________________
ગાથા-ર૫
'જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિધ્ધિ, 'વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુધ્ધિ IIL
આ ગાથા વાંચવાથી જ સ્પષ્ટ થાય છે કે માનવીય બુધ્ધિ સ્કૂલ અને સૂમ, અણુ અને બાદર, અંતર અને બાહ્ય એ બંને ભાવોને સ્પર્શવા માટે તત્પર હોય છે અને જીવની યોગ્યતા પ્રમાણે દ્વિપક્ષવાળી બુધ્ધિ યથાસ્થાને બંને ભાવોનો સ્પર્શ કરવા માટે તૈયાર હોય છે. ઉદાહરણ રૂપે, સોનું ખરીદવા માટે જે માણસ જાય છે તે કેવળ સોનાના રૂપ રંગને જોતો નથી પરંતુ તે ખરેખર સોનું છે કે નહીં તેને સમજવા પ્રયાસ કરે છે. વ્યવહારમાં પણ પદાર્થનું બાહ્ય રૂ૫ અને આંતરિક રૂપ, બે ભાવ સ્પષ્ટ હોય છે અને એ જ રીતે બુધ્ધિમાં પણ આંતરદ્રષ્ટિ અને સ્થૂલદ્દષ્ટિ એ બે ભાવ વિકાસ પામે છે, જેને જૈનશાસ્ત્રમાં નયદષ્ટિ કહે છે.
તત્ત્વગ્રાહિતાનો આધાર : પદાર્થનું દ્રશ્યમાન રૂ૫ અથવા દશ્યમાન પર્યાય તે તેનું બાહ્ય રૂ૫ છે. જેને એક પ્રકારે દ્રવ્યનિક્ષેપ કહી શકાય, પરંતુ આ બાહ્ય રૂપ આંતરિક આધ્યાત્મિક વિકાસના કારણે નિષ્પન થયું હોય છે અને આંતરિક દ્રવ્ય કે આંતરિક પર્યાય તે પદાર્થનું હાર્દ છે અર્થાત્ કલેજુ છે. સામાન્ય બુધ્ધિવાળો જીવ દશ્યોને જોઈને તે દશ્યમાન પર્યાયને નિહાળીને તેમાં મુગ્ધ બની જાય છે અને તેની બુધ્ધિ પણ તેમાં રોકાય જાય છે. આ પરિસ્થિતિ આત્માર્થી જીવ માટે કઠિન છે. અહીં શાસ્ત્રકાર સ્વયં ઉપર્યુકત વાતને સ્પષ્ટ કરે છે. સાધક જિનેશ્વર ભગવાનને ભજે છે. જિનેશ્વર ભગવાનના અલૌકિક રૂપને નિહાળે છે. ફકત જિનેશ્વરનું રૂપ જ નહીં, પરંતુ તેમના પુણ્ય પ્રભાવથી ઉત્પન્ન થયેલા સમોસરણ આદિ અલૌકિક દ્રશ્યમાન રૂપોને જુએ છે. આથી સાધકનું મન પ્રભાવિત થાય છે અને જિનેશ્વરના દેહાદિક ભાવોને અથવા તેમના અલૌકિક શરીર સંગઠનને અને સમોસરણ આદિ ઉતકૃષ્ટ રચનાઓને જોઈ તેમાં જ સંતુષ્ટ થઈ જિનેશ્વર સ્વયં કોણ છે તેનું આંતરિક સ્વરૂપ શું છે ? અથવા કયા શુધ્ધ દ્રવ્યના પર્યાયને આધારે આ અલૌકિક શાંતિ પ્રગટ થઈ છે તે તત્ત્વને જાણતો નથી, જાણવાનો પ્રયત્ન પણ કરતો નથી અને તેવા ગુરુઓ પણ ભકિતમાર્ગનું અવલંબન લઈ બાહ્ય ભાવોનું વર્ણન કરી તેમાં જ સાધકને અટકાવી રાખે છે. સાધકની નિર્મળ બુધ્ધિ સક્ષમ હોવા છતાં પણ તે બાહ્યભાવોમાં રોકાઈ જાય છે.
કળાને જોઈને કલાકારનો વિચાર કરવો ઘટે છે, નૃત્ય જોયા પછી નટવર કોણ છે તે જાણવું જરૂરી છે. સંગીત સાંભળ્યા પછી સંગીતકારના આત્માને સમજવો તે જ્ઞાનની વિશેષ પ્રતિભા છે. આમ જોતાં લાગે છે કે સમગ્ર વ્યવહાર બાહ્ય અને આંતરિકભાવોથી વણાયેલો છે. બાહ્યભાવ તે કલેવર છે અને આંતરિકભાવ તે આત્મા છે. બાહ્યભાવ તે માન છે અને આંતરિકભાવ તે તલવાર છે, પરંતુ અંતિમભાવનો તે સ્પર્શ ન કરે અને વાસ્તવિક ઉપાદાન કારણોનો નિર્ણય ન કરે તો સાધકની બુધ્ધિ દ્રવ્ય ભાવોમાં અટકાઈ રહે છે. બુધ્ધિ સ્વયં તત્ત્વગ્રાહિણી છે પરંતુ ઉપદેશના અભાવે અને પુણ્યના અભાવે બુધ્ધિ કેન્દ્રભૂત થતી નથી અથવા કેન્દ્રને પકડી શકતી નથી. રપમી
તા૨૫