________________
ખરૂં ? મન-વચન-કાયાનું એકત્વ થવું એટલે શું ? તેનું તારણ લીધા પછી સામાન્ય અર્થમાં આજ્ઞા એટલે હુકમ તેવો અર્થ કરવામાં આવે છે. પરંતુ આગમોમાં અને શાસ્ત્રોમાં આજ્ઞા શબ્દનો ઘણો જ વિશાળ અર્થ છે. તે ઉપર પણ પ્રકાશ નાંખવો બહુ જરૂરી છે. શું આજ્ઞાપાલન તે જીવની સ્વાધીનદશાનો પરિત્યાગ કરી પરાધીન દશા પ્રગટ કરે તેવો અર્થ તો થતો નથી ને ? અહીં આ બહુ જ પેચીદો પ્રશ્ન છે. આ રીતે માનસિક પરાધીનતા ઉદ્ભૂત થયા પછી ઘણા અનર્થ પણ ઉત્પન્ન થાય છે. તો સાચા અર્થમાં આજ્ઞાધારણ શું છે તેનો અવશ્ય વિવેક કરવો ઘટે છે. અસ્તુ.
અહીં આટલો પૂર્વપક્ષ કર્યા પછી હવે આપણે ઉત્તરપક્ષ પર દ્દષ્ટિપાત કરીએ.
મન–વચન–કાયાના યોગ એ જીવાત્માની કર્મજન્ય શકિત છે. ઉપયોગ તે આત્મજન્ય સ્વભાવ છે. યોગ તે પૌદ્ગલિક ભાવે રચના પામેલો એક પ્રકારનો વિભાવ છે. જીવ જયારે ઉત્ક્રાંતિના ક્રમમાં આવે છે, ત્યારે એકેન્દ્રિયથી લઈ સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના વિશિષ્ટ દેહની પ્રાપ્તિ કરે છે અને ક્રમશઃ શુભનામ કર્મના ઉદયથી જીવને વચનયોગ તથા મનોયોગ પ્રાપ્ત થાય છે. ઉત્પતિ વખતે જ જયારે જીવ પર્યાપ્તિ બાંધે છે ત્યારે પુણ્યના પ્રબળભાવે વચન પર્યાપ્તિ અને મન પર્યાપ્તિનો સંયોગ પ્રાપ્ત થાય છે. કાયયોગ તે સમગ્ર જીવરાશિનો એક સામાન્ય યોગ છે. જયારે વચનયોગ કે મનયોગનો અભાવ હોય ત્યારે પણ જીવ ઓઘસંજ્ઞાથી કાયયોગનું સંચાલન કરે છે. હકીકતમાં કાયયોગની બાહ્ય પ્રવૃત્તિ તે સંજ્ઞાનું પરિણામ છે અને કાયયોગનું એક સ્વતંત્ર પરિણમન તેની ક્રિયાશકિતના આધારે ચાલતું રહે છે. આગળ વધીને જીવ જયારે મનોયોગ કે વચનયોગની પ્રાપ્તિ કરે છે ત્યારે કાયયોગ ઉપર આ સૂક્ષ્મયોગોનો પ્રભાવ પથરાય છે. અર્થાત્ પોતાના વચન કે અન્યના વચનથી કાયયોગની ક્રિયામાં પરિવર્તન થઈ શકે છે. મનોયોગ પ્રાપ્ત થતાં વિશેષરૂપે મન દ્વારા કાયાનું સંચાલન થાય છે આ રીતે સંજ્ઞીપંચેન્દ્રિય યોનિમાં આવ્યા પછી ત્રણેય યોગમાં મનનું જ આધિપત્ય છે. નિશ્ચયનયની દ્દષ્ટિએ ત્રણેય યોગ સર્વથા સ્વતંત્ર હોવા છતા, વ્યવહાર દૃષ્ટિએ ત્રણેય યોગ સર્વથા સ્વતંત્ર હોવા છતાં પરસ્પર સંકડાયેલા છે. ત્રણેય યોગની ક્રિયાને વિભાજિત કરી શકાય તેવું નથી. પરંતુ માયા મોહનીયનો ઉદય હોય ત્યારે આ યોગોની સરળ રેખામાં વક્રતાનો પ્રાદુર્ભાવ થાય છે અને જ્ઞાનશિકતના આધારે કપટ પ્રવૃત્તિનું અવલંબન કરી મનમાં વિચારે છે કાંઈ, વચનમાં બોલે છે કાંઈ અને ચેષ્ટાઓમાં કરે છે કાંઈ ત્રણેય યોગોની પ્રવૃત્તિનો અસરળભાવે કે વક્રભાવે પ્રયોગ કરવાથી યોગની પ્રવૃત્તિની એકતા રહેતી નથી.
હવે મૂળ વિષય પર આવીએ. ત્રણેયોગનું એકત્વ એટલે યોગોનું એકત્વ નહિ, પણ યોગોની પ્રવૃતિનું એકત્વ. ત્રણેય યોગની ક્રિયામાં શમત્વ, તે ત્રણયોગનું એકત્વ છે. ત્રણયોગ પરસ્પર એક થઈ જતાં નથી, કારણ કે તેના સ્વરૂપ જુદા છે, તેની રચના જુદી છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. એટલે ત્રણે યોગનું પોતાનું દેહમાન સ્વતંત્ર છે. એક પ્રકારે આ ત્રણે વિશિષ્ટ ભૌતિક ઉપકરણ છે અને ત્રણેના નિરાળા ગુણધર્મો છે. મન જે કરી શકે, તે વચન ન કરી શકે, વચન જે કરી શકે તે કાયા ન કરી શકે અને કાયા જે કાંઈ કરે તે પણ બંને યોગથી નિરાળું કાર્ય છે પરંતુ અહીં જે ત્રણયોગનું એકત્વ કહ્યું છે તે ત્રણે યોગના ભાવાત્મક ગુણ, તેની ભાવાત્મક ક્રિયા, તેમાં વક્રતાનો પ્રવેશ ન થવા દેતાં સમાનભાવે ત્રણે યોગની ક્રિયા શુધ્ધ રીતે પ્રવર્તમાન થાય, ત્રણે યોગ સરખી
૩૪૦