________________
હવે વૃત્તિના મૂળમાં જરા જઈએ. શુભાશુભ કર્મોના ઉદયથી આ વૃત્તિ પ્રવર્તમાન થાય છે, પરંતુ વૃત્તિની મંદતા અને દ્રઢતા એ વીર્યાતરાય કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ ધરાવે છે. મંદકષાય અને મંદ વીર્ય સાથે જોડાયેલી વૃત્તિ એટલી બંધનકર્તા નથી, કષાય ભાવોથી અને ઉગ્ર વિર્ય સાથે જોડાયેલી વૃત્તિ દેઢ હોવાથી વધારે બંધનકર્તા બને છે. એટલે વૃત્તિની ક્ષમતાને પણ પારખવી રહી. આ વૃત્તિ જો અશુભ હોય તો સર્વથા હાનિકર્તા બને છે અને અંધકાર ફેલાવે છે. પરંતુ જો શુભવૃત્તિ હોય તો અમુક અંશે સાધનામાં સહાયક થાય છે. પરંતુ શુભ ભાવોમાં આસકિત ન થવી જોઈએ અને આ શુભ ભાવો મુકિતના કારણ છે. આમ વૃત્તિના બંને પાસા અને તેનું સ્વરૂપ જાણી લેવું જરૂરી છે. પરંતુ શાસ્ત્રકાર અહીં નિષેધ તત્ત્વનું વર્ણન કરે છે એટલે કહે છે કે વૃત્તિનું સ્વરૂપ જ જાણ્યું નથી અને વૃત્તિના સ્વરૂપને સમજયા વિના ધર્મના બાહ્ય તત્ત્વને પકડયા છે, જેથી આવો સાધક જે કાંઈ વ્રત, નિયમ કે તપસ્યા કરે છે, તેમાં તેના અભિમાનનો જન્મ થાય છે કારણ કે વ્રત ગ્રહણ કર્યું છે અને વૃત્તિને ઓળખતો નથી. વૃત્તિના પરિવર્તન માટે વ્રત હતાં, પરંતુ અહીં તો વૃત્તિએ જ વ્રતનું પરિવર્તન કરી નાખ્યું છે. ચોરને પકડવા સિપાઈ રાખ્યો હતો, પરંતુ ચોરે જ સિપાઈને પકડી લીધો. માટે વૃત્તિના સ્વરૂપને સમજયા વિનાના વ્રતો અભિમાનનું કારણ બને તે સ્વભાવિક છે.
ગ્રહે નહીં પરમાર્થને ઃ વ્રત સાધનામાં વૃત્તિ કેવી રીતે આડી આવે છે? ઉપવાસ કર્યો છે, ઉપવાસમાં આહાર ત્યાગ થયેલો છે અને આહાર સંજ્ઞા એક પ્રકારની સુધા વૃત્તિ છે. વૃત્તિ ઊભી છે અને ઉપવાસ કર્યો છે. વૃત્તિનો લય થયા વિના મનમાં વિચારે છે કે મેં ઉપવાસ કર્યો છે અને ઉપવાસ કર્યાનું મને માન મળે તેવી બીજી વૃત્તિ ઊભી કરે. આહાર સંજ્ઞા રૂપ વૃત્તિ તો હજુ ઊભી જ હતી અને ઉપવાસ રૂપી વ્રત આવ્યું, તેમાં સન્માનની વૃત્તિ થઈ. આમ બે વૃત્તિની વચ્ચે ઉપવાસ કહેવા માત્રનું વ્રત થઈ ગયું. આ એટલો સૂક્ષ્મ વિષય છે કે શબ્દોથી તેનું પૃથક્કરણ કરવું કઠિન છે. કારણ જીવ પોતે જ પોતાની વૃત્તિનો સાક્ષી છે. વ્રતાદિ આરાધનાને દ્રવ્યભાવે જોઈ શકાય છે અને દ્રવ્ય ભાવે તેનો આદર થાય છે, પરંતુ આંતરિક સ્થિતિ જે જાગૃત આત્મા હોય તે જ જાણી શકે છે. અન્યથા તે વ્રત પણ એક વિકારનું નિમિત્ત બની જાય છે. અહીં વૃત્તિનું સ્વરૂપ જાણવું આવશ્યક છે. સ્વરૂપ જાણવાથી વૃત્તિની શકિત જાણી શકાય છે, જ્ઞાતા દષ્ટા તરીકે રહેલો જીવ એમ કહેતો નથી કે હું વૃત્તિને છોડી દઉ અથવા વૃત્તિ રહિત બની શકે. અહીં વૃત્તિને છોડવાની વાત નથી પરંતુ તેને ઓળખી લેવાની વાત છે. કર્મજન્ય પ્રવાહો તો આ જ રહેશે અને અમુક અંશે તો ભૌતિક પ્રવાહો એટલે તેના ઉપર જીવનનું આધિપત્ય નથી, પરંતુ તેનું જ્ઞાન કરી લેવાથી જીવ તેના પ્રભાવથી મુકત રહી શકે છે. મતાગ્રહી જીવ આવું કોઈ જ્ઞાન ગ્રહણ કરતો નથી અને ઓછા વધતાં ભારે અથવા સામાન્ય તપસ્યાના પ્રકારો, સાધનાના અનુષ્ઠાનો અને વ્રત નિયમોને પોતાના અહંકારને વિકસાવવા માટે નિમિત્ત બનાવે છે. જેમ બાહય યોગો ધનસંપત્તિ વગેરે અભિમાનનું નિમિત્ત છે, તેમ આ આંતરિક સાધનાઓ અને વ્રતઆદિ નિયમો પણ અભિમાનનું કારણ બને છે.
વૃત્તિના સ્વરૂપનું અજ્ઞાન અને વ્રત આદિનું અભિમાન બંને વિકૃતિઓની ઉપસ્થિતિમાં પરમાર્થને કયાંથી ઓળખી શકે? એટલે શાસ્ત્રકારે ત્રીજા ખંડમાં પરમાર્થને ગ્રહણ કરતો નથી