Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
****
*******; ;
; ; ; ; ; ;
; ; ; ;
વિમુખતા : વિમુખ થવું એટલે શું? વિમુખ શબ્દથી વંચિત થવું અથવા વંચના થવી અથવા યોગ્યબિંદુનો પરિહાર થવો, અથવા સુવર્ણના અલંકાર કરવા માટે લોખંડને પિટવું, રોગ મટાડવા માટે રોગ વધે તેવી દવા ખાવી, આવા બધા વિમુખભાવો છે. ન ગ્રહણ કરવું તે પણ વિમુખતા છે અને ગ્રહણ કરેલાને વમી નાંખવું તે પણ વિમુખતા છે. ઘીના પાત્રને કોઈ ઉંધુ પાડે ત્યારે પાત્ર વિમુખ થાય છે. એટલું નહીં પણ ઘીનો પણ નાશ થાય છે. કોઈ ચીજથી વિમુખ થવાથી આવતા ગુણો અટકે છે એટલું જ નહીં પરંતુ ગ્રહણ કરેલા ગુણો પણ લુપ્ત થઈ જાય છે. મુખ શબ્દ લક્ષનો નિર્દેશ કરે છે અને લક્ષથી હટી જઈ દુર્લક્ષ કે અલક્ષ તરફ જવું તે વિમુખ કહેવાય. મુખ શબ્દ નિશાન સાધે છે ત્યારે વિમુખ શબ્દ નિશાન ચૂકે છે. ગતિથી વિપરીત ગતિ, ઉન્નતિથી અવનતિ, ઉડ્ડયનથી પતન, આ બધા વિમુખભાવો છે. વિમુખ એક પ્રકારે ગુણઘાતક હથિયાર છે. ઉત્તમભાવોથી વિંચિત કરે અને કુભાવો સાથે સંલગ્ન થાય તે વિમુખ પ્રવૃત્તિ છે. સંસ્કૃતિથી અસંસ્કૃતિ અથવા અપસંસ્કૃતિ, અઘોગતિ, વગેરે વિમુખ ભાવોના સીધા પરિણામ છે. ઉત્કર્ષ છોડીને અપકર્ષ કરવો, ગુણોમાંથી અવગુણ તરફ જવું તે બધા વિમુખભાવો છે.
અહીં શાસ્ત્રકારે વિમુખ શબ્દની ગંભીરતા લઈ સદ્ગુરુથી વિમુખ થવાનો કુભાવ બતાવ્યો છે અને તે પણ સદ્ગુરુ પ્રત્યક્ષ હોવા છતાં તેને દેખાતાં નથી. એક પ્રકારે આ વિમુખતા અંધાપો છે. જયાં વ્યકિત સ્વયં આંખ બંધ કરે, તો પ્રકાશ હોવા છતાં તે પ્રકાશથી વિમુખ છે. ઘરનો દરવાજો બંધ રાખે તેને માટે સૂર્ય પ્રત્યક્ષ હોવા છતાં પણ સૂર્યોદય થતો નથી. આવરણ એ વિમુખતાનો મુખ્ય ધર્મ છે. જૈનશાસ્ત્રોમાં પણ જ્ઞાનાવરણ આદિ કર્મોના બંધનમાં મુખ્યત્વે અવિવેક અને વિમુખતાને જ કારણ રૂપે બતાવ્યા છે. આ વ્યકિત પ્રત્યક્ષ સગુરુ હોવા છતાં તેનાથી વિમુખ થાય છે. એટલે અવિવેક કે અજ્ઞાનનો પડદો રાખીને સદ્ગુરુના દર્શન ઉપર આવરણ પાથરે છે. શાસ્ત્રકારે અહીં પ્રત્યક્ષ સરુના યોગમાં અથવા સદ્ગુરુની પ્રાપ્તિમાં પ્રાપ્ત હોવા છતાં એનાથી વિમુખ થાય છે. અશુભ કર્મોના ઉદયે જીવ પ્રત્યક્ષ, સદ્ગુરુ અને તેનો યોગ અર્થાત્ સમાગમ, આ ત્રણે ભાવોથી વિમુખ બને છે. પ્રત્યક્ષ હોવા છતાં જોતો નથી, એ પણ વિમુખતા છે. સદ્ગુરુ હોવા છતાં પણ ઓળખાતો નથી તે પણ વિમુખતા છે અને આવો સુંદર સંયોગ થાય છે, તેનાથી દૂર રહી યોગનો કે શુભ સંયોગનો ઉપયોગ કરતો નથી અને તે યોગથી પણ દૂર રહે છે. આમ ઝીણવટભરી દ્રષ્ટિએ વિચારીએ તો ત્રણે તત્ત્વોથી શ્રુત થાય છે, અર્થાત્ વિમુખ બને છે. - અહીં વિમખની સાથે વિશેષણ રૂપ દ્રષ્ટિ' શબ્દ છે. વિમુખતા બે પ્રકારની છે, કોઈ વ્યકિતનો વિરોધ કરે તો તેને પણ વિમુખ કહેવાય, પરંતુ જયારે કોઈ વિચારોનો વિરોધ થાય કે ઉપદેશનો વિરોધ થાય ત્યારે તે દ્રષ્ટિવિમુખ થયેલો કહેવાય. આ પદમાં દ્રષ્ટિવિમુખ શબ્દ મૂક્યો છે તે બહુ સમજપૂર્વક મૂકયો છે. સદ્ગુરુના જે ઉપદેશ અથવા તેમનું જે દર્શન છે, વિચારો છે તેને સમજી શકતો નથી, ગ્રહણ કરી શકતો નથી અને અજ્ઞાનથી કે કુતર્કથી વિપરીતભાવોને ભજે છે, તેવો વ્યકિત દ્રષ્ટિવિમુખ કહેવાય છે. દ્રષ્ટિ વિમુખ થયા પછી તેનું વર્તન પણ વિપરીત થઈ જાય છે. જેથી અહીં શાસ્ત્રકારે વર્તે એમ કહ્યું છે. સદગુરુના વ્યકિતત્ત્વ સાથે કે સ્વયં તેમની સાથે વિરોધ ભાવ નથી, પરંતુ સદ્ગુરુના ઉપદેશથી વિપરીત ચાલે છે. વ્યકિત સાથેનો વિરોધ તે સ્થૂલ અહંકાર
તા . ૨૮૧