Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
સ્થાન અને યોગ હોય તો આ લો બરાબર સમાનભાવે જલતી રહે છે. તેમ જ્ઞાનદશાની લો ઉપર જો સાધનની કમજોરી હોય તો તેનો સપાટો લાગવાથી જ્ઞાનદશા ડોલાયમાન થાય છે પરંતુ પ્રબળ સાધનની ઉપસ્થિતિ હોય તો જ્ઞાનદશા અખંડ જળવાય રહે છે. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે કે “સહન જ્ઞાન વારિત્રાળ મોક્ષમા” અર્થાત્ જ્ઞાનની સાથે સમ્યફ ચારિત્રનો સહયોગ આવશ્યક છે. ચારિત્ર શબ્દ જ સાધનદશાનો વાચક છે. ચારિત્ર તે જીવનો વિશિષ્ટ ગુણ છે અને જ્ઞાનનો પરમ સહયોગી છે. જેથી અહીં શાસ્ત્રકારે સાધનદશાને મહત્ત્વ આપ્યું છે. જીવ સાધન દશા ન પામે તો આવો જીવ અધૂરી યાત્રા મૂકી મતાગ્રહમાં પડી જ્ઞાનહીન તો બને જ છે, ચારિત્રહીન પણ બને છે. * ૩૦મી ગાથા એ સાધનાની બે આંખો છે, બે પાંખો છે. બન્ને આંખ જાય તો જીવ આંધળા બને અને બન્ને પાંખ તૂટે તો પક્ષી જમીન પર જઈ પડે. તેમ શાસ્ત્રકાર અહીં કહે છે કે જ્ઞાનદશા અને સાધનદશાની બન્ને આંખો ગુમાવી જીવો આંધળા બની જાય છે. બન્ને પાંખો ગુમાવી નિરાધાર બની જાય છે. ધન્ય છે ગુરુદેવની આ અમોઘ વાણીને ! ધન્ય છે, તેમની અભૂત રચનાને ! તેમણે બે ટૂંકા પદોમાં સમગ્ર શાસ્ત્રને વણી લીધું છે મોક્ષમાર્ગના અવરોધક પથ્થરાઓ બતાવી જો ઊંધે રસ્તે ચાલે તો કેવી ભયંકર દશા પામે તેનો આભાસ આપ્યો છે.
આ ગાથાના ઉત્તરાર્ધમાં આવો વ્યકિત ફકત પોતાનું નુકશાન કરતો નથી તેમ કહીને એક કુસંગરૂપી સામાજિક દુષણનું વિવરણ કરે છે. જે વ્યકિત જ્ઞાનદશા અને સાધનદશાથી હીન હોય, કોરી વાણીનો ધણી હોય, સવ્યવહારથી ભ્રષ્ટ હોય તો તેવા વ્યકિતનો સંગ સામાન્ય સરળ જીવો માટે કેવો ઘાતક બની જાય છે અને તેનો કુસંગ થવાથી જેમ કોઈ ચેપીરોગ બીજાને વળગે છે, તેમ આ વિરાધનાનો રોગ સામાન્ય જીવોને વળગતા વાર લાગતી નથી. જેમ પાથરેલી જાળમાં પક્ષીઓ ફસાય છે તેમ આવા જીવના સંગમાં આવનારા તેનાથી જો પ્રભાવિત થાય તો ભવજળ માંહે ડૂબી જાય છે. શાસ્ત્રકારે પણ એ જ પરિણામ બતાવ્યું છે કે બૂડે ભવજળમાંહિ'
ઉપાદાનની પ્રધાનતા : કુસંગ થવો અથવા કુસંગથી પ્રભાવિત થવું, તેનો આંતરિક આધારે શું છે? અથવા તેના આંતરિક કર્મજન્ય પરિણામ શું છે તેના ઉપર થોડો પ્રકાશ નાંખશું. આવા કુસંગ દેનારા નિમિત્તભાવે છે. પરંતુ ઉપાદાનમાં જીવની પોતાની અક્ષમતા કારણભૂત હોય છે. જેમ લાકડામાં ખીલી લાગે છે પણ લોઢામાં વળી જાય છે, તો જેમ ખીલી કારણભૂત છે તેમ લાકડાની કમજોરી પણ કારણભૂત છે. કાષ્ટની રચના તેનું ઉપાદાન કારણ છે. જયારે ખીલી છે એ નિમિત્તકારણ છે. શાસ્ત્રકારો એમ કહે છે કે મિથ્યાત્વ મોહનીયના ઉદયભાવો પ્રબળભાવે વર્તતા હોય, જ્ઞાનાવરણીયકર્મનો ઉત્તમ ક્ષયોપશમ ન થયો હોય, કષાય મોહનીય તથા નોકષાય મોહનીયનો ઉદય ભાવ ઝળકતો હોય અને કર્મ સંબંધી કોઈપણ ઉદયભાવે કુસંગી જીવ તેને હાલો લાગે છે, ગમે છે, ત્યારે નિમિત્તભાવે તે આવા જીવ ઉપર પ્રભાવ પાથરી શકે છે.
ખેતર તૈયાર થયું હોય પછી તેમાં સારા નરસા બીજો અંકુરિત થાય છે અને નિમિત્ત ઉપાદાન બન્ને મળીને એક વિષમ કાર્ય પેદા કરે છે. એ જ રીતે અહીં કર્માધીન સ્થિતિવાળા જીવની સ્વયંની ઉપાદાનની પ્રતિકૂળતા છે અને તે કુસંગી જીવનો સંગ સ્વીકારે છે ત્યારે તે બધા ગુણોથી
૩૧૨