________________
કરવા માટે આ લક્ષણો વ્યકત કર્યા છે.
‘કહ્યાં' એટલે કોણે કહ્યા ? સામાન્ય રીતે કવિરાજે કહ્યા એવો ભાવ નીકળે પણ વાસ્તવિક અર્થ એ છે કે જ્ઞાની આત્માઓએ લક્ષણો કહ્યા છે. જ્ઞાન એ એવું તત્ત્વ છે, કે જેમાં સત્ય અને અસત્ય, સારું અને નરસું. શ્વેત અને શ્યામ બંને ભાવ પ્રગટ થાય છે અને જયારે જ્ઞાનીઓને જ્ઞાનમાં મુમુક્ષુઓના ભાવોની સાથે મતાર્થીના લક્ષણો પણ દેખાય છે તેથી તેઓએ આ લક્ષણ કહ્યાં છે. ‘કહ્યા’ શબ્દનો આ ગંભીર અર્થ છે પરંતુ તે ભાવોને ગુજરાતી ભાષામાં મૂકીને કાવ્ય અથવા કવિતામાં ગોઠવીને સૌમ્યભાવે સ્વયં ગુરુદેવે આ લક્ષણો કહ્યા છે. ‘કહ્યા’ શબ્દ ભૂતકાળની ક્રિયાને વ્યકત કરે છે અને કાવ્યમાં આ ક્રિયાપદનો કર્તા અદશ્યભાવે વ્યકત થાય છે. એટલે દૂરના કર્તા તરીકે ભૂતકાળના અનેક નિષ્પક્ષ જ્ઞાનીઓએ અને વર્તમાનકાળના કર્તા તરીકે કાવ્યકારે સ્વયં આ ભાવો કહ્યા છે. ‘કહ્યા' છે એટલે અર્થ કહી રહ્યા છે. ભવિષ્યમાં પણ આ કથન વાસ્તવિક બની રહેશે. ‘કહ્યા' છે નો અર્થ કહી રહ્યા છે. ‘કહ્યા' કહીને આ લક્ષણો પર ભાર આપવામાં આવ્યો છે અર્થાત્ લાભ-લપેટ વિના જે સ્વચ્છ ભાવે કહેવું જોઈએ તે રીતે કહ્યું છે સમજદારને સમજમાં આવે તેમ કહ્યું છે. કથનનું મહત્ત્વ પણ ઘણું છે એથી એમાં કોઈ શંકા ન કરે તે માટે નિર્પેક્ષ ભાવે કહ્યાં છે. તેવું ક્રિયા વિશેષણ મૂકયું છે. કથનનું પાણી જરાપણ મેલું થવા દીધું નથી, સ્વચ્છ પાણી પ્રવાહિત કર્યું છે, કથનશૈલી પણ નિર્મળ રાખી છે, છતાં પણ જે કહેવું ઘટે તે કહ્યું છે.
::
નિર્પેક્ષ અર્થાત્ સત્યપૂર્ણ : નિર્પેક્ષભાવે કહેવાની યોગ્યતા જીવને કયારે પ્રાપ્ત થાય છે ? શું મનુષ્યની બોલી સર્વથા સ્વતંત્ર છે ? અથવા મનુષ્યની ભાષામાં આંતરિક કે બાહ્ય કોઈ પ્રકારનો પ્રભાવ હોય છે ?
જૈન તત્ત્વજ્ઞાનમાં પ્રાણી કે મનુષ્યની ભાષા વિશે ઘણું જ કહેવામાં આવ્યું છે. આખું શાસ્ત્રીય પ્રકરણ જાણવા જેવું છે, પરંતુ અહીં બધો વિસ્તાર ન કરતાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે છદ્મસ્થની ભાષા સર્વથા સ્વંતત્ર નથી. એમાં ઉદયમાન કર્મનો પ્રભાવ આવે છે. ખાસ કરીને, મોહનીયકર્મના ઉદયથી રાગદ્વેષના ભાવો અધ્યાત્મિકક્ષેત્રમાં ઊભા થઈ અધ્યવસાયરૂપે મનોયોગમાં, સંકલ્પમાં કે વાણીમાં ઉતરી આવે છે અને ભાષા પણ પ્રભાવિત થાય છે, તેનાથી રાગમૂલક દ્વેષમૂલક શબ્દોનું ઊચ્ચારણ થાય છે, અસત્ય, વ્યવહાર અને મિશ્રભાષા સ્થાન પામે છે. આ બધું હોવા છતાં પણ ભગવાને સત્ય ભાષા બોલાય તેમ કહ્યું છે. સત્યભાષા એ ભાષાનો સર્વશ્રેષ્ઠ પ્રકાર
છે.
જો મોહનીય કર્મના ઉદયથી પ્રભાવ પડતો હોય તો સત્ય ભાષા કે ન્યાયયુકત ભાષા અથવા આપણાં કવિરાજે કહ્યું છે તેમ નિર્પક્ષ ભાષા કેવી રીતે પ્રભાવિત થયા વિના રહી શકે ? આ પ્રશ્નનો ઉત્તર આપણે થોડી ઝીણવટથી વિચારશું.
મોહનીયકર્મના ઉદયભાવની સાથે ક્ષયોપશમભાવના પરિણામ પણ ચાલતા હોય છે. જેમ બહુ જ ડોહળું પાણી જયારે આછરવા માંડે ત્યારે મેલનો અંશ પાતળો થતાં પાણીની નિર્મળતા પણ દેખાવા લાગે છે અને આ રીતે પાણીમાં મેલનો પ્રભાવ અને પોતાની સ્વચ્છતા બન્ને એક સાથે જળવાઈ રહે છે. એ જ રીતે મોહનીયનો પ્રભાવ ખૂબ જ પાતળો પડયાં પછી ઉદયમાન
- ૨૬૮