Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અને રાગદ્વેષનું પરિણામ છે, જયારે વિચારો સાથેનો વિરોધ તે અજ્ઞાન અને બૌધ્ધિક હીનતાનું પરિણામ છે. તેથી સ્પષ્ટ થાય છે કે સાધક સદ્ગુરુના વિચારો પ્રત્યે સહમત ન થતાં વિમુખ થયેલો છે. વ્યકિતનો વિરોધ એ સામાન્ય લડાઈ છે અને પરસ્પરની સ્પર્ધા છે પરંતુ દર્શનનો વિરોધ તે ગાઢ મિથ્યાત્વનું પરિણામ છે. પાઠકે, આત્મસિદ્ધિના અભ્યાસીઓએ, આ બન્ને ભાવ ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વિવેકશીલ વ્યકિત પણ જો સર્વિચારોથી દૂર હોય અને તેનું દર્શન સમ્યગ્દર્શન ન હોય તો વિનયશીલતા હોવા છતાં જીવ પોતાના કલ્યાણથી ખરેખર ઘણો દૂર છે. તે જીવ દ્રષ્ટિ વિમુખ તો શું, પથ વિમુખ થઈ જાય છે. અહીં સરુ શબ્દ પણ કોઈ વ્યકિતરૂપે ગ્રહણ ન કરતાં ગંભીર આત્મતત્ત્વ જેમાં પ્રકાશે છે તેવા જ્ઞાનગુણો સદ્ગુરુ રૂપે છે. તે ગુણાત્મક જ્ઞાનગુરુ જે દ્રષ્ટિ આપે છે તે દ્રષ્ટિ પણ સદ્રષ્ટિ થઈ જાય છે. આ સદ્રષ્ટિને ગ્રહણ ન કરી શકે અને તેનાથી વંચિત રહે અથવા તે દર્શનનો સ્વીકાર ન કરે, તો હકીકતમાં તે ફકત દ્રષ્ટિ વિમુખ નહીં સદ્રષ્ટિ વિમુખ છે. સદ્ગુરુથી વિમુખ થતો જીવ સદ્રષ્ટિથી પણ વિમુખ થાય છે. દ્રષ્ટિ શબ્દમાં સદ્ગષ્ટિ શબ્દ ગ્રહણ કરવાનો છે. કારણ કે સદ્ગુરુની દ્રષ્ટિ તે સદ્ગષ્ટિ છે અને તેનાથી લાભાન્વિત ન થાય તો વિમુખ થયેલો ગણાય. વિપરીત દશામાં જેનું મુખ છે તેને ભાવાર્થમાં વિમુખ કહેલો છે. આ પદમાં ‘વર્તે' શબ્દ પણ મૂકયો છે.
વર્તન' વર્તે અર્થાત્ તેનું વર્તન કેવું થાય છે તે બતાવે છે દ્રષ્ટિ વિમુખ થયા પછી તે જીવનું વર્તન પણ કેવું થાય છે તે સમજવાનું છે. તત્ત્વજ્ઞાન એમ કહે છે કે જયારે દર્શનમાં મિથ્યાત્વ જોડાય અને મિથ્યાત્વ યુકત ક્રિયાઓ થાય ત્યારે તેમના મન વચન કાયાનો યોગ અશુભ બને છે. મનની ગતિ અશુભ થતાં તે માનસિક પાપનો ભોગ બની જાય છે. એ જ રીતે તેમની વાણી વિપરીત થતાં અશુભ વચનયોગથી તે ભિન્ન ભિન્ન પ્રકારના પાપબંધનનું કારણ બને છે અને દ્રષ્ટિ ખોટી હોવાથી કુકર્મોમાં પ્રેરિત થાય, આમ ત્રિયોગે તેમનું વર્તન અશુભ બને. કદાચ બાહ્યભાવે તે પુણ્યકર્મોનું આચરણ કરે અને કોઈ પરોપકાર વૃત્તિ પણ ધરાવે, છતાં પણ તે દષ્ટિ વિમુખ હોવાથી આ પુણ્યક્રિયાની સાથે તીવ્ર કષાયનું બંધન થતું હોય છે. અહંકાર હોય, બદલો પ્રાપ્ત કરવાનો લોભ હોય, સારા સંયોગની તૃષ્ણા હોય, સ્વર્ગ કે દેવલોકના ભોગોનું આકર્ષણ હોય, તેવા નિમિત્તે તે કોઈ પુણ્યક્રિયામાં જોડાય તો પણ દ્રષ્ટિ વિમુખ હોવાથી આ ક્રિયાઓ બધી બાહ્ય યોગ સુધી સિમીત રહે છે અને આંતરિક્યોગમાં વિપરીત દશા ઉત્પન્ન કરે છે. જેથી અહીં શાસ્ત્રકારે “વર્તે શબ્દ પણ બહુ જ ગંભીરભાવે મૂકેલો છે. દ્રષ્ટિ વિમુખ થવું પણ બહુ જ ગંભીરભાવે મૂકેલો શબ્દપ્રયોગ છે. દ્રષ્ટિ વિમુખ થવું તે પણ એક વિપરીત વર્તન તો છે જ અને દ્રષ્ટિ વિમુખ થયા પછી જે વિકારો ઉત્પન્ન થાય છે તે પણ એક માઠું વર્તન છે, અસ્તુ
પ્રત્યક્ષ સદ્ગુરુ, તેમની દ્રષ્ટિ અને તેનાથી બનેલો જે આત્મકલ્યાણનો માર્ગ હકીકતમાં શ્રેયસ્કર છે. આ માર્ગના જનક સદ્દગુરુ અને તેને આપેલી જે દ્રષ્ટિ તે સદ્ભાર્ગ અને તેને અનુકુળ જે વર્તન કરવું તે સદ્વર્તન, આ ત્રણે ક્રિયાથી ભ્રષ્ટ થયેલો જીવ વસ્તુતઃ સદ્ગુરુથી પણ વિમુખ છે. સદ્ગષ્ટિથી પણ વિમુખ છે અને તેનાથી ઉપજતાં સદ્વર્તનથી પણ વિમુખ છે. આમ ત્રિયોગમાં વિકાર થતાં શું પરિણામ આપે છે તે શાસ્ત્રકાર સ્વયં અહીં ગાથાના ઉત્તરાર્ધમાં વ્યકત કરે છે.
- ૨૮૨ --