________________
તો જ કાર્ય સોળ આના શુધ્ધ હોય. ઉપદેષ્ટા સર્વથા નિર્દોષ હોય તો તેનો ઉપદેશ પણ દોષરહિત મંગલકારી હોય.
અહીં શાસ્ત્રકારનું પણ એ જ મંતવ્ય છે કે વીતરાગ પ્રભુ ઉપદેષ્ટા છે અને તે સર્વથા પરિપૂર્ણ શુધ્ધ છે, રાગાદિ દોષથી મુકત છે. તેથી તેના નિરૂપણમાં કઈ પણ કચાશ ન હોય અને તેવા આ વિનય માર્ગનું નિરૂપણ કર્યું છે તેથી સમગ્ર વિનય માર્ગ ઉપાસ્ય છે, આદરણીય છે અને સર્વ ગુણ સંપન્ન છે.
આ બધુ હોવા છતાં કવિશ્રી આ માર્ગના મૂળ હેતુનું રહસ્ય ગુપ્ત રાખી રહસ્યવાદનું અવલંબન કરી માર્ગની ગંભીરતાનો ઈશારો કરે છે અને તેનો મૂળ હેતુ શું તે સમજવાનો અધિકાર કોઈ સુભાગી જીવ હોઈ શકે તેમ ઈશારો કર્યા છે. તો અહીં આપણે પણ આ મૂળ હેતુ પર વિચાર કરશું.
સુભાગ્યવાન કોણ ? : સર્વ પ્રથમ ‘સુભાગી' શબ્દનું વિવેચન કરશું. જો કે કાવ્યમાં સુભાગ્ય એમ લખ્યું છે. ભાગ્ય શબ્દ ભાવવાચક નામ છે અને તે કર્મ રૂપ છે. જયારે ‘ભાગી’ શબ્દ કર્તાવાચક વ્યક્તિવાચક નામ છે. અહીં શાસ્ત્રકારે કહ્યું છે કે મૂળ હેતુ સમજે તો સમજનાર કોઈ વ્યકિત જ હોવી જોઈએ કારણ કે ભાગ્ય શબ્દ કર્તાવાચક નથી. ભાગ્ય સમજવાની ચીજ છે. ભાગ્ય શબ્દ સમજદાર નથી કારણ કે તે વ્યકિત નથી, તે ભાવ માત્ર છે, તેથી હકીકતમાં સુભાગ્યનો અર્થ સુભાગી કરવો રહ્યો. ભાગી એટલે ભાગ્યવાન પરંતુ ફકત ભાગ્યવાન વ્યકિત ઉત્તમ જ હોઈ શકે તેવું નથી. ભાગ્ય શબ્દ પુણ્યનો ઉદય સૂચવે છે પરંતુ ધર્માનુકુળ એવા વ્યકિતના પુણ્યનો ઉદય થાય તો તે ભાગ્યવાન સુભાગી બને છે. અહીં ‘સુ’ શબ્દ ઉત્તમ પુણ્યનો સુચક છે ‘સુ’ શબ્દ સત્કર્મ, સદ્ભાવ અથવા ઉત્તમ વિચાર માટે વપરાય છે જેમ કે સુયોગ, સુજન, સુશબ્દ, સુસ્વર, ઈત્યાદિ ઉત્તમ ભાવ પ્રગટ કરવા માટે ‘સુ’ શબ્દ જોડવામાં આવે છે. શીલ તો સામાન્ય વ્યકિતમાં હોય પરંતુ જયારે તેનું શીલ ધર્મને અનુકૂળ હોય ત્યારે ‘સુશીલ’ બને છે તેમ અહીં સુભાગી શબ્દ પણ ઉત્તમ વિચારવાન પુણ્યશાળી વ્યકિત માટે પ્રયુકત થયો છે અને તેમાં એ વિનય માર્ગનો હેતુ સમજી શકે તેવો સુભાગી તો ખૂબ જ તત્ત્વચિંતક હોવો જોઈએ અને જે હેતુ, કારણ અને તેના પ્રત્યક્ષ પરોક્ષ ભાવો સમજી શકે તેને અહીં સુભાગી કહ્યા છે.
હવે આપણે મૂળ શબ્દ કાયમ રાખીને વિચાર કર્યા અર્થાત્ ‘સમજે કોઈ સુભાગ્ય' ! અહીં સમજદારથી સુભાગ્યને અલગ કરીને સમજદાર કોઈ વ્યકિત છે અને તે જે સમજે છે તે સભાગ્ય છે અર્થાત્ સુભાગ્યને સમજે છે અને સુભાગ્ય એ આત્મતત્ત્વની જે કંઈ ઝલક છે જેને પામીને જીવ પરમ શાંતિનો અનુભવ કરે છે તે સભાગ્ય છે. આ જીવ સુભાગ્યને સમજે છે અને સુભાગ્ય સમજવાની શકિત વિનયથી પ્રાપ્ત થાય છે. સુભાગ્ય પ્રાપ્ત કરવું એ વિનય માર્ગનો મૂળ હેતુ છે. અહીં સુભાગ્ય કર્મ છે. સમજદાર કર્તા છે અને વિનયમાર્ગ તેનું શુધ્ધ કારણ છે. અહીં કર્તા, કારણ અને કર્મ, ત્રણેનો ત્રિયોગ વ્યકત કર્યો છે. વિનયનો મૂળ હેતુ એમ કહેવામાં તાત્પર્ય એ છે કે ફકત
૨૪૩ ૭.