________________
વેશભૂષાથી ઉત્પન્ન થતો લોભ સ્વાર્થવૃત્તિનું પોષણ કરે છે. આવા આગ્રહમાં લક્ષ બીજું છે અને સાધન બીજું છે. લક્ષમાં મુકિત રાખે છે અને સાધન સ્વાર્થનું છે. આમ પ્રથમ બિંદુ કરતાં પણ આ બીજુ બિંદુ સાધક માટે વધારે બાધક બને છે. બંને બિંદુઓની પૃષ્ઠભૂમિ મોહનીય કર્મના પ્રભાવથી પ્રભાવિત છે. એકમાં મિથ્યાત્વ મોહનીય કર્મના પ્રભાવથી પ્રભાવિત છે. જયારે બીજામાં કષાય મોહનીયની પ્રધાનતા છે અર્થાત્ ચારિત્રમોહનીયની પ્રધાનતા છે.
અહીં વેષનો મતાગ્રહ બતાવ્યો છે કેટલાક સાધુસંપ્રદાયોએ વેશનો પરિત્યાગ કરી દિગમ્બર અવસ્થાને પણ ધારણ કરે, પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ વેશના આગ્રહથી મુકત થયા છે. જેમ વેશનો આગ્રહ હતો તેમ હવે નગ્નતાનો આગ્રહ છે, તેનાથી બંધાય છે. અહીં વેશ શબ્દનો અર્થ કપડાં નથી પણ તેના બાહ્ય દિદાર છે, તેની મુદ્રા છે, તેને પોતાનો વેશ માને છે. કપડાં વાળી અવસ્થા પણ વેશ અને નગ્ન અવસ્થા પણ અદશ્યમાન એક વેશ છે.
' સાધક–બાધક કારણ: ભારતવર્ષમાં અને સનાતન સંપ્રદાયોમાં અનેક પ્રકારની વેશભૂષાઓ છે. તેમાં કડી પહેરવાના, ચોટી રાખવાની, જટા રાખવાની આવી રીતે નવી નવી મુદ્રાઓથી પોતાની છાપ ઊભી કરવા માટે અને એક પ્રકારનું સંગઠન જાળવવા માટે વેશભૂષાનો ઉપયોગ થતો હતો અને એ પરંપરા અનુસાર જૈન ત્યાગીઓમાં પણ બેચાર પ્રકારની વેશ પરંપરાની શરૂઆત થઈ. જો કે જૈન સમાજમાં વેશનું વૈવિધ્ય ઘણું ઓછું છે. છતાં પણ એક નિશ્ચિત વેશનો આગ્રહ હોય છે. ખાસ કરીને વેશનો આગ્રહ ત્યાગીછંદમાં જ હોય છે. ગૃહસ્થો કે શ્રાવક સમાજમાં કોઈ અલગ વ્યવસ્થા હોતી નથી પરંતુ આ ભકતો ત્યાગીઓની વેશભૂષા વિશે ખૂબ ચીકણો આગ્રહ ધરાવતા હોય છે અને વેશભૂષાને મહત્ત્વ આપવા માટે મોક્ષ માર્ગમાં આની ઉપયોગિતા છે, તેવું વજન મૂકવામાં આવે છે. જેમ વૈદ્યરાજ રોગીની નાડી જોઈને રોગનું નિદાન કરે છે. તેમ આવા આગ્રહી જીવો વેષભૂષા જ મુકિતનું ચોકકસ લક્ષણ હોય તેવું નિદાન કરે છે. આ રીતે મુખ્ય માર્ગથી હટીને એક આડંબરનો જન્મ થાય છે. અસ્તુઃ આ રીતે અહીં બાહ્ય આડંબર પર તીવ્ર કટાક્ષ કર્યો છે.
અહીં જે નિદાન શબ્દનો પ્રયોગ કર્યો છે તે મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કે નિદાન એક અનુમાનીત નિશ્ચય હોય છે. જયાં પણ નિદાન કરવાનો અવસર હોય ત્યાં અનુમાન કરવું પડે છે. પ્રત્યક્ષ જે ચીજ જોઈ શકાઈ નથી, તેને માટે કોઈ પણ હેતુ દ્વારા કારણોની તપાસ કરી નિદાન કરવામાં આવે છે, નિદાનમાં શુધ્ધ હેતુ પ્રાપ્ત થાય, જો દર્શનશાસ્ત્ર હિસાબે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ ઈત્યાદિ દોષોથી રહિત હેતુ નિર્દોષ હોય તો જ અનુમાન સાચું થઈ શકે, નિદાન સાચું થઈ શકે પરંતુ હેતુ અશુધ્ધ હોય અથવા સાધ્ય સાથે તેને સબંધ ન હોય તો આવા નિદાન અજ્ઞાનજનક તો છે જ પરંતુ તેનાથી વિષમતા પણ ફેલાય છે.
અહીં જયાં જયાં આવી વેષભૂષા હોય ત્યાં ત્યાં મુકિત પ્રાપ્ત થાય તેવું કોઈ અનુમાન કરવાની શકયતા જ નથી, તે આશ્વાસન માત્ર છે. વેષભૂષા એ મુકિતનો હેતુ થઈ શકતી નથી. જયાં જયાં સમ્યજ્ઞાન હોય, ત્યાં ત્યાં મુકિત પ્રાપ્તિ થાય, તો અનુમાન યોગ્ય અનુમાન છે. વેષભૂષા એ પૌદ્ગલિક ભૌતિક વસ્તુ છે, જડ પદાર્થ છે. તેના દ્વારા આત્માનું કોઈ શુધ્ધ પરિણમન