________________
ભાવોને ગ્રહણ કરવાની તેમાં શકિત આવે છે અને જે વિચારો જ્ઞાનીઓએ પ્રગટ કર્યા છે તે વિચારોને કહેવા માટે “એહ’ શબ્દ પણ મૂકયો છે. આમ એક સચોટ વિકાસની ત્રિપદી કવિરાજ પ્રગટ કરી છે. આ ત્રિપદી તે શુભ લક્ષણ છે. પરંતુ કેવળ શુભ લક્ષણ પ્રગટ કરવાથી અશુભનો પરિહાર થતો નથી તેથી વિપક્ષી અશુભ તત્ત્વોનું પણ નિવારણ કરવા માટે હવે કવિરાજ સ્વયં તેનો મતાર્થી કહીને ઉલ્લેખ કરે છે.
મતાર્થીનું તાત્પર્ય : અહીં કવિનું હૃદય કદાગ્રહી જીવો માટે કંઈક કહેવા માંગે છે, પરંતુ કદાગ્રહી શબ્દ અપમાનજનક હોવાથી મહાકવિના મુખથી આ શબ્દો ન નીકળતા તેમણે એક સારો શબ્દ મૂકયો છે. “મતાથ' હકીકતમાં મતાર્થી કોઈ અવળો અભિપ્રાય હોય તેવું આ શબ્દથી પ્રગટ થતું નથી. મત એક પ્રકારનો અભિપ્રાય છે, એક આશય છે અને તેના ઈચ્છુક, તેનો અર્થી તેનાથી લાભ ઊઠાવનાર તે મતાર્થી બને છે. જો કે અહીં મતાર્થી શબ્દ મતાગ્રહના રૂપમાં લીધેલો છે. કારણ કે મતાર્થીને કોઈ આગ્રહ નથી. તેને પોતાના મતનો ઉપયોગ કરી લક્ષ સાધવાનો છે અને તે શુભ આશયવાળો મત પણ હોય શકે, જેથી મતાર્થી કહેવાથી જે કહેવું છે તે આ શબ્દથી પૂર્ણરૂપે પ્રગટ થતું નથી છતાં પણ આવા મહાજ્ઞાની કવિરાજે મતાગ્રહી કે કદાગ્રહી શબ્દનો ઉપયોગ ન કરતાં મતાર્થી શબ્દનો ઉપયોગ કેમ કર્યો? આ પ્રશ્નના જવાબ રૂપે “મતાર્થી શબ્દના આંતરિક ભાવો સમજવા રહ્યા. મતાર્થ શબ્દનો શકત્યર્થ કે શબ્દાર્થ ન કરતા તેનો ગૂઢાર્થ શું છે અથવા રૂઢાર્થ શું છે તે પણ સમજવું બહુ જરૂરી છે. મત શબ્દ મતિ સાથે કે માન્યતા સાથે પણ સબંધ ધરાવે છે. તે જ રીતે દ્રઢ થયેલા સંસ્કારો માટે પણ મત શબ્દનો ઉપયોગ થાય છે. આમ મત શબ્દ ફકત અભિપ્રાયવાચી ન–રહેતા તેના વ્યકિતના સંસ્કારોને પણ વ્યકત કરે છે. બુધ્ધિપૂર્વકના અભિપ્રાયને મારો આ મત છે અથવા અમુક મહાત્માનો આ મત છે તેમ બોલાય છે અસ્તુ. પરંતુ અહીં આપણે સાથે સાથે એક સૈદ્ધાંતિકવાદ કહીએ. મત શબ્દ શાશ્વત સિધ્ધાંતો માટે વપરાતો નથી. કોઈ કહે કે પાણી ઠંડુ છે એવો મારો મત છે, અગ્નિ ગરમ છે, કમોદમાંથી કમોદ પેદા થાય છે. આ બધી પ્રાકૃતિક ક્રિયા માટે મત શબ્દ વપરાતો નથી. શાશ્વત સિધ્ધાંતો મતથી પર છે. એનો અર્થ એ થયો કે પોતાની બુધ્ધિથી અનુમાન કરેલા ભાવો મતમાં આવે છે. શાશ્વત અનાદિકાળથી ચાલી આવતી સાધના એ કોઈ મતનો વિષય નથી પરંતુ શાશ્વત સત્ય છે. એટલે આવા રાજમાર્ગથી જે દૂર હોય તેને અહીં કવિરાજ મતાર્થી કહી રહ્યા છે. વિશ્વમાં આવા ઘણાં મતો જમ્યા છે અને તેનાથી ઘણો અનર્થ થયો છે. છતાં તે મતનો આગ્રહ મૂકયા વિના મતના આધારે અર્થ સાધન કરે છે તે હકીકતમાં મતાર્થી છે.
શાશ્વત સિધ્ધાંત મતમાં આવી શકતા નથી. પ્રાકૃતિક સનાતન સત્ય છે, તે સાર્વભૌમ સત્ય છે તેથી તેને મત ન કહી શકાય. આ જાતના સિધ્ધ સત્ય માટે બે પ્રકારના અભિપ્રાય ન હોય પરંતુ જે માણસો પોતાની બુદ્ધિથી વિધવિધ પ્રકારની વાતો પ્રગટ કરે છે, પોતાનો ડાયરો ઊભો કરે છે અને પોતાના મતના આધારે ગ્રંથ રચના પણ કરે છે તેથી તે ઈશ્વરીય વાણી ન બની શકે તેમજ આપ્તવાણી પણ ન બની શકે.
. મતનો ઉદ્ભવ થયા પછી મતનો આગ્રહ પેદા થાય છે. એક પ્રકારે તે દુરાગ્રહી કે કદાગ્રહી
AUTORISER
AR UTARA SER
92 m.