માટે ધર્મ બની
૩૪૨
-