Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
અશુધ્ધ છે, તે વાસ્તવિક નથી. આવા અયુકત સિધ્ધાંતને આધારે કઠોર તપ કરનારા ગુરુઓ પણ સફળ થતાં નથી. આને અમે સૈદ્ધાંતિક અસશુરુ કહીએ છીએ. વ્યકિત ઠીક છે પણ તેના સિધ્ધાંત જૂઠા છે તેથી તે લક્ષ પર જઈ શકતો નથી, માટે તે અસગુરુ છે. - આ પદમાં જે અસતગુરુનો ઉલ્લેખ કર્યો છે. સંકલ્પપૂર્વક જાણીબુઝીને શિષ્યના વિનયનો ગેરલાભ ઉઠાવે તેવા અસગુનો છે.
(૨) જે સત્ નથી તે અસત્ તત્ત્વ છે. અસનું અસ્તિત્ત્વ હોતું નથી. મોક્ષશાસ્ત્રમાં સનું લક્ષણ આપ્યું છે કે “ઉત્પવ્યય ધ્રૌવ્યયુક્ત સ” જેમાં ઉત્પત્તિ, વિલય હોવા છતાં જે કાયમ સત્તા રૂપે રહે છે તેને સત્ કહે છે. વિશ્વના બધા દ્રવ્યો સત્ છે પોતાના ગુણધર્મોથી પરિપૂર્ણ છે. તો અહીં અસત્ શું છે ? અસતુ હકીકત અથવા નક્કર સત્ય નથી. એક કલ્પના માત્ર છે. જે વસ્તુ જે રીતે છે તેને વિપરિત રીતે જાણવી અને વિપરિત આચરણ કરવું તેને સામાન્ય અસત્ કહેવામાં આવે છે. હકીકતમાં સતુ નથી તે અસતુ, એમ જો વ્યાખ્યા કરીએ તો બધુ સત્ છે. સને છોડી ને વિશ્વમાં અસત્ નામનો કોઈ દ્રવ્ય પદાર્થ કે ભાવ નથી, તેથી અસતુનો અર્થ અજ્ઞાન, વિપરીત કલ્પના અથવા સિધ્ધાંતહીન કથન કે વર્તન. એ બધુ અસતમાં આવે અને આ રીતે અસત્ની વ્યવહારિક વ્યાખ્યા કરી અસતુને સમજવું રહ્યું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ના ભાવી विद्यते सतः न सतो विद्यते भावः ।
અર્થાત્ સત્વનો અભાવ હોતો નથી અને અસનો ભાવ હોતો નથી અસ્તુ. જે કોઈ અસતુ છે તે વિચાર, વાણી અને વર્તનમાં સમાયેલું છે.
સના અભાવવાનું વિચાર, વાણી, વર્તનમાં વિપરીત ભાવોથી યુકત અસતુ વ્યકિતત્વ જે વ્યકિત કે ગુરુમાં સમાવિષ્ટ થાય છે, સ્થાન પામે છે તે ગુરુ એ પવિત્ર આત્મા હોવા છતાં અસગુરુ બની જાય છે. જેમ દૂધ તે અમૃત છે પરંતુ ઝેર ભેળવવાથી સમગ્ર દૂધ ઝેર બની જાય છે તેમ અહીં ગુરુનો આત્મા, આત્મા હોવા છતાં અસની સાથે સંબંધ જોડાતા અસત્ તો અસત્ છે જ, પરંતુ ગુરુ પણ અસગુરુ બની ગયા અર્થાત્ અસત્ બની ગયા.
અહીં આપણે એક ઊંડું વિભાજન કરીએ જેને અસતુગુરુ કહ્યા છે તેમાં ગુરુ શબ્દનો પ્રયોગ છે અને અસત્ શબ્દોનો પ્રયોગ છે. શુધ્ધ આત્માની દ્રષ્ટિએ તે આત્મા ગુરુ રૂપ છે, પરંતુ અસત્નો પડછાયો પડવાથી તે ગુરુ હોવા છતાં અસગુરુ બની જાય છે. જેમ કોઈ વ્યકિત વેશ પરિવર્તન કરીને દંભનો આંચળો ઓઢી લે, તો તે વ્યકિત દંભી થઈ જાય છે. અહીં ગુરુનું એક તત્ત, સતુનું બીજું તત્ત્વ અને મિશ્રભાવનું ત્રીજું તત્ત્વ. આમ ત્રણે અવસ્થાથી અસગુરુનું નિષ્પાદન થયું છે.
અસદ્દગુરુની આટલી વિસ્તૃત વ્યાખ્યા કર્યા પછી અને તેમણે જે પવિત્ર વિનયનો સ્પર્શ કરી તેનો દુરુપયોગ કરે છે તેનું વર્ણન બીજા પદમાં સ્વયં શાસ્ત્રકાર કરે છે.
લાભનો વિસ્તાર : અહીં વિનય ગમે તે રીતે લાભ કરનારો એક આચાર છે તે આ પદથી સ્પષ્ટ થાય છે. લાભ બે પ્રકારના છે, દ્રવ્યલાભ અને ભાવ લાભ. એ જ રીતે બીજા પણ
૨૪૯