Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અન્યાય પ્રગટ થાય છે. આમ અન્યાય અને અનીતિનો જનક વિષમભાવ છે. વિષમભાવ આવે તો માધ્યસ્થભાવ જળવાતો નથી. વિષમભાવ બધા ઝઘડાનું મૂળ કારણ છે. સમગ્ર રાગ-દ્વેષ વિષમતાના કારણે જ જન્મે છે. ભગવાન મહાવીરસ્વામીએ “બેલેન્સ ઓફ માઈન્ડ' અર્થાત સમભાવ ઉપર ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રકાશ આપી તેને પરમ આવશ્યક ગણ્યો છે. સાંસારિક જીવનથી લઈ અને મોક્ષ સુધીની સાધનામાં સમભાવ, જે હકીકતમાં માધ્યસ્થભાવ છે, તે એક મોટી આધારશીલા છે, નિસરણી છે.
જૈન ધર્મ માટે જો કોઈ બીજો શબ્દ મૂકવો હોય તો સમધર્મ, સમતાધર્મ મૂકી શકાય છે. મમતા ઓછી થવાથી સમતાનો પાયો મજબુત થાય છે. ત્યારે જીવ મારું તારું મૂકીને માધ્યસ્થભાવને વરે છે. આ બધા સગુણથી વંચિત જીવને અહીં કૃપાળુ ગુરુદેવ મતાર્થી કહીને, આવા અભાગી જીવોને સુમાર્ગ પર લાવવા માટે ઉત્તમ પ્રકારનો ઉપદેશ આપી ગયા છે. જે સ્વયં ૩૩મી ગાથામાં કહેશે.
અહિંયા આપણે આ ૩રમી ગાથા ઉપર સરળ દષ્ટિપાત કર્યા પછી કેટલાંક ઊંડાઈના પ્રશ્નોનું નિરાકરણ કરીએ અને વ્યવહારિક જગતમાં કષાયની શાંતિ કે વૈરાગ્ય કેટલા ઉપકારી છે એ જાણવા કોશિષ કરીએ. ખરેખર તો આ બધા સદ્દગુણો મોક્ષમાર્ગની સેના છે. વ્યવહારિક જગતમાં કદાચ મનુષ્યને આ બધા સણોમાં પોતાની નબળાઈ પણ દેખાતી હોય છે અને તેથી તે કષાયનું કે રાગભાવનું સેવન કરે છે. હકીકતમાં સાંસારિક ક્ષેત્ર અલગ છે. સાંસારિક જીવોનું લક્ષ મુકિત નથી પરંતુ ભૌતિક સુખ છે અને તેના માટે તે પરિગ્રહ ભેગો કરે છે, સંયોગથી સુખી થવા માટે તે રાત-દિવસ પ્રયાસરત રહે છે. આવા જીવો વૈરાગ્ય કે શાંતિને જાળવી શકે નહીં. મોક્ષમાર્ગમાં તો તેઓ બાધક છે જ, પરંતુ અંતે સંસારી જીવનમાં પણ તેઓ બહુધા નિષ્ફળ થતાં હોય છે. વૈરાગ્ય ધારણ કરવાથી જીવનું કઈ રીતે કલ્યાણ થાય છે? સર્વ પ્રથમ ભૌતિક સુખને જે છોડે તેને માટે જ વૈરાગ્ય સુખદાયક છે અને આવશ્યક છે. લક્ષ ખોટું હોય તો વૈરાગ્ય જેવું ઊંચું સાધન આ નિર્ગુણ વ્યકિતને ઉપયોગી લાગતું નથી. ભોગનું લક્ષ બદલે તો જ વૈરાગ્યના અંકુર ફૂટે. અહિં કહેવાનું તાત્પર્ય છે વૈરાગ્ય એ મુકિત માર્ગનું સાધન છે. વ્યવહારિક દ્રષ્ટિએ વૈરાગ્યનું મૂલ્યાંકન ઓછું થઈ જાય છે. કારણ કે જીવો સ્વયં રાગ અને દ્વેષથી સંસાર ચલાવે છે. આ મારું અને આ મારું નહિ, એ પાયા ઉપર જ સંસારની દિવાલ ચણાય છે. આખું ગૃહસ્થ જીવન નાના મોટા એક રાગના વર્તુળમાં બંધાયેલું છે અને તેમાં જો કોઈ તત્ત્વ આડું આવે, અણગમતું થાય તો પ્રતિપક્ષમાં એક દ્વેષનું વર્તુળ પણ વિકાસ પામે છે. આમ સંસારમાં ડૂબતો જીવ વૈરાગ્યને સ્પર્શ કરી શકતો નથી.
વૈરાગ્યની પ્રથમ ભૂમિકા : આ સંસારી સંસ્કારો સાધના ક્ષેત્રમાં સાથે આવે અને તે જીવને વૈરાગ્ય પ્રગટ ન થાય તો પુનઃ ધર્મના ક્ષેત્રમાં પણ તે વૈરાગ્યહીન બનીને, જેમ અહીં શાસ્ત્રકાર કહે છે તેમ, તે મતાર્થી બની રહે છે. સત્ય સમજવા માટે પ્રથમ વૈરાગ્યની ભૂમિકા આવશ્યક છે. કાગળ કોરો હોય તો જ તેના ઉપર ચિત્ર સારું કરી શકાય. રાગ-દ્વેષના નાના મોટા ડાઘાઓ જો કાગળ ઉપર પડેલા હોય તો તેમાં પ્રભુનું ચિત્ર કેવી રીતે અંકિત થઈ શકે ? વૈરાગ્ય તે સત્યગ્રહણની પ્રથમ ભૂમિકા છે. વૈરાગ્ય રહિત જીવ આત્માર્થી ન બનતા કદાગ્રહી બની જાય,
લાયકાતર ૩૨૩ રાહત
કાકા:
::::::::
:::::::::::::::::::::
:::::