Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-૨૯
(અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય, 'લોપે સવ્યવહારને, સાધન રહિત થાય ||
અથવા ની મીમાંસા : અહીં પ્રારંભમાં જ “અથવા” શબ્દ લખ્યો છે, આ અથવા શબ્દ જ સ્વયં એકપક્ષ કહ્યા પછી બીજા ઉત્તર પક્ષની વ્યાખ્યા કરશે અને સ્પષ્ટ કરશે કે આ બીજો પક્ષ પણ એટલો જ આત્મબાધક છે. જેમ કોઈ કહે કે ખોટું બોલો “અથવા ચોરી કરો, બને પાપ જ છે. અથવા શબ્દ બન્ને પક્ષની ગુણવત્તાને પ્રગટ કરે છે. આ ગુણવત્તા ઉત્તમ હોય કે કનિષ્ઠ હોય, ઉપકારી હોય કે અનુપકારી હોય પરંતુ બન્ને પક્ષના દુર્ગુણ અહીં સમાન છે. એટલે શાસ્ત્રકારે પ્રારંભમાં જ “અથવા’ શબ્દ મૂકયો છે. ત્રેતાદિનું અભિમાન કરવા પરમાર્થને ગ્રહણ ન કરવો, વૃત્તિના સ્વરૂપને ન ઓળખવું, આવા બધા મતાગ્રહ તો દુર્ગુણ હતા જ, પરંતુ આ બધા દુર્ગુણ હોય કે ન હોય, તે દુર્ગુણને આચરે અથવા હવે જે કહેવાશે તે દુર્ગુણને આચરે, તો બન્ને દુર્ગુણમાં સમપક્ષ છે. બન્ને આત્મકલ્યાણના આઘટિત તત્ત્વો છે, અયોગ્ય છે, અનુચિત છે, આવકાર્ય નથી, અગ્રાહ્ય છે અને સત્યતાથી દૂર છે, એટલે તત્ત્વતઃ અપ્રમાણિક પણ છે. આવી બધી વૃત્તિઓથી ભરેલો આ બીજો માર્ગ પણ એટલો જ ભયંકર છે એમ સ્પષ્ટ કરવા માટે અહીં “અથવા” શબ્દ મૂક્યો છે. પ્રથમ પક્ષમાં માનસિક અને સ્થળ વિકાર હતો. જયારે આ બીજા પક્ષમાં બૌધ્ધિક અને શાબ્દિક વિકાર છે. પહેલો વિકાર પણ મેલ હતો અને કલંક પ્રગટ કરનાર બાહ્ય વિકાર હતો, જયારે આ વિકાર અંતરંગ અને અંતરમાં જ મલિનભાવોથી વણાયેલો હોવાથી સૂક્ષ્મવિકાર છે. આમ સ્થળ અને સૂક્ષ્મ બંને વિકારો ઉપર સમાન દષ્ટિ રાખી શાસ્ત્રકારે અથવા શબ્દ મૂકયો છે. ડૂબી મરવા માટે તળાવ હોય “અથવા' દરિયો હોય, બન્ને સ્થાન એક જ પ્રકારનું પરિણામ આપનારી છે. તેમ અહીં પૂર્વમાં કહેલા વિકારો અને આ ગાથામાં કહેવાશે, તે વિકારો અને સરખું પરિણામ આપનારા છે. માટે “અથવા” શબ્દ કહીને કોઈ ઝેર ખાઈને આત્મહત્યા કરે અથવા અગ્નિમાં બળી મરે, બંને ક્રિયા આત્મહત્યાની જ છે, આત્મઘાતક છે. તો અહીં પણ બને ક્રિયા એટલી જ આત્મઘાતક છે તેમ કહ્યા પછી જ શાસ્ત્રકાર આગળનું વિવેચન કરવા માંગે છે. જેથી પ્રારંભમાં જ “અથવા’ શબ્દ મૂકયો છે.
કોઈ વ્યકિત ગાળો ભાંડે અથવા મારવા દોડે, બને ક્રિયા અપમાનજનક છે. આથી પાઠકને સમજાશે કે “અથવા” શબ્દનો શું ભાવ છે “અથવા” શબ્દ એ એક પ્રકારની ત્રાજુની દાંડી છે અને ત્રાજુની દાંડી બને પલ્લાની સમતુલા કરવા માટે ઉપયોગમાં આવે છે. એ જ રીતે ભાષામાં આવી ઉચ્ચકોટિની આત્મસિધ્ધિની ગાથામાં આ “અથવા” શબ્દ એક પ્રકારની ત્રાજુની દાંડી છે અને શાસ્ત્રકાર મહાપુરુષ હોવાથી, દિવ્ય સાધક હોવાથી, હકીકતમાં આ દાંડી સોનાની દાંડી જેવી છે. હવે આપણે “અથવા” નો બીજો પક્ષ સમજીએ.
નયવાદ : જેનદર્શનમાં નયવાદ બહુ જ મહત્ત્વપૂર્ણ જ્ઞાન કક્ષાનો ઉચ્ચકોટિનો તાત્વિક ગ્રંથ છે. સમગ્ર જૈનદર્શન નયવાદ ઉપર સંસ્થિત થયેલું છે. વિશ્વમાં જે પદાર્થો છે અથવા પદાર્થોની
૨૯૯