Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
કરીને ઉચ્ચકોટિનું ઉદ્ધોધન કર્યું છે. આત્મસિધ્ધિના એક એક પદ અને એક એક શબ્દ પર વિચાર કરતા જાણે સાચા મોતીની માળા હોય અને તેથી પણ વિશેષ રત્નકણિકા અંદર પરોવેલી હોય તેવો પ્રત્યેક પદે બોધ થાય છે, આનંદ થાય છે અને ભકિતરસ જાગૃત્ત થાય છે.
આટલું કહ્યા પછી આપણે આ ૩૦મી ગાથાનો સંક્ષેપ સારાંશ કહી આગળ વધશું.
ઉપસંહાર : આખી ગાથામાં મુખ્ય જ્ઞાન અને સાધન વિહીન વ્યકિત અશુભગતિનું નિમિત્ત બને છે અને આવા કુસંગીનો સંપર્ક કરવાથી સામાન્ય ભકતજનો ભવસાગરમાં ડૂબે છે. અર્થાત અસંખ્યકાળ સુધી એકેન્દ્રિય, વિકસેન્દ્રિય આદિ ગતિમાં જન્મ-મૃત્યુ કરતા રહે છે. વિશેષ દુર્ગતિ થાય તો નરકગતિમાં પરમાધામી દેવોના હાથે અનંત દુઃખની પ્રાપ્તિ થાય. તેથી જીવાત્માએ કુસંગથી બચવું જોઈએ. સત્સંગ તે જીવના વિકાસનો સાચો પાયો છે તે સમજવું જોઈએ. જેની પાસે જ્ઞાન નથી અને અંધશ્રધ્ધાથી સ્વાર્થમય પ્રવૃત્તિ કરતા હોય, તેવા ગુરુનામ ધરાવતા કહેવાતા ગુરુથી દૂર રહેવું જોઈએ. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે સ્વાર કલ્યાણ સાધે તે સંતનું લક્ષણ છે. આ ગાથામાં જે ઉપદેશ આવ્યો છે તે પણ કંસગથી બચવા માટે ચેતવણી આપી છે. હવે આપણે ૩૧મી ગાથામાં પ્રવેશ કરતાં પહેલા તેનો ઉપોદ્ઘાત કરીએ.
ઉપોદ્દાતઃ આ ગાથામાં મતાર્થ થવામાં બીજા પણ કેટલાક કારણો છે. તે પણ પ્રત્યક્ષ દેખાય તેવા કારણો છે, તેથી અહીં સ્પષ્ટપણે તેનો ઉલ્લેખ કર્યો છે. સંસારમાં લગભગ જે કાંઈ અહંકાર અને સ્વાર્થની પ્રવૃત્તિઓ છે તેની પાછળ માન પામવાની, મોટા થવાની, લોકેષણા કે તૃષ્ણા ભરેલી હોય છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે" કંચન ત્યજવો હેજ હૈ, સ્ટેજ સ્ત્રીનો નેહ, કિન્તુ માન બડા ઈષ્ય તુલસી દુર્લભ એહ" અર્થાત્ માન મૂકવું બહુ જ કઠણ છે. સાંસારિક નિમિત્તો તો માન વધારવાના સાધન છે. ધન સંપત્તિ, બંગલા, મોટર, પરિગ્રહ અને સત્તા, આ બધા કારણે જીવ મોટાઈ મેળવે છે. પરંતુ કેમ જાણે અધૂરું રહી ગયું હોય તેમ મોટાઈ મેળવવા માટે ધર્મનો પણ ખુલ્લ ખુલ્લા ઉપયોગ કરે છે અને ધર્મના ક્ષેત્રમાં પણ પોતાનું માન કેમ વધે તે લક્ષ બનાવે છે. સાચુ લક્ષ ચૂકી જાય છે. લક્ષ ભ્રષ્ટ થયેલા આત્માઓને માટે મતાર્થ થવામાં એક વધારે કારણનો ઉમેરો કરે છે. જે અહીં કવિરાજ કહે છે “નિજ માનાદિ કાજ અર્થાત્ પોતાનું માન વધારવાને અર્થે જે કાંઈ કરે છે એ પણ એક મતાર્થ છે. એટલે કડીના પ્રારંભમાં જ કહયું છે કે એ પણ જીવ મતાર્થમાં “એ” એટલે જ માનાદિ છે. તે માનાદિ લક્ષ બનાવીને મતાર્થનો વધારો કરે છે. અર્થાતુ શાસ્ત્રકાર તેને એક પ્રકારનો મતાર્થ ગણે છે અને આ ગાથા ધર્મના ક્ષેત્રમાં પ્રવેશેલી વિકૃતિ ઉપર પ્રકાશ નાંખે છે. ઉપોદ્ઘાત કરી ગાથાને સમજીએ..
&&ા ૩૧૪ :