Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
પામે છે અને પરસ્પર વિષય અને વિષયેન્દ્રિયોનો સુમેળ જોવા મળે છે. ઉપરાંત મન પણ પુદ્ગલના ગુણધર્મોને ગ્રહણ કરી પોતામાં વિપરીત પર્યાયોને ગ્રહણ કરે છે. આમ જડ સત્તા નિરાળી હોવા છતાં તેના ગુણધર્મ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાન ન હોય ત્યારે પણ જીવ સંજ્ઞા રૂપે પુદ્ગલને અનુરૂપ પોતાની અંદર વિપરીત પર્યાયો ધારણ કરે છે. આત્માની સત્તા નિરાળી હોવા છતાં તેના ગુણાત્મક ઉપકરણો પુદ્ગલના ગુણોને ગ્રહણ કરી પ્રભાવિત થાય છે. આ રીતે જડ સત્તા કર્મ ચેતના સાથે પ્રતિબિંબ અને પ્રતિબિંબ્ય, બે ભાવથી સંકલન પામે છે. હકીકતમાં જડ સત્તા ચેતન ઉપર પ્રભાવ નાંખતી નથી, પરંતુ પ્રભાવ નાંખ્યા વિના પણ તે વિષયરૂપે કર્મ ચેતનામાં જોડાઈને આત્મગુણોને પ્રભાવિત કરે છે, આવરણ પણ કરે છે. આ એક પ્રકારનો નૈમિતિક સામ્યયોગ છે.
આટલા વિવેચનથી સમાધાન મળી રહે છે કે જડ કર્મ કે જડ દ્રવ્યો ચેતન દ્રવ્યને કેવી રીતે પ્રભાવિત કરે છે. માણસનું મુખ દર્પણમાં દેખાય છે. મૂળ મુખની જગ્યાએ છે છતાં તે દર્પણને પ્રતિબિંબ રૂપે પ્રભાવિત કરે છે. દર્પણ અને મુખની બંનેની સત્તા સ્વતંત્ર હોવા છતાં બંનેમાં પ્રાકૃતિક રીતે સામ્યયોગ ગોઠવાયેલો છે. વસ્તુતઃ વિશ્વલીલાનો આ ક્રમ છે.
આવા તો પ્રકૃતિના અને ચૈતન્યના કરોડો આધ્યાત્મિક અને ભૌતિક નિયમો છે. જેના ઉપર આ સંસારનું વિચિત્ર માળખું ઊભું છે. કર્મ જયારે અસ્તિત્ત્વમાં આવ્યા ત્યારે તેમના નિયમાનુસાર પરિપાક થતાં કે વિપાક થતા તેનો પ્રભાવ સ્થૂળ શરીરથી લઈ આત્યંતર આત્મચેતના સુધી પડે છે. ફકત કર્મનો ઉદય શરીર પૂરતો મર્યાદિત નથી, પરંતુ દ્રવ્યવિપાકી પ્રકૃતિની જેમ ક્ષેત્રવિપાકી પ્રકૃતિઓ વ્યકિતના ક્ષેત્રને પણ પ્રભાવિત કરે છે અને કાળવિપાકી પ્રકૃતિઓ એક નિર્ધારિત સમય સુધી વ્યકિતના કાળને કે જીવનને પ્રભાવિત કરે છે અને જયારે તેની સ્થિતિ પૂરી થાય ત્યારે તેનો ફળ પ્રવાહ પણ શૂન્ય થઈ જાય છે. આ છે જડ–ચેતનની લીલા અથવા કર્મ અને જીવનું નાટક.
અહીં અસદ્ગુરુની પ્રવૃત્તિ તેના સ્વાર્થ અને મોહને અનુરૂપ મહામોહને જન્મ આપે છે, અને મહામોહનીય જયારે વિપાક પામે છે, ત્યારે ભવસાગરમાં ડૂબાવે છે. એટલે જ અહીં કવિરાજે કર્મના કર્તા, કર્મના નિર્માતા અને ત્યારબાદ કર્મફળના ભોકતા એ ત્રણે ભાવને વિભકત કરી કર્મ ચેતનાનું જીવ ઉપર કેવું મોટું આવરણ આવે છે તેનો દષ્ટિપાત કરાવ્યો છે.
ઉપસંહાર : અહીં આપણે આ ૨૧મી ગાથાનો ઉપસંહાર કરીએ કે ખોટા અને વિપરીત ભાવે બનેલા ગુરુઓ અસત્ કોટિના ગુરુઓ છે અને તે શિષ્યનો અને તેની ભકિતનો ગેરલાભ ઊઠાવે છે અથવા ઊઠાવવા કોશિષ કરે તો પણ આવા પાખંડી ગુરુઓ એક પ્રકારે મહામોહનીયની જાળમાં ફસાય છે. શિષ્યો તો પોતાના ઋણાનુબંધ પ્રમાણે ફરજ બજાવીને છૂટા પડે છે પરંતુ આ અસદ્ગુરુના કર્મા તેનો પીછો છોડતા નથી અને તે બીજા જન્મ સુધી કે જન્મ જન્માંતર સુધી તેના કરેલા કર્મ તેનો બદલો આપવા માટે તેને અનંત સંસારમાં રખડાવે છે. આથી શિષ્ય આવા પાખંડી ગુરુઓથી ચેતીને ચાલે, તે એક સૂચના છે અને આવા અજ્ઞાની ગુરુઓ પોતાના વિભાવોથી મુકત થાય તે બીજી સૂચના છે. આમ ૨૧મી ગાથા ગુરુ અને શિષ્યનું બંનેનું કલ્યાણ થાય તેવી પ્રેરણા આપે છે અને ગુરુને તો તેના કુફળ મળશે, તેવી નિર્મળ ભાવના પ્રગટ કરી બીજા કોઈ આવો રસ્તો
૨૫૫