Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ન હોય તો એ જ દિવાસળી પાણીનો સ્પર્શ થતાં સ્વત: બુઝાય જાય છે. આથી સમજાય છે કે નિમિત્ત કરતા ઉપાદાનની પ્રબળતા વધારે છે. આ ૨૪મી ગાથામાં પણ નિમિત્ત કારણોની ઉપસ્થિતિમાં પણ આંતરિક અશુધ્ધ ઉપાદાન ઉપસ્થિત છે, તે પાઠકે સમજી લેવાનું છે. સમગ્ર ૨૪મી ગાથા બાહ્ય કારણો ઉપર વજન મૂકે છે તેનું કારણ એ છે કે નિમિત્ત કારણો દશ્યમાન છે અને વ્યક્તિને સમજાય તેવા કારણો છે.
અહીં આપણે એક ગૂઢ વિષયની ચર્ચા કરીએ. જેને આપણે અશુધ્ધ ઉપાદાન કહીએ છીએ તે સર્વથા સ્વતંત્ર નથી, પરંતુ સાધકના જે વર્તમાન ભાવો છે તે વર્તમાન ભાવોની પ્રબળતાથી ઉપાદાન પણ પરિવર્તિત થઈ શકે છે, તેના રસમાં હાનિ વૃધ્ધિ થાય છે અને એમ થતાં વ્યકિતની શકિતમાં વિકાસ થાય છે. નિમિત્ત કારણો ઉપરથી દ્દષ્ટિ હટાવતાં અને સત્યભાવોને સમજવા માટે જ્ઞાન શકિતની પ્રબળતા વધે તો અશુધ્ધ ઉપાદાનની ક્ષમતા ઓછી થઈ જાય, જેમ ઉપાદાનને શુધ્ધ કરવા માટે સાધના છે, તે જ રીતે એક નૈમિત્તિક સાધના છે. અશુધ્ધ નિમિત્તોનો ત્યાગ કરવાથી જીવ શુધ્ધિ તરફ વળે છે અને ઉપાદાનમાં રસનો અભાવ થતાં ગુણશ્રેણીમાં વૃધ્ધિ થાય છે. આ સિધ્ધાંતને આધારે ૨૪મી ગાથામાં જ્ઞાનવિનાના બાહ્ય ત્યાગવાળા ગુરુ અને મિથ્યા કુળપરંપરાનો મોહ છોડી દેવાથી જીવ આગળ વધી શકે છે અને જો તેનું મમત્ત્વ જાળવી રાખે, આવા અશુભ નિમિત્તોને વળગી રહે તો ઉપાદાનમાં પણ અશુધ્ધિનો વધારો થાય અને સાધક વધારે કર્મ બંધનમાં અટકી જતાં આગળનો માર્ગ રૂંધાય છે.
ઉપસંહાર : નિમિત્ત કારણોની ચર્ચાની સાથે આપણે ઉપાદાનની સરખામણી કરી છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જીવ અશુભ નિમિત્તોને વળગી રહે તો એક પ્રકારની વિકારી પર્યાયોમાં મમત્ત્વ થવાથી તે મતાગ્રહી બની રહે છે. જયાં સુધરવાનો અવકાશ ન હોય ત્યાં વિપરીત પરિસ્થિતિ જન્મે. આ બાધક કારણો ઉપર દષ્ટિપાત કરી આપણે હવે ૨૫મી ગાથાનો સ્પર્શ કરશું.
ઉપોદ્ઘાત : અહીં શાસ્ત્રકાર એકાએક વિષયાંતર કરે છે. ૨૪મી ગાથામાં સામાન્ય બુધ્ધિનો જીવ સામાન્ય ગુરુમાં મમત્ત્વ રાખી અટકેલો છે, એટલું કહ્યા પછી આ ૨૫મી ગાથામાં કોઈ વિકાસ પામેલો જીવ બુધ્ધિ અને તર્કથી ભરેલો કઈ જગ્યાએ અટકી પડે છે અને તેમની પ્રચંડ બુધ્ધિ કઈ જગ્યાએ રોકાઈ જાય છે તેનું અતિસૂક્ષ્મ વિવેચન આ ગાથામાં કરવામાં આવ્યું છે અને સામાન્ય કોટિના અટકેલા જીવોથી એકાએક મહાબુધ્ધિશાળી જીવોના બાધકતત્ત્વો ઉપર પ્રકાશ નાંખી ૨૫મી ગાથા ઝીણવટ ભરી રીતે મિથ્યાભાવનો આભાસ આપે છે. આ ગાથા વાંચતા આચાર્ય સમંતભદ્રાચાર્ય જે જૈન પરંપરામાં એક અલૌકિક સ્થાન ધરાવે છે તેમના ઉપદેશનો પણ અહીં આભાસ થાય છે. આ ગાથા સમજવા માટે ગાથાની આખી પૃષ્ઠ ભૂમિનું વિવેચન કરશું. વિવેચન કર્યા પહેલા ગાથાનો અહીં ઉલ્લેખ કરીએ.
HE INTER
૨૪