Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
ઉપોદ્દાત: કવિરાજ આગળ ચાલીને સ્વયં આત્મજ્ઞાનની સાધનામાં બાધક બને એવા કારણોનું વિવરણ કરે છે અને તેમને મતાર્થી શબ્દોથી સંબોધે છે. જો કે આ મતાર્થી શબ્દમાં સ્વ શબ્દ અંતર નિહિત છે.
મતાર્થીનો અર્થ છે “સ્વમતાથ ભગવાન જિનેશ્વરનો મત અને ઉપદેશ પણ એક પ્રકારનો મત જ છે, પરંતુ અહીં એવા શુધ્ધ મતનું તાત્પર્ય નથી. પરંતુ વ્યકિતએ પોતે ધારેલો અથવા કુળ પરંપરાથી પ્રાપ્ત થયેલો, ભૂલ ભરેલો મત અને તે મતનો જે અર્થી હોય તેનો અર્થ કહીને મતાર્થી શબ્દનો પ્રયોગ કર્યો છે. અને તેના લક્ષણ રૂપે આ ૨૪મી ગાથાનું વિધાન થયેલું છે. જો કે ૨૪મી ગાથામાં મતાર્થી શબ્દનો પ્રયોગ કર્યો નથી. તેથી અહીં આપણે તેના જે લક્ષણો બતાવ્યા છે, તેને ૨૪મી ગાથાનો ઉપોદ્દાત કરી બતાવી રહ્યા છીએ. આખી ગાથા વિપક્ષી બાધકતત્ત્વોનું વિવરણ આપે છે.
દર્શનશાસ્ત્ર અનુસાર પ્રતિયોગીનો અભાવ ન હોય ત્યાં સુધી અનુયોગી કાર્યકર થઈ શકતો નથી, અથવા અનુકુળ કારણો પણ કાર્ય કરી શકતા નથી અને આ વસ્તુ શાસ્ત્રકારના લક્ષમાં છે, જેથી અહીં બાધક તત્ત્વોનું લાગ–લગાટ માન્યા વિના સચોટ રીતે ખુલ્લા દિલથી નિર્દેશ કરે છે જેનું આપણે ગાથામાં જ દર્શન કરશું.
નાના નાના ૨૭૦