Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
વંચિત થઈ કુસંગીની જેમ પોતે પણ ભવજળમાં ડૂબી જાય છે. અસ્તુઃ
અહીં શાસ્ત્રકારે ‘બૂડે ભવજળ માંહિ' કહ્યું છે. આ પદ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વપૂર્ણ પદ છે. ભારતના બધા સાત્ત્વિક ધર્મ જન્મની પરંપરાને માને છે. પૂર્વ જન્મ, પુનર્જન્મ પામી જીવ એક દેહને છોડી બીજો દેહ ધારણ કરે છે. કર્મ સંસ્કાર પ્રમાણે તેવી તેવી યોનિઓમાં તે ઉત્પન્ન થાય છે અને ચોરાસી લાખ યોનિઓનો ભવસાગર બતાવવામાં આવ્યો છે. આ ભવજળ શું છે તે બહુ જ સુંદર વિષય છે. તેની ચર્ચા કરી આ ગાથા પૂર્ણ કરશું.
બૂડે ભવજળ માંહિ : આસ્તિક નાસ્તિકનો પણ મુખ્ય આધાર જન્મ જન્માંતરની જીવની કથા છે. જે લોકો પૂર્વજન્મ માનતા નથી તે નાસ્તિક કોટિમાં આવે છે. સ્વયં શાસ્ત્રકાર આત્મસિધ્ધિના આગળના પદોમાં પણ આ વિષય ઉપર પ્રકાશ નાંખે છે. તેથી અહીં ટૂંકમાં જ કહીએ છીએ. આ ભવજંજાળ તે શુભાશુભ કર્મનું ફળ છે. ભવજંજાળ બે ભાગમાં વિભકત થાય છે, દુર્ગતિ અને શુભગતિ. મનુષ્ય અને દેવની ગતિ ઉત્તમ છે, જયારે તિર્યંચ અને નારકીના ભવો અશુભ ગણાય છે. શુભગતિ ભૌતિક સુખ આપનારી છે, પરંતુ તેનાથી મુકિત થતી નથી. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે શુન્ય પુન્યે મૃત્યુલોક વિસંતિ અર્થાત્ પુણ્યનો ક્ષય થયા પછી જીવ પુનઃ અધોગતિ પામે છે. આમ શુભગતિ પણ એક પ્રકારની ભવજાળ છે. જીવ ભવજાળમાં ન જાય તેનો ઉપાય શ્રુતજ્ઞાનમાર્ગ છે. પરંતુ કુસંગી જીવના સંપર્કથી જીવ ભવજાળથી મુકત થઈ શકતો નથી. ભવજાળની સત્યતા વિશે સચોટ વૈજ્ઞાનિક પ્રમાણો ઉપલબ્ધ નથી. તેથી કેટલાંક તર્કવાદી ભવપંરપરાનો સ્વીકાર કરતાં નથી. પરંતુ સમગ્ર વિશ્વતંત્રનું નિરીક્ષણ કરતા લાગે છે કે જીવાત્મા જેવું અખંડ જ્ઞાનતત્ત્વ આટલી ટૂંકી યાત્રામાં સીમીત ન થઈ શકે. "ન હન્યતે હૈંચમાને શી' શરીરનો નાશ થવાથી જીવનો પણ નાશ થઈ જાય, તે ટૂંકા તર્કનું પરિણામ છે તેમ માનવું. દીર્ઘદૃષ્ટિએ જોતાં, જીવનની આસ્તિકતા એ જ વાસ્તવિકતા છે. અસ્તુ.
અહીં શાસ્ત્રકારે જે સાધનદશા કહી હતી અને એ રીતે જ્ઞાનદશા પણ કહી છે. તો દશા શબ્દ શું સુચવે છે ? જ્ઞાન અને સાધનની સાથે દશા શબ્દનો ઉલ્લેખ કર્યા છે તે કોઈ વિશેષ પ્રયોગ છે. ‘દશા' શબ્દ અવસ્થાવાચી છે. રૂપાંતરની સૂચક છે. કોઈપણ પદાર્થમાં તેમની એક વિશેષ અવસ્થા હોય છે અને આ વિશેષ અવસ્થા સમગ્ર ત્રૈકાલિક ભાવો પર પ્રભાવ પાડે છે. સોનું પણ એક પથ્થર જેવો પદાર્થ છે અને ભૌતિક જડભાવ છે. પરંતુ સ્વર્ણમય તેની અવસ્થા તેના મૂલ્યમાં અપાર વૃધ્ધિ કરે છે. પદાર્થ ગમે તેવો નામધારી અને ગુણાત્મક હોય પણ તેની અવસ્થા બરાબર ન હોય તો પદાર્થ નિર્ગુણ બની જાય છે. દૂધ તે ઉત્તમ પદાર્થ છે. પરંતુ તેની જોબગડેલી અવસ્થા હોય તો તે હેય બની જાય છે. અહીં જ્ઞાનદશાનો અર્થ ‘જ્ઞાનની એક ઉચ્ચકોટીની અવસ્થા' તે પ્રમાણે થાય છે. જેમાં પદાર્થનું શુધ્ધ રૂપ પ્રતિબિંબિત થાય છે અને જ્ઞાનની આ અવસ્થા સમસ્ત જ્ઞાનને કે જ્ઞાનીને ધન્ય બનાવી દે છે. સામાન્ય કક્ષામાંથી મુકત થઈ જ્ઞાન જયારે વિશેષ પ્રકારની ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે તે અમૂલ્ય ઝવેરાત બની જાય છે. ધન્ય છે આવી વિશેષ અવસ્થાને ! આ જ રીતે સાધનદશામાં સાધનની અવસ્થાનો પ્રતિબોધ કરવાનો છે અને ઉચ્ચકોટિની સાધન અવસ્થા સમગ્ર સાધનને ધન્ય બનાવી શકે છે. તેથી અહીં કવિરાજે ‘દશા' શબ્દનો પ્રયોગ
૩૧૩
000000000