Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ગાથા-૨૬ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દ્રષ્ટિ વિમુખ;
'અસદ્ગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુખ્ય || ઉપર્યુકત ગાથામાં સ્પષ્ટ રીતે ગુરુના બે ભાવ પ્રગટ કર્યા છે, સદ્ગુરુ અને અસદ્ગુરુ. અહીં આપણે એક ચૌભંગી રાખશું તો વધારે સ્પષ્ટ થઈ જશે.
(૧) સદ્ગુરુ અને સન્મુખ (૨) સદ્ગુરુ અને વિમુખ (૩) અસગુરુ અને સન્મુખ (૪) અસદ્ગુરુ અને વિમુખ.
આ ચૌભંગીમાં પ્રથમ ભંગ અને ચોથો ભંગ બંને આદરણીય છે અને લાભકારી છે. જયારે બીજો ભંગ અને ત્રીજો ભંગ બંને હાનિકર છે. આ ગાથામાં બીજા અને ત્રીજા ભંગ ઉપર પ્રકાશ નાંખ્યો છે. અર્થાત્ સદ્ગુરુથી વિમુખ છે અને અસગુરુમાં રસ ધરાવી તેને અનુકુળ થઈ દ્રઢપણે તેને વળગે છે અને આમ કરવામાં મુખ્યપણે પોતાનું માન અર્થાત્ અભિમાન વધે અને પોતાની વાહ વાહ થાય તેવો રસ્તો પણ પ્રગટ થાય છે. આ આખું વિવેચન જીવની વિપરીત દશાનું પ્રદર્શન કરે છે.
ગુરુના અલંકાર, સત્ય અને ગુરુતા ઃ અહીં આપણે પ્રથમ સદ્ગુરુ વિષે બે શબ્દ કહેશું. શાસ્ત્રાર સ્વયં આત્મસિધ્ધિમાં સદ્ગુરુ શબ્દનો ભરપૂર પ્રયોગ કરે છે, જેથી પૂર્વમાં આપણે સદ્ગુરુ વિશે ઘણી જ કડીમાં વ્યાખ્યા કરી છે. સદ્ગુરુ શબ્દમાં સત્ એ પ્રધાનતત્ત્વ છે અને સતત્ત્વ સ્વયં ગુરુ રૂપે છે. સતુ તે ગુરુ બની જાય છે. અર્થાત્ સનું વજન વધી જાય છે. સત્યતા અને ગુરુતા જે વ્યકિતમાં પ્રગટ થયેલી છે, તે વ્યકિત સદ્ગુરુ તરીકે સ્થાન પામે છે. ગુરુએ સન્ની સાધના કરી છે અને સત્ પ્રગટ થવાથી તે આત્મા સ્વયં ગુરુ બન્યા છે. આ રીતે સત્ અને ગુરુત્વ એ બન્નેનો ઘણો જ સુમેળ છે. સૌથી મોટી વાત તો એ છે કે બધા સૂક્ષ્મ અધ્યાત્મતત્ત્વો દ્રષ્ટિગોચર થતાં નથી, પરંતુ અદેશ્ય હોય છે જયારે સદ્ગુરુ તે પ્રત્યક્ષ છે. શાસ્ત્રકારે પણ સદ્ગુરુને પ્રત્યક્ષ કહ્યા છે. સદ્ગુરુ પ્રત્યક્ષ જ હોય તેમ કહેવાનો અર્થ નથી. પરંતુ સામાન્ય જીવને જે સદ્ગુરુ પ્રત્યક્ષ છે, સામે દર્શનરૂપે પ્રગટ છે તેને પ્રત્યક્ષ સરુ રૂપે કહીને તેનાથી વિમુખ થવાની વાત કરી છે. આવો અવિકસિત જીવ સદ્ગુરુની અવહેલના કરી તેનો અનાદર કરી અથવા બીજી કોઈપણ અસમજના કારણે તેનાથી વિમુખ બની સદ્ગુરુને ઓળખી શકતો નથી. હકીકતમાં આ પરિસ્થિતિ આવા અભાગી જીવને માટે મહાબંધન રૂપે પ્રગટ થઈ ભવાટવીમાં જવા માટે નિમિત્ત રૂપે ઉત્પન્ન થાય છે. આ એકલી વિમુખતા જ નહીં પરંતુ તેના અજ્ઞાનની પૂર્તિ માટે અસરની ઉપાસના કરે છે અને તેને મહત્ત્વ આપે છે આ સ્થિતિ બંધ દરવાજા ઉપર તાળુ લગાડવા જેવી વાત છે. જેલમાં પૂર્યા પછી પણ ભારેખમ બેડી પહેરાવે તો બંધન બેવડું થાય છે, તેમ અહીં સદગુરુથી વિમુખ થયેલો અને અસદ્ગમાં રમેલો એમ બેવડી વિકારી ક્રિયાથી બંધન મહાબંધન બને છે. તેથી શાસ્ત્રકારે અહીં બંને પાસા ઉપર પ્રકાશ નાખ્યો છે.
ee
૨૮૦