________________
નિમિત્તો મળતા સાંસારિક ગાંઠો નીકળી જતાં જીવ મુમુક્ષ બની જાય છે. તેની સરળતાને કારણે યોગ્યતામાં પણ વધારો થઈ જાય છે. આટલા વિવેચનથી આપણે બાહ્ય અને આત્યંતર બંને કારણો પર દષ્ટિપાત કર્યો છે.
મુમુક્ષુ થવાના ફાયદા શું? જીવ મુમુક્ષુ શા માટે બને છે? ભારતીય દર્શનોમાં અને ખાસ કરીને જૈનદર્શનમાં મોક્ષને સાધનાનું અંતિમ બિંદુ માન્યું છે. ભારતીય સાધનામાં મોક્ષ એ પ્રધાન સાધ્ય છે પરંતુ એ જાણવું જરૂરી છે કે બધા દર્શનો મોક્ષવાદી નથી. મોક્ષના પણ ઘણાં પ્રકારો કધ્યા છે. સારૂપ્ય મુકિત, સાયુજય મુકિત અને સેવ્ય મુકિત ઈત્યાદિ પ્રકારો ઈતર દર્શનોમાં જોવા મળે છે.
આથી મોટો પ્રશ્ન એ છે કે મુકત થયા પછી એ જીવ ફરીથી પુર્નર્જન્મ પામતો નથી. અથવા પુનઃ કોઈ પ્રકારની લીલા કરવા માટે સમર્થ નથી. અનંત કાળ સુધી ત્યાં એક સ્વરૂપે બંધાય જાય છે. જયારે બીજો પક્ષ એવો પણ છે કે જીવ મુકત થયા પછી પરબ્રહ્મ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. અને અનંત નિર્મળ બ્રહ્મપિંડ પડ્યો છે તેમાં તે તરૂપ થઈ જાય છે. આ નિર્મળ બ્રહ્મ પુનઃ કાળનો પરિપાક થતાં જાગૃત થઈ ઈશ્વરરૂપે અવતાર ધારણ કરે છે. મુકત થયા પછી ફરીથી તે જીવને માયાનો લેપ લાગતો નથી એ નિર્વિવાદ સાર્વભૌમ સત્ય છે અસ્તુ. આ રીતે મુકિતના વિભિન્ન પાસાઓ જાણ્યા પછી જીવ મુમુક્ષુ શા માટે બને ? મુકત થયા પછી સર્વથી નિષ્ક્રિય બની જાય છે, અક્રિય બની જાય છે. અનંતકાળ સુધી કાળના બંધનમાં બંધાય જાય છે. મુકિત માટેનો આ એક પૂર્વ પક્ષ છે. તેના ઉત્તરમાં શાસ્ત્રો અને જ્ઞાની પુરુષો સમજાવે છે કે જીવને દુઃખ પ્રિય નથી. જન્મ મૃત્યુનું ચક્કર પ્રિય નથી. નાના પ્રકારની યોનિઓમાં ભટકવું તે પ્રતિકુળ . છે, તેથી મુકત થવું વધારે સારું છે અને ત્યાં સ્વ-સ્વરૂપની અનંત સુખની લ્હર ઉદ્ભવે છે. તેવી
શ્રદ્ધા છે તેથી તે મુમુક્ષ બની મુકત થવા ઈચ્છે છે. | મુકિતનું શુદ્ધ સ્વરૂપ : આપણે જરાક મોક્ષની નાડી તપાસીએ તો મોક્ષ કોઈ અભિલાષા યુકત પ્રાપ્તિ નથી તેમ કોઈ મેળવવાની ચીજ નથી પરંતુ તે આનુષંગિક પરિણામ છે. દુઃખમાંથી મુકત થયા પછી જે અવસ્થા પેદા થાય તે સ્વાભાવિક પ્રાકૃતિક અવસ્થા છે. મોક્ષ એ સ્વતઃ પ્રગટ થતી ક્રિયા છે. જીવ તો કેવળ વિભાવોનું નિવારણ કરી જ્ઞાનના સામર્થ્યથી પોતાના અસ્તિત્ત્વનું ભાન કરે છે. ત્યાં તેને મોક્ષની કોઈ ઈચ્છા નથી. ઈચ્છા રહિત અવસ્થા તે જ મુકિત છે, એટલે આધ્યાત્મિક શાસ્ત્રો કહે છે, કે એને મોક્ષની ઈચ્છાનો પણ પરિત્યાગ કરવાનો છે. જેમ કાષ્ટ બળી જાય, સ્વતઃ મેલ ધુમાડો થઈને ઊડી જાય છે અને શુધ્ધ રાખ પડી રહે છે. સોનાનો ભેળ નીકળી જતાં સ્વતઃ સોનું શુધ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. એ જ રીતે સાધક જયારે પરભાવથી વિમુકત થાય છે ત્યારે સ્વભાવ રૂપ શુધ્ધ કુંદન પ્રગટ થાય છે. હવે તેને કોઈ કાળની પણ અપેક્ષા નથી અને કર્મના બીજા નીકળી જવાથી પુનઃ કોઈ શરીરના બીજ અંકુરિત થતા નથી, જેથી સ્વાભાવિક રીતે મુકતદશા અનુભવે છે. અતઃ મોક્ષમાં શું કરવું કે શું ન કરવું? શા માટે ત્યાં અનંતકાળ સુધી રહેવું તે પ્રશ્નો ઉદ્ભવતો નથી. અનંત આકાશ અનાદિકાળથી શાશ્વતરૂપે અમૂર્ત ભાવે લોકાલોકમાં વ્યાપ્ત છે. આકાશને માટે એ પ્રશ્ન ઉદ્ભવતો નથી કે આકાશ શા માટે એક
monument
Som