________________
મિલન, પરસ્પર ઊંચી કક્ષાનું હોય અને એક પરિણમન અન્ય પરિણમનને સ્વીકારી શકે તેવી યોગ્યતા હોય તો ત્યાં “સદ્ગુરુનો યોગ” એક ધાર્યું પરિણામ લાવી શકે છે અને “સ્વચ્છંદ” ને મિટાવવા માટે જે ઉપાય બતાવ્યો છે, તેમાં આ એક વિશિષ્ટ સાચો ઉપાય છે.
એક મહત્વપૂર્ણ પ્રયોગ : અહીં સિદ્વિકારે “રોકાય’ શબ્દ બહુ જ જ્ઞાનપૂર્વક વાપર્યો છે તર્કશાસ્ત્ર એમ કહે છે કે – કોઈપણ “ભાવ” નો વિલય બે રીતે થાય છે – એક તો તે “ભાવ” ની સાથે સીધી મથામણ કરે, જયારે બીજો ઉપાય કારણનો નાશ કરવાથી, સ્વતઃ “કાર્ય” નો નાશ થાય. ઉદાહરણ રૂપે, અંધારાને રોકી શકાય નહીં પણ દીપક પ્રગટ કરવાથી સ્વતઃ અંધકાર રોકાય જાય છે. જેટલા “વિગુણો” છે, તે સીધી રીતે લય પામતા નથી. પરંતુ જે કારણોથી “વિગુણો” ઉત્પન્ન થાય છે તે કારણનો નાશ કરતાં, સ્વતઃ વિગુણ નાશ પામે છે અથવા વિગુણનો જે અનુયોગી છે તેવો “સગુણ” ઉત્પન કરવાથી પણ “વિગુણ” નો “લય” થાય છે જેમ કાર્યનો નાશ ન થઈ શકે તેમ કદાચ કારણનો નાશ કરવો પણ દુર્ગમ હોય, ત્યાં અનુયોગીને પ્રગટ કરવાથી કારણ અને કાર્ય બંનેનો વિલય થઈ જાય છે. તેને તર્કશાસ્ત્રમાં “અભાવાત્મક કારણ” કહે છે અથવા “અનુયોગી સાવ કારણ” પણ કહી શકાય છે.
અહીં “સ્વચ્છંદ” ને “રોકો” અથવા “રોક્વો” તેમ કહ્યું નથી પરંતુ “સ્વચ્છંદ રોકાય” તેવો શબ્દ વાપર્યો છે અને આ ક્રિયાત્મક કર્મણિપ્રયોગ ઘણો જ સમજપૂર્વક થયેલો છે.
પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થવાથી અને તેણે આપેલા મહત્ત્વપૂર્ણ ઉપદેશનો સ્વીકાર કરવાથી સ્વતઃ “સ્વચ્છંદ” ચાલ્યો જાય છે. “પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી” તેમાં અધ્યાહાર છે. અર્થાત યોગ” માત્ર નહિ પરંતુ “યોગ” થયા પછી સાચા અર્થમાં ઉપદેશ ગ્રહણ કરી આત્મા–અનાત્માનો સ્પષ્ટ નિર્ણય કરવો અને ત્યારબાદ સદ્ગુરુ પ્રત્યે ભક્તિ રાખી નિરંતર આ “યોગ”ને કે “ સંયોગને જાળવી રાખવો તેટલો અધ્યાહાર છે અને આ બધો અર્થ પ્રગટ થાય તો “સ્વચ્છંદ” ને રહેવાની જગ્યા રહેતી નથી. જૈનદર્શન પ્રમાણે આ “પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ” તે સાધકનો નિર્મળ મનોયોગ બની જાય છે, ત્યારબાદ તેને અનુકુળ વચનયોગ પણ બની જાય છે કાયાનું હલનચલન પણ “સ્વચ્છંદ” થી વિરુધ્ધ, વિનયયુક્ત બની જાય છે, અને “પ્રત્યક્ષ સગુરુનો યોગ” ત્રિયોગી બની, સાધકના ત્રણે યોગમાં પરિણત થઈ જાય છે. આ જ રીતે સાધક સમ્યક રીતે સાધના કરે તો યોગશાસ્ત્રનો “યોગ” પણ તેમના જીવનમાં શરૂ થઈ જાય છે. અત્યાર સુધી જીવ “સ્વચ્છંદી” હતો પરંતુ હવે આ નૂતનભાવમાં આવવાથી જીવનનો એક નૂતન પ્રયોગ શરૂ થયો, આ “સ્વચ્છંદ રહિત” પ્રયોગથી જીવાત્માનો ઉપયોગ પણ શુદ્ધ થઈ જાય છે અને શુદ્ધ આત્મદ્રવ્યનો સંયોગ પણ બને છે. સાથે સાથે અનાદિકાળના બંધનરૂપ એવા વિકારીભાવોનો વિયોગ પણ થાય છે.
જુઓ તો ખરા ! આમ આ સોળમી ગાથામાં “પ્રત્યક્ષ સગુનો યોગ” કેટલો બધો મહત્વપૂર્ણ છે તે ઉપરના વિવરણથી સમજી શકાય તેમ છે. બધા અર્થમાં આ “યોગ” ને આપણે