Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સોપાન બને છે. પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્ત થયા પછી આત્મજ્ઞાનનું પહેલું કિરણ જયારે જીવમાં સ્થાપિત થાય છે અને જીવ જયારે તેમની કૃપા દ્રષ્ટિનું ભાજન બને છે ત્યારે પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનું અને પ્રાપ્તિના ઉપકારનું જીવને ભાન થાય છે. અહો ! ધન્ય કર્યો મુજને આજ ! અનાદિકાળનું મિથ્યા વમન કરી જાણે સાર્યા સઘળા કાજ. આવો અહોભાવ પ્રગટ થાય છે.
હવે જીવ ભોગાર્થી મટીને આત્માર્થી બનવા માટે પ્રથમ પગલું ભરે છે અને આવા પ્રગટ પ્રત્યક્ષ સદ્ગુરુ જીવની સંપતિનો ખજાનો બની રહે છે. હવે ગુરુપ્રાપ્તિને તે પરમ ઉપકાર ગણે છે.
પ્રાપ્તિમાં સામ્યયોગ : સરુ પ્રાપ્તિ લખ્યું છે એ પ્રાપ્તિ’ શબ્દ કોઈ અધિકારવાચક નથી. વ્યવહારમાં પ્રાપ્તિ પછી માલિકીનું ભાન થાય છે પરંતુ અહીં તો આ પ્રાપ્તિ પછી સર્મપણનું ભાન થાય છે, બધી માલિકીનો અહંકાર છૂટે છે. ગુરુ તેમને તારણહાર તરીકે પ્રાપ્ત થયા પછી અને પ્રત્યક્ષ ગુરુદેવની પ્રાપ્તિ થયા પછી અંતરમાં શું પ્રાપ્તિ થાય છે અને તે સાચી પ્રાપ્તિ છે તે પણ અહીં વિચારવું ઘટે છે. ગુરુદેવ જે જ્ઞાન પર્યાયમાં રમણ કરે છે અથવા આત્મશુધ્ધિનો જે ભાવ ગુરુદેવે સ્વયં પ્રાપ્ત કર્યો છે તેનો પ્રવાહ શિષ્યમાં પ્રવાહિત થાય છે. આવા એકથી એક ઉત્તમ ભાવોના સમૂહ રૂપે સદ્ગુરુ પ્રત્યક્ષ થયા છે. સાક્ષાત્ આંતરદ્રષ્ટિએ ફકત ગુરુદેવનો દેહપિંડ તે ગુરુદેવ નથી પરંતુ તેમાં જે નિર્મળ પર્યાયોનો પ્રવાહ છે તે ભાવપિંડ સદ્ગુરુ છે, સાચા ગુરુ છે. તે ભાવપિંડોના પ્રભાવે જયારે શિષ્યમાં આંશિકરૂપે પણ પ્રભાવ પડે છે અને સ્વરૂપાચરણરૂપી ભાવ ચારિત્રની ભૂમિ પર્યાયનો પ્રાદુર્ભાવ થાય છે, આ પર્યાયમાં નિર્મોહભાવની ઝલક છે, મોહ જંજીરની વ્યાકુળતાનો અભાવ છે, ઉપશમરસ પ્રવાહિત થાય છે. એક રીતે કહો તો ગુરુદેવ આ શુધ્ધ પર્યાયરૂપે શિષ્યના અંતરંગમાં પ્રવેશી ગયા છે અને તે કોમળ બનેલું ચૈતન્યતત્ત્વ આ નૂતન પ્રાપ્તિના પ્રાદુર્ભાવથી નાચી ઊઠયું છે. તેને લાગે છે કે મેં કાંઈક મેળવ્યું છે. ત્યારે ગુરુદેવ તેના અંતરંગમાં વસી ગયા છે. હવે આંખો બંધ થઈ જાય છે અને અંતરમાં તેને ગુરુદેવના પ્રત્યક્ષ દર્શન થાય છે. આ પ્રાપ્તિથી તેને અનેરો આનંદ અને ઉપકાર ક્ષણે ક્ષણે સમજાઈ રહ્યો છે. આ છે પ્રત્યક્ષ સદ્ગુરુની અંતરંગ પ્રાપ્તિનો ઉપકાર ! તે ઉપકારની જીવ ગણના કરે છે, હૃદયમાં અંકિતા થઈ જાય છે, હવે આ ઉપકાર તેને પરમ ઉપકાર લાગે છે. કારણ કે બાકીના સાંસારિક પરસ્પર થતાં ઉપકારો તે ક્ષણિક ઉપકાર છે. તે ઉપકારથી ક્ષણિક સુખ કે ફળ મળ્યા પછી બીજું કોઈ પરિણામ નથી. જયારે આ ઉપકાર શાશ્વત ઉપકાર બની મુકિતપથનો સાથી બને છે. જેથી અહીં કવિરાજે તેને પરમ ઉપકાર તરીકે ગણાવ્યો છે અને શિષ્ય પણ તેને પરમ ઉપકાર ગણે છે. આમ આદિકાળથી નિરાધાર ફરતો અને વિક્ષિપ્ત થયેલો જીવાત્મા હવે ખીલે બંધાય છે. કેન્દ્રમાં આવે છે અને ગણે છે કે હું ન્યાલ થઈ ગયો છું કેવી છે આ સુંદર પ્રત્યક્ષ સદ્ગરૂની પ્રાપ્તિના ઉપકારની મંગળધારા!
પ્રત્યક્ષ પ્રાપ્તિનું પરિણામ : ઉત્તરાર્ધમાં આ પરમ ઉપકાર તે નિષ્ક્રિય અને નિષ્ફળ નથી. પરંતુ સક્રિય અને સફળ છે. તે સજીવ બીજ છે. ઉત્તમ સંયોગથી અંકુરિત થઈ મહાફળને આપે તેવું આ ઉપકાર બીજ છે. અહીં શાસ્ત્રકાર હવે આ અંકુરિત થયેલા બીજના બીજા કેટલાંક ભાવોનું વર્ણન કરે છે. મન-વચન અને કાયા એ જીવની યોગ સંપત્તિ છે. સમગ્ર જીવ ઉપયોગ અને યોગ