________________
જાય અર્થાત્ આગળ વધવા માટે જરા પણ ભાવ પ્રગટ ન કરે તેવી સ્થિતિમાં તે એક પ્રકારનો મતાગ્રહ બની જાય છે. આ આત્મવિકાસમાં એક મોટો બૌધ્ધિક અટકાવે છે. શાસ્ત્રકારે નિજ બુધ્ધિ કહ્યું છે. અહીં નિજ શબ્દ વિચારણીય છે. બુધ્ધિ તો મનુષ્ય પોતાની જ રોકી શકે તેથી નિજ કહેવાની આવશ્યકતા શું છે? વસ્તુતઃ આ નિજ શબ્દ અહીં બીજા અનુકત ભાવ પણ પ્રગટ કરે છે. પોતાની બુધ્ધિ રોકી રહે તેવા અર્થમાં નિજ શબ્દ મૂકીને શાસ્ત્રકાર એમ કહેવા માગે છે કે જે જ્ઞાનગણ્ય તત્ત્વો છે અથવા શાસ્ત્રભાવથી કે ગુરુના ઉપદેશથી સમજવાના છે તેવા ભાવોને ન સમજતાં પોતે જ પોતાની મેળે નિર્ણય કરી નાંખે છે અને પોતે અલ્પજ્ઞ હોવાથી તેનો નિર્ણય પણ અધૂરો, વિપરીત કે અશુધ્ધ હોય છે અને આવો નિર્ણય થવાથી બુદ્ધિ પણ ત્યાં જ અટકી જાય છે. નિજ શબ્દ હકીકતમાં અહીં બુધ્ધિનું વિશેષણ નથી, પરંતુ પદાર્થ પ્રત્યે નિર્ણય કરવામાં વ્યકિતનું જે કર્તૃત્ત્વ છે, તેને માટે નિજ શબ્દ વપરાયો છે. સ્વતઃ કરેલા નિર્ણયો ભાગ્યે જ કોઈ સંયોગમાં આત્મતત્વને અનુકુળ હોય. આવા જીવોને તો શાસ્ત્રમાં સ્વયંસંબુદ્ધ કહ્યા છે અને સમ્યગુદર્શનના ઉદ્ભવમાં પણ નિસર્ગભાવે પ્રાકૃતિક રીતે કર્મના ક્ષયોપશમ અનુકુળ થતાં સમ્યત્વ પ્રગટ થાય છે. એ જ રીતે કોઈ ભવ્ય આત્મા ભગવાન જિનેશ્વરના અદ્ભુત દેહાદિ અને સમોસરણનું વર્ણન સાંભળતા તેમાં બુધ્ધિને રોકયા વિના આ ભવ્ય ભાવોથી પ્રભાવિત થયા પછી, તે ભાવોનાં કારણભૂત શુદ્ધ આત્મતત્ત્વનો નિર્ણય કરી શકે છે પરંતુ આ ઘટના વિરલ હોય છે. જયારે સામાન્ય જીવ જિન ભગવંતોના બાહ્ય વર્ણનોને જિનેશ્વર રૂપે માની નિજ બુધ્ધિ ઉપર તાળ મારે છે અને આંતર ભાવ સુધી પહોંચવાની ક્ષમતા ગુમાવી બેસે છે.
વર્ણનનું બાહ્ય આત્યંતરરૂપ : એક પ્રશ્ન એ થાય છે કે “વર્ણન સમજે જિનનું તેમ કહ્યું છે, પરંતુ વર્ણન કરનારનો ઉલ્લેખ કર્યો નથી. આ વર્ણન કરનાર કોણ છે ? શું વર્ણનકર્તા પણ ભગવાનના બાહ્ય સ્વરૂપમાં અટકેલા છે કે ફકત વર્ણન સાંભળનાર જ ભૂલ કરે છે? અહીં વર્ણન કરનારના આભાસિતભાવો છે પરંતુ વર્ણનની પરંપરા ચાલુ છે. ગ્રંથો અને શાસ્ત્રોમાં પણ વર્ણન થયેલા છે અને એ શાસ્ત્રોના આધારે પણ ભકિત શાસ્ત્રોમાં કે ભકિત ગીતોમાં આ બધા બાહ્ય વર્ણનોને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે. વર્ણન કર્તા તરીકે કોઈ વ્યકિત વિશેષને ઈગિત કર્યા નથી, જેથી પરંપરામાં કે પૂજાપાઠમાં કે સામાન્ય કથાનકોમાં જે વર્ણનો સંચિત કર્યા છે અને તે વર્ણનને સાંભળનાર વ્યકિત તેમાં મોહિત થાય છે. જો કે આ બધા પ્રશસ્ત ભાવો છે, પુણ્યભાવો છે, તે નિદિત નથી, પરંતુ અધ્યાત્મવિકાસમાં જો ત્યાં બુધ્ધિ રોકી રહે કે રોકી રાખે તો તે વિકાસમાં એક ખીલી લાગે છે. શાસ્ત્રકાર આવા દેહાદિ વર્ણનોને સાંભળવાની ના પાડતા નથી, પરંતુ તેમાંજ બુધ્ધિ રોકી રાખવાની મનાઈ કરે છે, અથવા તેમાં જ બુધ્ધિ રોકી રાખે તો તેનો માર્ગ રુંધાય જાય છે. આત્મવિકાસમાં પુણ્યભાવો પણ ત્યાજય હોય છે. ક્રમિક વિકાસમાં આ બધા પગલાઓ આવે છે પણ તેમાં અટકવાનું નથી. રાજમહેલની સીડી કે પગથિયાં ગમે તેવા સુંદર હોય તો પણ પગથિયાનું અવલંબન લીધા પછી પગથિયા ઉપર અટકી જવાનું નથી. ત્યાં આ સીડીની સુંદરતા જોઈ અથવા મોહિત થઈ ઉપર ચડવાનું માંડી વાળે, તો અનર્થ સર્જાય છે. શાસ્ત્રકાર એ જ કહે છે કે બાહ્ય સુંદર વર્ણનોમાં મોહિત થતાં વ્યકિત ત્યાં બુધ્ધિ રોકી રાખે, તો તે આત્માર્થમાં અનર્થ ઊભો કરે છે અસ્તુ.
SERHALB H usa RUIZ