________________
ગાથા ૨૪
'બાહ ત્યાગપણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; (અથવા નિજકુળ ધર્મના તે ગુરુમાં મમત્વ II
સર્વ પ્રથમ જ્ઞાન વગરનો બાહ્ય ત્યાગ તેનો ઉલ્લેખ કર્યો છે. અહીં આ શબ્દોના ત્રણ વિભાગ થઈ જાય છે. જ્ઞાનનો અભાવ, ત્યાગના બે પ્રકાર, આંતર ત્યાગ અને બાહ્ય ત્યાગ. તેમાંથી બાહ્ય ત્યાગને ગ્રહણ કર્યો છે.
(૧) જ્ઞાનનો અભાવ અને બાહ્ય ત્યાગ (ર) જ્ઞાનનો અભાવ અને ત્યાગનો અભાવ (૩) આંતર ત્યાગ અને જ્ઞાનનો અભાવ (૪) જ્ઞાનનો સદ્ભાવ અને આંતર ત્યાગ.
આ રીતે વિભાજન કરવાથી પાઠકને સ્પષ્ટભાવ સમજાશે. છેલ્લો ભાગો અર્થાત્ ચોથો ભંગ સર્વોત્તમ છે. જયારે પહેલો ભંગ સર્વથા કનિષ્ઠ છે અર્થાત્ ભૂલ ભરેલો છે. અહીં શાસ્ત્રકારે પ્રથમ ભંગ પકડયો છે અને તેને મુખ્ય બાધક તત્ત્વ ગણે છે. ક્રમોમાં તેમણે બાહ્ય ત્યાગનું ઉચ્ચારણ કરી જ્ઞાન નહીં અર્થાતુ જ્ઞાનનો અભાવ, તે રીતે બાહ્યત્યાગ અને અજ્ઞાનની જોડીનું વિવરણ કર્યું છે.
જીવ અનાદિકાળથી ત્યાગને સમજયો નથી, તેથી તે ત્યાગ રહિત હતો પરંતુ જયારે મનુષ્ય અવતારમાં આવ્યો અને ધર્મની અને ત્યાગની વાતો સાંભળી ત્યારે તેમણે બાહ્યત્યાગ ગ્રહણ કરી લીધો, ગુરુએ પણ બાહ્ય ત્યાગની દીક્ષા આપી ઈતિશ્રી કરી લીધી. પરંતુ જ્ઞાનનું ક્ષેત્ર ખાલી રહી ગયું અર્થાત્ અજ્ઞાન અને બાહ્ય ત્યાગની જોડી બની. આ જોડીથી શુદ્ધ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં એક મોટી વિટમ્બના ઊભી થઈ, જે કવિરાજને પ્રત્યક્ષ દષ્ટિગોચર થઈ છે.
બાહ્ય ત્યાગનો આરંભ ઃ બાહ્ય ત્યાગ એટલે શું? આ બાહ્ય શબ્દથી ત્યાગના બે પ્રકાર હોય તેવો આભાસ થાય છે. ખરું પૂછો તો ત્યાગ તો મનથી જ થાય છે. બાહ્ય ત્યાગ હોય કે અંતરત્યાગ હોય, મનના સંયોગ વગર બની શકે નહીં. જેથી બહારમાં કોઈ એવું ઉપકરણ નથી જે ત્યાગમાં ઉપકારી થાય. કોઈ બંધનમાં રહેલાં કે પરાધીનભાવે પડેલા જીવો પણ ત્યાગ અનુભવે છે પરંતુ હકીકતમાં તે ત્યાગ નથી. વ્યકિત જયારે કોઈ ચીજ છોડવાનો નિશ્ચય કરે ત્યારે તેમની ઈચ્છાશકિત અને મનોયોગ સાથ આપે તો જ તે છોડી શકે, એટલે અહીં બાહ્ય ત્યાગ કહેવાનો કોઈ બીજો જ ભાવાર્થ હોવો જોઈએ.
મનની બે સ્થિતિ છે, એક રાગાદિ કષાયયુકત મન, કોઈ બીજા અન્ય હેતુઓથી ત્યાગ કરવા પ્રેરાય છે પછી તેમાં કોઈ ફળ પ્રાપ્તિની ઈચ્છા હોય, સ્વર્ગની આંકાક્ષા હોય અથવા કોઈની અહિત કરવાની પણ ભાવના હોય. આવા અન્ય અન્ય હેતુઓથી પ્રેરિત થઈને ત્યાગ કરે ત્યારે તેને બાહ્ય ત્યાગ કહી શકાય. ત્યાગ તો પોતે જ કરે છે પણ તેનું લક્ષ બહારમાં છે. જેથી તેને બાહ્ય ત્યાગ કહેવામાં આવ્યો છે. વસ્તુતઃ તો બાહ્ય ત્યાગમાં ત્યાગ દૂષિત નથી પરંતુ ત્યાગ સાથે જોડાયેલા કષાય પરિણામો દૂષિત છે અને આ પરિણામોને કારણે ત્યાગ દૂષિત થાય છે. રાગાદિકારણ ન હોય અને બાહ્ય કોઈ લક્ષ ન હોય તો તે ત્યાગ આંતરિક ત્યાગ થઈ જાય છે. ત્યાગ તો ત્યાગ
રાજા રાણા ૨૭૧ રાજા