Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-૩૧
| એ પણ જીવ મતાથમાં; નિજ માનાદિ કાજ; 'પામે નહિ પરમાર્થને અન-અધિકારીમાં જ ,
એ પણ જીવ મતાર્થમાં શરૂઆતમાં જ “એ પણ જીવ મતાર્થમાં' એમ કહીને મતામાં જે જે પદાર્થોની ગણતરી થઈ છે તેમાં જીવ એક પગલું વધારે ભરે છે. એ પણ એટલે જેને અમે આગળ કહી રહ્યા છીએ તે અથવા લોકમાં વ્યવહારમાં આવતા ભાવો એમ કહીને “એ” શબ્દથી લૌકિક ભાવોનું ગ્રહણ કર્યું છે. જેનું નામ લીધુ નથી પરંતુ “એ” કહીને આંગળી ચીંધી છે કે જીવ એ” તત્ત્વોને મતાર્થમાં ભેળવે છે, અથવા જીવ સ્વયં એ તત્ત્વોનું અવલંબન લઈ મતાર્થી બને છે અને આ મતાર્થને ગ્રહણ કરવામાં પોતાનું મિથ્યા અભિમાન અથવા લૌકિક સન્માન કે વાહવાહ મેળવવા માટે જે કાંઈ ધાર્મિક ચર્ચાઓ કરે છે “એ” પણ મતાર્થમાં છે અને આ ચેષ્ટા કરનારો બાપડો આ જીવરાજ છે. તેથી અહીં કવિરાજે જીવ શબ્દનો ઉપયોગ કર્યો છે. કેમ જાણે કોઈ ક્ષુદ્ર પ્રાણી હોય ! અને આત્માના મહાન ગુણોનો પરિત્યાગ કરી લૌકિક માનરૂપી કચરો મેળવી સંતુષ્ટ થતો હોય ! જેમ ક્ષુદ્ર પ્રાણી ઉત્તમ પદાર્થનો ત્યાગ કરી દુર્ગધી પદાર્થોનું સેવન કરે છે અને હીરા-માણેક-મોતીને પડતા મૂકી, કંકર અને કચરો તિજોરીમાં ભરે છે તો તે બિચારો ક્ષુદ્ર બની અંધકારમાં અટવાયેલૈં છે. તેમ અહીં પણ શાસ્ત્રકારે જીવ શબ્દ મૂકીને જીવની દુર્ભવસ્થાનું વર્ણન કર્યું છે તે મતાર્થી માન મેળવવાની તૃષ્ણાથી મતાર્થમાં અટવાઈને તરફડિયા મારે છે.
બીજા કોઈ જીવને ઓછું માન મળ્યું હોય અને પોતાને વધારે માન મળે તો અભિમાનનું સેવન કરે છે અને બીજાને વધારે માન મળ્યું હોય અને પોતાને ઓછું માન મળ્યું હોય તો લઘુતાગ્રંથિના ભાવમાં સપડાઈને પોતાને કમભાગી માને છે. આમ આ બિચારો જીવ માનાર્થની ચક્કીમાં સપડાઈને એક પ્રકારના મતાર્થનો ભોગ બને છે. શાસ્ત્રકારે જીવની આ દુર્ભવસ્થાનું બંને પદમાં કાવ્ય દ્રષ્ટિએ ચિત્ર ખેંચ્યું છે, અને મતાર્થના ભાવો પ્રગટાવ્યા છે. હવે ઉત્તરાર્ધમાં તેના દુષ્પરિણામોનું આખ્યાન કરે છે.
૨૮મી ગાથામાં લખ્યું છે કે “ગ્રહે નહિ પરમાર્થને અને અહીં ફરીથી આ જ વાતને પામે નહિ પરમાર્થને કહીને બીજીવાર ઉલ્લેખ કર્યો છે. આ વાત ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જ્ઞાન અને ચારિત્ર એ જીવની બે મુખ્ય વિકાસ પર્યાય છે. જ્ઞાન અને દર્શન તો સંયુકત છે જેથી એ અહીં જ્ઞાન અને ચારિત્ર એ બે તત્ત્વ ઉપર દ્રષ્ટિ કરવાની જરૂર છે. સમગ્ર જૈન દર્શન ચારિત્રિક પરિણતિ ઉપર ભાર આપે છે. ચારિત્રમય પરિણામો તે જ જીવની વિશુધ્ધિ છે. ચારિત્રના પરિણામોથી શુધ્ધ ઉપાદાન ઉદ્ભવે છે.
ગ્રહણ કરવું તે બૌધ્ધિક ક્રિયા છે. અથવા જ્ઞાન દ્વારા સમજવું. ૨૮મી ગાથામાં “ગ્રહે નહિ પરમાર્થને' એમ કહ્યું છે, ત્યાં ગ્રહણનો અર્થ છે જ્ઞાનથી પણ પરમાર્થને સમજવા માંગતો નથી, અથવા સમજવાની ચેષ્ટા કરતો નથી. પરમાર્થની કથાથી વિમુખ રહે છે. તેથી ત્યાં જ્ઞાનાત્મક
& ૩૧૫ રડ