Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
જ છે, પરંતુ તેના સહયોગી તત્ત્વો તેને વ્યર્થ બનાવે છે અને સારા સહયોગી તત્ત્વો તેને સાર્થક બનાવે છે આટલા વિવેચનથી બાહ્ય ત્યાગનો ભાવાર્થ લક્ષમાં આવી શકે છે.
અહીં સાર્થક ત્યાગમાં જ્ઞાનતત્ત્વ આવશ્યક છે અર્થાત્ જ્ઞાનની ઉપસ્થિતિ હોય તો બાહ્ય ત્યાગનું સ્વરૂપ સ્વતઃ બદલાય જાય છે. નૃત્ય કરનાર નટ ભિખારીનો વેશ લે ત્યારે ભિખારી રૂપે દેખાય છે, પરંતુ તે જ વ્યકિત રાજપાટમાં આવે તો રાજા રૂપે દેખાય છે. આમ સંયોગી તત્ત્વોનો વ્યકિત ઉપર, દ્રવ્યો ઉપર કે તેના ગુણ ઉપર કે પર્યાય ઉપર પણ પ્રભાવ પડે છે. જ્ઞાન પર્યાય તે શુધ્ધ આત્માનું એક પરિણમન છે અને ત્યાગ તે કષાયનો ઉપશમ અથવા અભાવ છે. આ બંને વસ્તુ સાથે હોય ત્યારે ત્યાગ સાર્થક થઈ જાય છે, પરંતુ જ્ઞાનનો અભાવ હોય અને કષાયનો ઉદ્ભવ હોય તો બંને વસ્તુ વિપરીત થવાથી સાધનામાં એક મોટી અડચણ ઊભી કરે છે.
(૧) અજ્ઞાન અને ત્યાગ–અજ્ઞાન હોય ત્યારે ત્યાગ સ્વતઃ બાહ્ય થઈ જાય છે. બાહ્ય ત્યાગમાં જ્ઞાનનો અભાવ અને કષાયનો ઉદ્ભવ છે. (૨) આંતરિક ત્યાગમાં જ્ઞાનનો પ્રકાશ છે અને કષાયનો અભાવ છે અસ્તુ.
ગાથાકાર બાહ્ય ત્યાગ છે અને જ્ઞાન નથી તેમ કહે છે, પરંતુ હકીકતમાં બાહ્ય ત્યાગ અજ્ઞાન યુકત જ સંભવે છે. અહીં કદાચ જ્ઞાન હોય તો તે સાર્થક જ્ઞાન નથી, સમ્યગુજ્ઞાન નથી, યથાર્થ જ્ઞાન નથી, તત્ત્વસ્પર્શી જ્ઞાન નથી, તેથી જ્ઞાન નથી તેમ કહ્યું છે. જે તપ કરે છે તે તપશ્ચર્યામાં જ આરુઢ થઈને વિશેષ દ્રવ્ય, ગુણ, પર્યાય કે આત્મતત્ત્વની પરિણતિને વિચારવા તૈયાર થતો નથી. ત્યાગને જ મુખ્ય માની તેમાં મમતા કરે છે, તેથી અહીં શાસ્ત્રકાર જ્ઞાન વિનાનો બાહ્ય ત્યાગ એમ કહીને અજ્ઞાન અને બાહ્ય ત્યાગની જોડી આત્મજ્ઞાનમાં બાધાકારક છે અને આ સ્થિતિ થવામાં જે કારણ છે તેનું ઉત્તરાર્ધમાં વર્ણન કરે છે. - અહીં સ્વતઃ અજ્ઞાની છે એમ સ્પષ્ટ ન કહેતા આવા બાહ્ય ત્યાગવાળા જ્ઞાનહીન વ્યકિતને ગુરુ તરીકે સ્વીકાર્યા છે તેવો પણ ઈશારો કર્યો છે. “તે ગુરુ માને સત્ય” અર્થાત્ તેવા ગુરુને સત્ય માને છે અથવા આ વ્યકિત બાહ્ય ત્યાગને સત્ય માની ગુરુનો આશ્રય કરે છે. આવા પ્રકારના ત્રણે અર્થમાં એક જ હકીકત છે. ગુરુ હોય કે શિષ્ય હોય, જ્ઞાનરહિત બાહ્ય ત્યાગ બધી રીતે બાધક છે. આવા ગુરુ માનવામાં વ્યકિત પોતાની બુદ્ધિથી નિર્ણય કરતો હોય તેમ સંભવ નથી, કારણ કે કુળ પરંપરામાં આવા સ્થાપિત ગુરુઓ અસ્તિત્ત્વ ધરાવે છે, જેને પરિણામે વ્યકિત બાહ્ય ત્યાગ પૂરતા સીમિત બનીને ગુરુ ઉપાસના કરે છે અને તેના પ્રત્યે ઊંડો આગ્રહ પણ રાખે છે. કુળ પરંપરામાં એક ગુરુ હોય છે અને પરંપરામાં સ્થાપિત થયેલો પ્રણાલીવાળો ધર્મ પણ હોય છે. આમ ગુરુ કહો કે ધર્મ કહો, વ્યકિત કુળ પરંપરાને વળગી રહે છે. વળગી રહે છે એટલું જ નહી, પરંતુ તેમાં એક પ્રકારનું મમત્વ પણ થાય છે. અહીં કવિરાજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આખી આ પરંપરાને ચેલેન્જ કરીને વ્યકિતને તેમની માન્યતાથી મુકત કરી કોઈ નવો પ્રકાશ આપવા માંગતા હોય તે રીતે આ બાધક તત્ત્વને પ્રદર્શિત કરે છે.
જો કે આ પરંપરાઓ આત્મજ્ઞાનની દ્રષ્ટિએ કદાચ પ્રતિકૂળ હોય પણ તેમનું સામાજિક દષ્ટિએ કેટલું મહત્ત્વ છે તે પણ આપણે જાણવા પ્રયત્ન કરશું.
રાજા રાજારાણા
"!//WWiki
ફિl|| Alllllllllll
HELISTAGARE RUR RANNS