________________
ગાથા-૩૦
જ્ઞાનદશા પામેનહીં, સાધન દશા ન કાંઈ;
'પામે તેનો સંગ છે, તે બૂડે ભવમાંહિ || જ્ઞાનદશા–સાધન દશાનો સંબંધ : જ્ઞાનદશા અને સાધનહીનતા, એ બન્નેનો થોડો પરસ્પર સંબંધ પણ છે. કારણ કે જ્ઞાનદશાના અભાવમાં ઊંચા સાધનોનું ચયન થતું નથી. અહીં આપણે ચૌભંગી વ્યકત કરીએ.
(૧) જ્ઞાનદશા અને સાધનદશા બન્નેની ઉપસ્થિતિ (૨) જ્ઞાનદશા અને સાધન હીનતા (૩) જ્ઞાનદશાનો અભાવ અને સાધનની હાજરી (૪) જ્ઞાનદશાનો પણ અભાવ અને સાધન દશાનો પણ અભાવ.
બન્ને ખંડમાં પરસ્પર સામાન્યપણે કાર્યકારણનો સંભવ છે. પરંતુ નિશ્ચિતરૂપે કાર્યકારણ સંભવિત હોય એમ જણાતું નથી. પ્રથમ ભંગ તો કલ્યાણકારી છે જ, જેમાં જ્ઞાનદશાને પ્રાપ્ત કરી જીવાત્મા સાધનદશા પણ મેળવે છે અને ચતુર્થ ભંગ ઉપર શાસ્ત્રકારે સ્વયં અભિપ્રાય આપ્યો છે. જ્ઞાનદશા પણ નથી ને સાધનદશા પણ નથી. જે જીવના કલ્યાણ પથમાં બાધક છે. વચલા બે ભંગ તે વિકલ્પવાળા છે. તેમાં જ્ઞાનદશાની હાજરી હોય અને હજુ સાધન પ્રાપ્ત ન થયા હોય તો તે હાનિકારક નથી. પરંતુ જ્ઞાનદશા ન હોય અને ઉત્તમ સાધનો મળ્યા હોય તો આ ત્રીજો ભંગ ઘણો જ હાનિકારક છે જો કે આ બીજો અને ત્રીજો ભંગ ઘટિત થાય કે કેમ તેનો દાર્શનિક દ્રષ્ટિએ વિચાર ન કરતા સામાન્યભાવે તે બન્ને ભંગ ઉપર હિતાહિતનો વિચાર કર્યો છે અને તેમાં જ્ઞાનદશાનો અભાવ એ જ મુખ્ય તત્ત્વ છે. હવે આપણે મૂળ ગાથા ઉપર આવીએ. પૂર્વ ગાથામાં જે કોરી જ્ઞાનની વાતો કરનાર વ્યકિતને પ્રગટ કરેલ છે તેનો સાક્ષાતરૂપે ૩૦મી ગાથામાં ઘટસ્ફોટ કર્યો છે. સવ્યવહાર લોપનાર વ્યકિત જ્ઞાનદશાને પ્રાપ્ત કરતો નથી. જ્ઞાનદશા તે આગળનું બિંદુ છે, ઉચ્ચકોટિનું પગલું છે. પૂર્વના દોષોને કારણે જ્ઞાનદશા થાય નહીં અને તે જ રીતે પૂર્વના દોષને કારણે ઊંચા સાધનનો પણ વિકાસ ન કરી શકે તે સ્પષ્ટ કર્યું છે. અહીં સાધન હીનતાનો બને ગાથામાં પ્રયોગ કર્યો છે. પૂર્વ ગાથામાં “સાધન રહિત' કહ્યું છે જ્યારે અહીં સાધન ન પામે એમ કહ્યું છે. બન્નેનું તાત્પર્ય એક જ છે, તેથી સમજાય છે કે સાધન હીનતા તે ઘણી જ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિ છે. જેથી શાસ્ત્રકારે બે વાર તે વાતનો ઉલ્લેખ કરીને પાઠકને સમજાવવા કોશિષ કરી છે. સાધન તે વ્યવહારનું હોય કે પરમાર્થનું હોય, દરેક જગ્યાએ સાધનની મહત્તા છે. સાધનનો અભાવ બે પ્રકારનો છે. (૧) સાધન ન હોવું અને (૨) સાધન હોવા છતાં શુધ્ધ ન હોવું, અયોગ્ય સાધન કે, અનફીટ સાધન હોય તો પણ સાધનનો અભાવ જ છે. જેમ કોઈ વ્યકિત દહીં ખાવાની ઈચ્છાથી દૂધ રૂપી સાધનનો ઉપયોગ કરે છે. દૂધનું ન હોવું તે પણ સાધનનો અભાવ છે અને ખરાબ કે બગડેલું દૂધ હોય ત્યાં પણ શુધ્ધ સાધનનો અભાવ છે. આ રીતે સાધનની હીનતા બને રીતે સમજી શકાય એવી છે. સંભવતઃ, ૨૯ભી ગાથામાં “સાધન રહિત’ કહીને સંપૂર્ણ સાધનનો અભાવ વ્યકત કર્યો છે, જયારે આ ૩૦મી ગાથામાં સાધન પામે ન કાંઈ, એમ કહી યોગ્ય