Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આવ્યા પછી વધારે વિકસિત થાય છે? કષાયની વઘઘટ થવી અને ઉત્કૃષ્ટ ભાવો પ્રગટ થવા તેમાં અંદરના કારણો શું છે ? શાસ્ત્રકારોએ યથાસંભવ આ બિંદુ પર પ્રકાશ નાંખ્યો છે. છતાં પણ કેટલાક ભાવો રહી ગયા છે. જીવાત્મા જયારે અવ્યવહારરાશિથી અને સૂક્ષમ એકેન્દ્રિય આદિ ગતિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે ત્યારે તેના કષાયભાવો તો લગભગ શૂન્યવત્ હોય છે અને તેમની સ્થિતિ પણ ઘણી જ અલ્પ હોય છે. તે જીવો નરકાદિ ગતિમાં તો જઈ શકતા નથી. નરકમાં જવા માટે જે કષાયભાવોની આવશ્યકતા છે, તે છે નહિ. આવા જીવોને સૂમકષાયના ઉદયભાવ હોવા છતાં તેને ઉપશમભાવ કહી શકાય તેમ નથી. મોહનીયકર્મના ઉદયભાવ સાથે જોડાયેલો જીવ અકામ નિર્જરાના બળે જયારે વીર્યાન્તરાય કર્મનો ક્ષયોપશમ કરે છે અને બેઈન્દ્રિય આદિ ગતિમાં આગળ વધવા માટે પ્રયાણ કરે છે, તે ગતિનો આયુષ્યનો બંધ કરે છે, ત્યારે તેની કષાયની સ્થિતિ પણ વધતી જાય છે. અને નાની મોટી દુર્ગતિમાં જઈ શકે તેવા બંધ પણ પાડી શકે છે. અહિં પણ તેને મોહનીયકર્મના ઉદયભાવ ઓછા હોવાથી, છતાં હજુ ઉપશમભાવનો, ક્ષયોપશમ ભાવનો સ્પર્શ થયો નથી, તેમજ ઉપશમભાવનું સાહચર્ય પણ નથી.
વિકસેન્દ્રિય આદિ ભવોથી આગળ વધીને જયારે અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ભવમાં આવે છે અને મનુષ્ય ગતિ સુધી જાય છે ત્યારે તેની વાસના અને શકિતમાં ઘણો વધારો થયો હોય છે અને પાંચે ઈન્દ્રિયો ઊર્ધ્વગામી ન હોવાથી પોતપોતાના વિષયનું ભાન કરાવે છે, વિષયનો અનુરાગ પેદા થાય છે. આવા સમયે મોહનીય કર્મના બીજો ફલીફુલીને વિરાટરૂપ ધારણ કરે છે. આટલા વિવરણથી આપણા બન્ને પ્રશ્નોનો જવાબ મળી રહે છે કે શકિતશાળી દેહ મળ્યા પછી કષાયમાં વૃદ્ધિ થાય છે. સુષુપ્ત કષાયો અંકુરિત થઈને દીર્ધ સ્થિતિ ધારણ કરે છે, તેના મૂળ દ્રઢીભૂત થાય છે. જેમ આ કષાયોથી ભૌતિક સુખ મળે છે તેમ તેના ઘણા કડવા ફળો પણ જીવને ભોગવવા પડે છે. એક પ્રકારે જીવને સુખ દુઃખની ચકકીમાં પીસાવાનો વારો આવે છે. આ છે મોહનીયકર્મની લીલા ! અને કષાયના મૂળ કારણોની અંતકથા !
આવી અવસ્થામાં જયારે જ્ઞાન થાય અથવા જ્ઞાનનું શ્રવણ થાય, અથવા જ્ઞાનીનો સહયોગ થાય અથવા પોતાની સ્વબુધ્ધિથી જાગૃત થઈ વિભાવોનું નિરીક્ષણ કરી કષાયના દુધ્ધભાવથી જો મુકત થાય, તો કષાયની ઉપશાંતતા પ્રવર્તમાન થાય છે. આ બિંદુ જીવ માટે વિલક્ષણ બિંદુ છે. નીચેની ગતિથી આવેલો જીવ એવા કેન્દ્ર પર પહોંચ્યો છે કે ત્યાં સ્પષ્ટ બે માર્ગ નિર્ધારિત થાય છે. એક કાંટા ભરેલો રાગદ્વેષનો ભયજનક માર્ગ, બીજો આત્મોન્નતિ ભરેલો, શાંતિને વરેલો, ઉપશમભાવનો સંદેશ આપતો નિર્ભય માર્ગ છે. આ બિંદુ પર જો જીવ અટકી જાય, કષાયની ઉપશાંતતા થાય નહીં, વૈરાગ્યની મજાક ઉડાવે તો તેવો જીવ આટલો વિકસિત થયા પછી પુનઃ અધોગતિના ચક્રમાં, પંચેન્દ્રિયથી પુનઃ એકેન્દ્રિય સુધી ચાલ્યો જાય છે, પરંતુ આ મતાગ્રહી જીવ સત્યનો સ્વીકાર કરતો નથી, કષાયના આવેગને શાંત કરતો નથી. વિરકિતભાવથી દૂર રહે છે ત્યારે તે મતાગ્રહી છે એટલું જ નહીં, પતનને માર્ગે છે. અસ્તુ
અહીં ઉપશમભાવ વિશે બે શબ્દો કહયા પછી શાસ્ત્રકારે કહ્યું છે કે “નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય”.