Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
********
**;;;;
: જી
ગાથા-૩૩
'લક્ષણ કહ્યાં મતાર્થીના, મતાથ જાવા કાજ; 'હવે કહું આત્માર્થીના, આત્મ-અર્થ સુખ સાજ II
લક્ષણ–લક્ષ આદિ શબ્દોની વિસ્તૃત વ્યાખ્યા પૂર્વની ગાથાઓમાં થઈ ગઈ છે. પરંતુ અહીં જે અર્થમાં લક્ષણનો ઉપયોગ કર્યો છે તે જાણી લઈએ. વસ્તુતઃ દુર્ગુણી જીવના જે લક્ષણ છે તે હકીકતમાં અપલક્ષણ છે. જેમ ગટરનું પાણી શુધ્ધ ન હોઈ શકે, તેમ દુર્ગણીમાં સ્વચ્છ ભાવો ન હોઈ શકે. સામાન્ય રીતે લક્ષણ શબ્દ સારા અર્થમાં વપરાય છે. તેથી અહીં મતાર્થીના જે લક્ષણ કહ્યા છે તે હકીકતમાં અપલક્ષણ છે પરંતુ બધા દુર્ગુણોનું કથન કવિરાજે સદ્ શબ્દનો ઉપયોગ કરી તેના નિષેધ રૂપે કર્યું છે. આ મતાર્થીમાં કેટલી સારી વસ્તુનો અભાવ છે તે પ્રમાણે ગણતરી કરી છે. તેથી સદ્ભાવના અભાવરૂપ અપલક્ષણો પ્રદર્શિત થયા છે. તેને લક્ષણ એટલા માટે કહ્યા છે કે આ મતાર્થની પાછળ પણ તેના અંતરાભાસ સારા લક્ષણો અંતરનિહિત છે અને જો આ અપલક્ષણનો ત્યાગ કરે તો તેના શુધ્ધ લક્ષણ પ્રગટ થઈ શકે છે. એટલે જ બીજા પદમાં કહ્યું છે કે “તાર્થ જાવા કાજ” અર્થાત્ જો મતાર્થ જાય તો આ સુલક્ષણો પ્રગટ થાય છે, કહેવાનું તાત્પર્ય છે કે લક્ષણ શબ્દ સામાન્ય રીતે સારા અર્થમાં વપરાય છે. પરંતુ જયારે તેને કોઈ દુષ્ટભાવ સાથે જોડવામાં આવે, ત્યારે હકીકતમાં તે અપલક્ષણ હોય છે. જેમ કોઈ કહે કે ચોરના લક્ષણો શું છે? ચોરીના ભાવ', હકીકતમાં તે લક્ષણ નથી અપલક્ષણ છે. પરંતુ તે અધ્યાહાર રહે છે. તેમ અહિં પણ મતાર્થના લક્ષણ કુલક્ષણ છે તેમ સમજવું જોઈએ. અને આખું આ આખ્યાન કુલક્ષણના પરિત્યાગ માટે દયાભાવથી કરેલું છે. તેની પાછળ કોઈ નિંદાનું કે બીજા કોઈ અન્યભાવે આ ઉચ્ચારણ થયું નથી તે સ્વયં શાસ્ત્રકાર પણ પ્રગટ કરી રહ્યા છે. “મતાર્થ જાવા કાજ” હકીકતમાં તો લક્ષણના પ્રદર્શનથી આ કુલક્ષણો ચાલ્યા જાય તેવી સંભાવના ઓછી છે. આ ઉપદેશ તો નિમિત્તકારણ છે. ઉપાદાનમાં મતાથના આત્મામાં શુધ્ધ પર્યાયનું જાગરણ થવું જોઈએ. અન્યથા આ સંસારના લાખો ગુરુઓ, હજારો શાસ્ત્રો, તીર્થકરો અને પયંગબરો પ્રગટ થઈ ઉચ્ચ કોટિનો ઉપદેશ આપી ગયા, પોતાના જીવનથી દાખલો બેસાડી ગયા, પરંતુ આ સંસારમાં કાદવ કયારેય પણ સાફ ન થયો. આ નિરાશાનો સ્વર નથી કારણ કે ભાગ્યશાળી જીવો આ શુભ નિમિત્તને પ્રાપ્ત કરી કરોડો કરોડો જીવ તરી પણ ગયા છે. તે એક ઐતિહાસિક હકીકત છે. .
અહીં તો કહેવાનું તાત્પર્ય છે કે ઉપાદાનની શુધ્ધિ થાય તો નિમિત્ત કારણ સુફળ આપી શકે. . એવું પણ બને કે નિમિત્તની પ્રબળતાથી ઉપાદાન પણ શુધ્ધ થયા પછી સ્વયં તે સુફળને પ્રાપ્ત કરે છે. જેથી આવા સુનિમિત્ત પૂરા પાડવા તે સરુઓની અસીમ કૃપા છે અને એવી જ કૃપાથી કૃપાળુ ગુરુદેવ કહે છે કે મતાર્થ જાવા માટે જ આ બધા લક્ષણોનું આખ્યાન કર્યું છે. કારણ કે અરીસો ન હોય તો મુખપર પડેલા ડાઘ જોઈ શકાતા નથી, તેમ જ્યાં સુધી સર્વાકય, સત્ શ્રવણ કે સદર્શન ન મળે તો વ્યકિત પોતાના દોષનું દર્શન કરી શકતો નથી. આ દશ ગાથાઓનું મતાર્થ આખ્યાન પણ એક પ્રકારનું ઉચ્ચ દર્પણ છે, સ્વચ્છ દર્પણ છે, જેમાં વ્યકિત પોતાનું સાફ ચિત્ર
08: ૩૨૬ oil