Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-ર૧
'અસદગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ, | મહામોહનીય કર્મથી, બૂડે ભવજલ માંહી |
પ્રથમ પદમાં કહ્યું છે કે, “અસદ્દગુરુ એ વિનયનો’ આમ કહીને કુગુરુનું ભાન કરાવી વિનય જેવી પવિત્ર વસ્તુ તેમના હાથમાં આવ્યા પછી તે સદુઉપયોગ કયાંથી કરી શકે કારણ કે ગુરુ સ્વયં અસદ્ગુરુ છે. નવાઈની વાત તો એ છે કે ગુરુ સાથે અસક્ષદ જોડવામાં આવ્યું છે. હકીકતમાં ગુરુ હોય ત્યાં અસત્ ન હોઈ શકે અને અસત્ હોય તે ગુરુ ન બની શકે. આમ પૂર્વ પક્ષમાં પ્રશ્ન થાય છે. ઉત્તરમાં જાણવાનું કે વ્યવહાર દષ્ટિએ આ શબ્દ બોલાય છે જેમ કોઈ કહે કે નકલી સોનું અથવા બનાવટી ચાંદી આમ વ્યવહારમાં બોલાય જો કે હકીકતમાં નકલી ચીજ સોનું ન થઈ શકે અને સોનું હોય તે નકલી ન થઈ શકે. બંને વિરોધાભાસી શબ્દ છે પરંતુ બંને શબ્દને જોડવાથી એક વ્યવહારિક ભાવ પ્રગટ થાય છે. વ્યવહારિક ભાવ પ્રગટ થતાં હોવા છતાં તે વાસ્તવિક હોતું નથી તે પોતાનું કુફળ ચખાડીને નષ્ટ થઈ જાય છે. આ ત્રીજી અવસ્થા તે વચગાળાની અવસ્થા છે. અસત્ય વ્યકિત ગુરુના કે સાધના કપડાં પહેરીને અને સદ્ગુરુ જેવા હાવ ભાવ કરે ત્યારે તેને સંબોધવા માટે સદ્ગુરુ પણ ન કહી શકાય અને સામાન્ય મનુષ્ય તરીકે પણ ન સંબોધી શકાય તેથી તેને બનાવટી સાધુ કહેવા પડે.
પ્રગટ ચોર તે ચોરની જગ્યાએ બરાબર છે અને સાચો સાધુ સાધુની જગ્યાએ બરાબર છે પરંતુ સાધુના વેશમાં ચોર વધારે ઘાતક છે. ચોર ચોર તરીકે ઓળખાય ત્યારે તેને પકડવાનું પણ સહેલું છે પરંતુ સાધુના વેશમાં રહેલા ચોરને પકડવાનું કામ મુશ્કેલ છે તેથી આ ગુણવાચક અને અવગુણવાચક બંને શબ્દોનું મિશ્રણ મિશ્ર અવસ્થાને પ્રગટ કરે છે જે ઘણી ઘાતક અવસ્થા છે. અહીં કવિરાજે અસદ્ગુરુ કહીને આ મિશ્ર અવસ્થાને પ્રગટ કરી છે. અહીં ગુરુનો અર્થ બાહ્ય વેશધારી ગુરુ છે અથવા માયાવી બુધ્ધિ રાખી નાના પ્રકારના ચમત્કારી ભાવો પ્રગટ કરી કહેવાતા ગુરુ તરીકે જે સ્થાન તેણે મેળવ્યું છે અને તેમની અંદર અસત્ તત્ત્વ કાર્ય કરી રહ્યું છે તેથી તે ગુરુ ગમે તેવા ડાહ્યા કહેવાતા હોય પરંતુ હકીકતમાં અસદ્ગુરુ છે.
૨૧મી ગાથાના પ્રારંભમાં આ શબ્દ મૂકીને કવિરાજે વિષયાંતરની સૂચના આપી છે અને અસદ્ગુરુ શું કરશે કે શું કરે છે તેનો ભાવ બીજા પદમાં સ્વયં કહેશે પરંતુ અહીં ખાસ સમજવાની વાત એ છે કે અસદ્ગુરુના હાથમાં કોઈ અશુધ્ધ તત્ત્વ મૂકયું નથી પરંતુ શુધ્ધ તત્ત્વ મૂકયું છે તેથી આપણે અહીં એક ચૌભંગી જણાવશું.
(૧) સદ્ગુરુ અને શુધ્ધ સાધન, (૨) સદ્ગુરુ અને અશુધ્ધ સાધન, (૩) અસદ્ગુરુ અને શુધ્ધ સાધન (૪) અસદ્ગુરુ અને અશુધ્ધ સાધન.
પ્રથમ ભંગ ઉપાદેય છે, પવિત્ર પણ છે અને કલ્યાણકારી છે. જેનું ૨૦ ગાથા સુધી સુંદર વર્ણન કર્યું છે. બીજો ભંગ ઉપલબ્ધ નથી થઈ શકતો અર્થાત્ ઘટિત થતો નથી, કારણ કે સદ્ગુરુ અશુધ્ધ સાધનનો સ્પર્શ જ ન કરે તેથી તે ભંગ પરિત્યાય છે. આ પણ વિવરણયુકત નથી. ત્રીજા
શાળા શાળામાં ૨૪૭ શાળામાં