Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
માનવજીવનમાં તો સવ્યવહારનું આચરણ વ્યકિત માટે તો શાંતિદાયક છે જ પરંતુ સમગ્ર માનવજાતિ માટે પણ શાંતિકારક છે. એક પ્રકારનો વ્યવહાર તે ઉચ્ચકોટિનો લોક વ્યવહાર છે. સવ્યવહારની થોડી સ્થૂલ વ્યાખ્યા કર્યા પછી તે બાબત તાત્ત્વિક ચિંતન પણ કરશું. નીતિ નિયમ તે વ્યવહારનું બીજ છે.
મનુષ્યની પાસે મન, વચન અને કાયા એ ત્રિયોગની સંપત્તિ છે. આ ત્રણેય યોગ શુભાશુભ બને છે. કયારેક ઘણા અનૈતિક બની જીવનને અનાચાર તરફ લઈ જાય છે. જેનાથી મહાદુષણ પેદા થાય છે. એટલે તમામ ધાર્મિક શાસ્ત્રો અને લગભગ બધા જ ધર્મગુરુઓએ માનવ જીવનને સદાચાર તરફ વાળવા પૂરો પ્રયાસ કર્યો છે. ખાલી ઉપદેશ આપ્યો છે, એટલું નહીં પરંતુ સદાચારનું આચરણ કરીને માનવ જીવનને મોટો બોધપાઠ પણ આપ્યો છે.
શાસ્ત્રકારનો ઉજજવળ સદાચાર : વધારે તો શું આ શાસ્ત્રના રચયિતા સ્વયં કૃપાળુ ગુરુદેવ કેટલા બધા સદાચારી, સવ્યવહારથી ભરેલા અને ત્યાગમય જીવનથી શોભતા હતા. તેમનું આખું જીવનચરિત્ર સદાચાર અને વ્યવહારથી ભરપૂર હતું. આ સદાચારમાંથી સચિંતન, સવાંચનના બીજ અંકુરિત થઈ તેમને એક મહાન અધ્યાત્મયોગી તરીકે વિશ્વવિખ્યાત બનાવ્યા. તેમના જ્ઞાન સાથે તેમની સાત્ત્વિક સાધના પણ જોડાયેલી છે. મહાત્મા ગાંધી જેવા મહાન વ્યકિત પણ તેમને ગુરુ તરીકે સ્વીકારે છે. તેમાં તેમનું જ્ઞાન તો રત્નકણિકાની જેમ ચળકે છે અને સાથે તેમનો સવ્યવહાર પણ ઘણો પ્રભાવ પાથરે છે.
મનુષ્ય વિશ્વમાં એકલો નથી. તે સામાજિક જીવન પણ ધરાવે છે. પતિ-પત્ની, બેન–ભાઈ, માતા-પિતા અને મિત્રો તથા પારિવારિક સબંધીઓ વચ્ચે મનુષ્ય જીવન પથરાયેલું છે, પરસ્પર નૈતિક વ્યવહાર ઊંચો હોય તો જ એ સગૃહસ્થરૂપે જીવી શકે છે. આ બધા દુનિયાદારીના વ્યવહારિક સંબંધોમાં પણ સવ્યવહાર મુખ્ય શાન ધરાવે છે.
ત્યારબાદ ધાર્મિક સમાજની રચના થાય છે. ધર્મના નિમિત્તે જનસમૂહ સંગઠિત થાય છે અને નાના મોટા ધાર્મિક અનુષ્ઠાનોની આરાધના ઉપાસના થાય છે. આ બધા કાર્યક્રમોમાં સવ્યવહાર ધાર્મિક ઉપાસનાનું અંગ બની જાય છે. સત્ય બોલવું, હિંસા ન કરવી, ચોરી ન કરવી, ચારિત્રનું પાલન કરવું, ઈત્યાદિ બધા ધર્મો એક પ્રકારે સવ્યવહારનું પરિણામ છે અને તેને ધાર્મિક ઉપાસના પણ કહેવાય છે. એક માણસ વ્રત નિયમ કરતો હોય અને ખોટું બોલતો હોય, ખોટો વ્યવહાર કરતો હોય અને તેનો વ્યવહાર લોપાતો હોય તો તે અને તેની ક્રિયા, બંને કલંકિત થાય છે.
અહીં તત્વચિંતનને ફકત શબ્દો અને વાણીનું સાધન બનાવી તે વ્યકિત એમ કહેવા માંગે છે કે કોઈ બીજા નીતિ નિયમોની જરૂર નથી, સારા વ્યવહારની આવશ્યકતા નથી, સવ્યવહાર, ધાર્મિક આચરણ નથી, તમને જ્ઞાન હોય તો ગમે તેમ વર્તી શકો છો અને વ્યવહારની મર્યાદાનો ભંગ કરે છે. માનવ જીવનની ઉચ્ચકોટીની મર્યાદાનો લોપ કરે છે. જેમ કવિરાજે કહ્યું છે તેમ આવો વ્યકિત મૂળમાં પતિત હોવાથી સવ્યવહારનો લોપ કરે છે અને દુરાગ્રહી કે મતાગ્રહી બની જાય
સવ્યવહાર : આટલી સ્કૂલ વ્યાખ્યા કર્યા પછી સવ્યવહારની થોડી તાત્વિક વ્યાખ્યા
. ૩૦૪