________________
શું? જેનો સત્યપૂર્ણ ભદ્ર વ્યવહાર હોય તે પણ સાચા ગણાય છે. આ બિંદુ ઉપર એક મહત્ત્વપૂર્ણ વાત સમજવાની છે.
બોટાપણું બે જાતનું છે. (૧) જાણી બુઝીને માણસ કપટપૂર્વક ખોટો વ્યવહાર કરે તે (૨) માણસ ઈમાનદાર હોય, તે વ્યવહાર સાચો કરતો હોય પણ સૈધ્ધાન્તિક રીતે ખોટા વ્યવહાર સ્વીકાર્યા હોય અથવા તેમના સિધ્ધાંત ભૂલ ભરેલા હોય, તો માણસ સાચો હોવા છતાં, તે દગાવાળો ન હોવા છતાં, હકીકતમાં તે સત્યથી દૂર હોય છે અને એ રીતે એ ખોટો છે. કોઈ ડૉકટર સારો છે, સાચો પણ છે પરંતુ ખોટી દવાને સાચી સમજીને વ્યવહાર કરે છે, તો તે સૈદ્ધાત્તિક રીતે ખોટો છે.
એક નંબરનું ખોટાપણું સામાન્ય નૈતિક દ્રષ્ટિથી પતિત એવા ખોટા માણસનું લક્ષણ છે. જયારે આ બીજું ખોટાપણું છે તે વધારે ભયંકર છે અને ખોટો સિધ્ધાંત પ્રસારિત થવાથી ઘણું અહિત થાય છે. અસ્તુઃ આમ બે પ્રકારના ખોટા માણસ છે. તો વિપક્ષમાં બે પ્રકારના સાચા માણસ પણ હોઈ શકે છે. એક વ્યવહારથી સાચા અને એક સિધ્ધાંતથી સાચા. બંને રીતે જે વ્યકિત સાચી છે તે જ ગુરુપદને લાયક છે, એટલું નહિ પણ ગુરુપદને શોભાયમાન કરી હજારો જીવોનું કલ્યાણ કરી શકે
અહિં શાસ્ત્રકારે “તે સાચા ગુરુ હોય” એમ કહ્યું છે. તેમાં બન્ને પ્રકારનું સાચાપણું પ્રદર્શિત થઈ રહ્યું છે. કારણ કે તેના મૂળમાં આત્મજ્ઞાનરૂપી બીજ છે. આત્મજ્ઞાન હોવાથી વ્યવહાર પણ ભદ્ર બની જાય છે. " આત્મવત્ સર્વ ભૂતેષ" બધા પ્રાણીઓમાં પોતાના આત્મા જેવો જ વ્યવહાર કરે છે કારણ કે સર્વત્ર આત્મા છે અને આત્મજ્ઞાન તે ફકત પોતાના આત્મા પૂરતું સીમિત નથી. પરંતુ બધા આત્માઓને મૂળ સ્વરૂપમાં આત્મારૂપે સ્વીકારી તેમના પ્રત્યે ભદ્ર વ્યવહાર કરે છે. કવિરાજના બહુ પુણ્યકેરા પુંજ' થી એ પદમાં “સર્વાત્મમાં સમદ્રષ્ટિ ધો' એમ સ્પષ્ટ લખીને સમ્યગુદર્શનનો બોધ કરાવ્યો છે. તો આવું આત્મજ્ઞાન જયાં હોય તો ત્યાં વ્યવહાર તો સાચો થવાનો જ છે અને આત્મજ્ઞાન તે દ્રવ્યાર્થિક નિશ્ચયષ્ટિએ બધા દ્રવ્યોનો સ્વભાવ અને ગુણધર્મોનો નિર્ણય કર્યા પછી વાસ્તવિક સિદ્ધાંતને વાગોળે છે. ત્યાં સૈદ્ધાંતિક અસત્ય થવાની સંભાવના નથી. પરંતુ સૈધ્ધાંતિક સત્ય પ્રાપ્ત થવાથી સૈધ્ધાંતિક સાચાપણું પણ ગંગામાં યમુના મળે તેમ બને સાચાપણાનો સંગમ થવાથી ગુરુપદને શણગારવામાં હીરા મોતીનું કામ થાય છે.
આત્મજ્ઞાનની વ્યાપકતા : આથી સ્પષ્ટ થયું કે સાચા ગુરુ કોને કહેવાય? સાચા ગુરુ થવામાં આત્મજ્ઞાનની શું જરૂર છે? આત્મજ્ઞાન હોય તો જ મુનિપણું અને સાચા ગુરુપણું બન્નેનો સંગમ થાય છે. સાચા ગુરુ મુનિ બની જાય છે અને મુનિ તે સાચા ગુરુ બની જાય છે. આત્મજ્ઞાન બન્ને પક્ષમાં બેવડો પ્રકાશ આપી મુનિપણું અને ગુરુપણું એ બન્નેની સાચી ઢાલ બની જાય છે.
શાસ્ત્રકાર પૂર્વની ગાથાઓમાં પણ કુળગુરુ શબ્દનો ઉપયોગ કરી ગયા છે. એક પ્રકારે તેઓ જાણે કુળગુરુઓને ગુરુ તરીકે આદર આપવામાં સંકોચ કરે છે કારણ કે કોઈ પરિવાર કોઈ વિશેષ પ્રકારના સંત, સાધુ કે ત્યાગીને ગુરુ તરીકે સ્વીકારે છે ત્યારે તેના ભૌતિક સુખ અને ભૌતિક ઉન્નતિના નિમિત્ત જોડાયેલા હોય છે. ગુરુ પણ ગૌરવ રાખતા હોય છે કે અમારા વચન પ્રમાણે