Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સમજી, તે પદાર્થોના મોહથી વિમુકત કરે તે જ્ઞાનદશાની કક્ષામાં આવે છે. જેમ જગતના અન્ય પદાર્થોના નિર્ણય કરે છે તેમ સ્વયં એક જ્ઞાનપુરૂષ છે, એક જ્ઞાનપિંડ છે, સ્વયં એક ચૈતન્ય દ્રવ્ય છે અને તેના બધા ગુણધર્મોનો નિર્ણય કરી તેનાથી ઉપજતી નિહિ દશામાં જે જ્ઞાન પહોંચાડે છે તે જ્ઞાનદશાની કક્ષામાં આવે છે. જ્ઞાનદશામાં લૌકિક નહીં, અલૌકિક ભાવો ભરપૂર છે. શાશ્વત તત્ત્વોનું જેમાં ભાન થાય છે અને સ્વયં એક શાશ્વત સત્તા છે, તેવો નિર્ણયાત્માક ઠોસ પ્રતિધ્વનિ જેમાં પ્રાપ્ત થાય છે તે જ્ઞાનદશા છે. ઉપરના બધા આવરણોને હટાવી નિરાવરણ તત્ત્વનું જે ભાન કરી શકે, કર્મયુકત આત્મામાં પણ કર્મોને ભિન્ન જાણી કમેની વચ્ચે રહેલ સ્વતંત્ર આત્મસત્તાનું જેમાં પ્રતિજ્ઞાન થાય અથવા કહો કે તે અંતર્ઘટમાં પ્રવેશ કરી આનંદઘન તત્ત્વને ઓળખી આનંદ સરિતામાં સ્નાન કરે, તે જીવની જ્ઞાનદશા છે. જ્ઞાનદશા લય પામનારું તત્ત્વ નથી. એ સ્થાયી તત્ત્વ છે. ક્ષણિક પદાર્થોની પર્યાયાદિના જ્ઞાનથી ઉત્પન્ન થતું ક્ષણિક સુખ જેમ ક્ષણિક છે તેમ તે જ્ઞાન પણ ક્ષણિક છે. પરંતુ તલસ્પર્શી શાશ્વત દ્રવ્યનું જ્ઞાન શાશ્વત સુખ અને આનંદ આપે તેવું હોવાથી સ્વયં પણ શાશ્વત ભાવને વરેલું છે, આ છે જ્ઞાનદશાનું દર્પણ !
જે જીવે પૂર્વમાં સવ્યવહારોનું ઉલ્લંઘન કરી કોરા શબ્દોના ઘૂંક ઉડાડયા હોય તે જીવ આવી અખંડ જ્ઞાનદશા પ્રાપ્ત કરી શકતા નથી. જેને આપણે ઉપરમાં વિસ્તૃત જ્ઞાન કર્યું, તે જ્ઞાનદશાને આવો સાધક સ્પર્શી શકતો નથી.
સાધન દશા ન કાંઈ આ બીજા પદમાં ર૯મી ગાથામાં બતાવેલા દુર્ગુણોનું પુનઃ દુષ્પરિણામ પ્રગટ કરે છે. જો કે ર૯મી ગાથામાં સાધનહીનતા બતાવી છે અને ફરીથી અહીં તે જ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે. આમ બે વાર કહેવાનો કવિનો આશય સાધનહીનતા ઉપર ભાર મૂકવાનો છે. સ્થૂલ રીતે આપણે પ્રારંભમાં આ વસ્તુ કહી છે. પરંતુ આ સાધનદશા શું છે તે જાણીએ. જેમ જ્ઞાનદશા છે તે જીવની પરમ ઉપકારી પ્રગટ થયેલી નિર્મળ જયોતિ છે. પરંતુ તમામ શાસ્ત્રો એમ કહે છે કે જ્ઞાનની સાથે જીવાત્માને ઉત્તમ સાધનો મળ્યા હોય તો તે કર્મ છેદન કરવામાં અથવા મોહસાગરને તરવામાં એક અદ્ભુત પરાક્રમ કરી શકે છે. જેમ કોઈ વિખ્યાત ડોકટર હોય, તે ડોકટરી વિદ્યાનો પૂરો જાણકાર હોય, પરંતુ તેની પાસે ઓપરેશન કરવાના સાધન ન હોય તો તે અટકી જાય છે. તેનું મીશન અલના પામે છે, તેની વિદ્યા સ્વપર ઉપકારી થવામાં નિષ્ફળ બને છે. જેથી તમામ શાસ્ત્રકારોએ સાધનદશાને મહત્ત્વ આપ્યું છે. આ પૂર્વમાં આપણે કહી ગયા કે દ્રવ્ય સાધન અને ભાવ સાધન. દ્રવ્યસાધન તે પુણ્યનો ઉદય છે પરંતુ ભાવસાધન તે કોઈ આંતરિકકૃપા, સદ્ગુરુની કૃપા કે મોહનીય કર્મનો ઉત્તમ ક્ષયોપશમ, વીર્યાન્તરાય કર્મનો અભાવ અને તેનાથી ઉપજતી જે ગુણશ્રેણી છે. ભાવ સાધન તે જ્ઞાનથી ભિન્ન એવા બીજા બધા ઉત્તમ ભાવોનું સામંજસ્ય છે. આ ઉત્તમ ગુણોમાં ભકિત, પ્રેમ, ત્યાગ, નિર્મોહદશા અને બ્રહ્મચર્ય ઈત્યાદિ સાધનદશાના નિર્મળ ઉપકરણ છે. જે જીવ ભ્રષ્ટ થયેલો છે, બાહ્ય વાણીયોગમાં રમણ કરે છે, તે ઉત્તમ સાધનદશા અથવા ભાવ સાધનોથી રહિત હોય છે, અથવા તેને પ્રાપ્ત કરી શકતો નથી. જ્ઞાનદશા બહુ જ નિર્મળ, નાજુક તત્ત્વ છે. દીપકની જયોતિ જેમ એક પ્રકારની લો” છે, પવનના સપાટાથી તે જયોતિ ડોલાયમાન થતી હોય છે પરંતુ અનુકુળ
૩૧૧
: