Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
BE 33YEHE ET/I/A |||||BJECT
બે પ્રકાર છે. લૌકિક લાભ અને અલૌકિક લાભ. ત્રીજી રીતે ભૌતિક લાભ અને આધ્યાત્મિક લાભ, જેને શાસ્ત્રીય ભાષામાં અપરાલાભ અને પરાલાભ કહી શકાય.
કોઈપણ સારી વસ્તુના કે તેના પરિણામમાં બે પાસા જોવા મળે છે. એક સ્કૂલ અને એક સૂક્ષ્મ, એક સ્વાર્થકત અને એક પરમાર્થયુકત. જે મનુષ્ય મોહાદિથી મુકત નથી અને અમને વરેલો છે તે વ્યકિત આર્થિક, ભૌતિક કે સ્વાર્થમય ભોગાત્મક પરિણામો તરફ ઢળે છે. પરા લાભને છોડી અપરાને સ્પર્શ કરે છે. પોતે તો અવળે રસ્તે દોરાય છે, પરંતુ શિષ્યને પણ અવળે રસ્તે દોરી તેનો દુરૂપયોગ કરી જે લાભ તેને થવો જોઈએ તે ન કરતાં તેનાથી પોતે બીજો લાભ ઊઠાવે છે વસ્તુતઃ તો બંનેના લાભ ત્યારે જ થાય જો તે સદ્ગુરુ હોય પરંતુ અહીં અસદ્ગુરુ છે એટલે તેનો લાભ લહે જો કોઈ એમ કહીને અસત્વગુરુ પોતાનો સ્વાર્થ સાધે છે.
અહીં પ્રશ્ન એ થાય છે કે “લાભ લહે જો કોઈ એમ કહ્યું છે તેમાં બીજા લાભ લે એવી શંકા કરી છે. હકીકતમાં તો અસદ્ગુરુ અન્યથા લાભ લેવાના જ છે. “જો લાભ લે’ એમ કહેવાથી શંકા ઉપજે છે કે અસંતુગુરુ ખોટો લાભ લઈ શકે છે અને નથી પણ લઈ શકતો આ કહેવામાં ઘણું જ રહસ્ય છૂપાવેલું છે, જેના સૂક્ષ્મ ભાવનું આપણે ઉદ્ઘાટન કરશું.
આ એક પ્રકારનો વિકલ્પ છે. અસગુરુ બરાબર ગેરલાભ ઊઠાવે તે સ્વાભાવિક છે પરંતુ શાસ્ત્રીય પરંપરામાં અભવી આત્મા મહાતપસ્વી બની પોતાનું કલ્યાણ કરી શકતો નથી પરંતુ બીજા હજારો જીવોને તારે છે, પોતે સાધુ નથી પરંતુ સાધુતાનો પ્રભાવ ભદ્રિક આત્મા પર પડે છે અને તેઓ પોતાનું કલ્યાણ કરે છે. અભવ્ય મહાત્મારૂપી અસદ્ગુરુ તેનાથી કશો ગેરલાભ ઊઠાવી શકતા નથી. આ વસ્તુ પણ ઈશારાથી અહીં પ્રગટ કરી છે. અસગુરુ જો લાભ ઊઠાવે તો તે શિષ્યનું અહિત કરે અને પોતાનું પણ અહિત કરે છે પરંતુ અસદ્ગુરુએ બતાવેલા વિનયમાર્ગથી શિષ્ય સાચા રસ્તે કદાચ વળી જાય તો ગુરુ તો અસગુરુ રહ્યા છે પરંતુ વિનયનો સ્પર્શ થવાથી શિષ્ય દ્વારા કશો ગેરલાભ થઈ શકતો નથી તેથી અહીં કહ્યું છે કે, જો લાભ લહે અર્થાતુ જો ગેરલાભ લેવાનું ધારે કે ગેરલાભ ઊઠાવે તો તેવા અસગુરુ આગળ બતાવેલા ભયંકર કુફળના ભાગીદાર બને છે.
જો કહેવાથી વિકલ્પ સ્પષ્ટ થયો છે, ગેરલાભ ઊઠાવે કે ન ઊઠાવે. ઊઠાવવાના તો અવસર આવે કે ન આવે. કારણ અહીં શાસ્ત્રકારોએ એક ચૌભંગી કહી છે.
(૧) સાચા વ્યકિતથી સાચું ફળ (૨) સાચા વ્યકિતથી કુફળ (૩) ખોટા વ્યકિતથી સારું ફળ (૪) ખોટા વ્યકિતથી ખોટું ફળ.
આ ચારે ભંગ ઘટિત થાય છે. મહાવીર સ્વામી દ્વારા ગૌતમ સ્વામીનું કલ્યાણ થયું અને તેવા હજારો સમષ્ટિ જીવ બન્યા, આમ પહેલો ભંગ તે રાજમાર્ગ છે.
સાચા વ્યકિતથી કુપાત્ર જીવ ખોટી રીતે દોરવાઈ જાય છે. ગુરુ ગેરલાભ લેતા નથી, પરંતુ શિષ્ય પોતાને ગેરલાભ કરે છે. જેમ ભગવાન મહાવીરના સંપર્કમાં આવ્યા પછી ગૌશાળાએ તેમજ જમાલીકુમારે આડો રસ્તો લીધો. આમ હજારો સમદષ્ટિ મહાત્માઓના પરિચયમાં આવ્યા પછી હજારો કુપાત્રોએ પોતાનું અપકલ્યાણ કર્યું.